Home /News /ahmedabad /હવે સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણી નહીં ભરાય તેવો મહાનગરપાલિકાનો દાવો, જોવો AMCનું આ વર્ષનું પ્લાનિંગ

હવે સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણી નહીં ભરાય તેવો મહાનગરપાલિકાનો દાવો, જોવો AMCનું આ વર્ષનું પ્લાનિંગ

ફાઇલ તસવીર

હવે એએમસી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઉભી કરી રહી છે. જે અંતર્ગત એએમસી આવા સ્થળોએ સ્પોન્જ સિટી મેથડનો અમલ કરવામાં આવશે.

અમદાવાદઃ સ્માર્ટ સિટી અમદાવાદમાં ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે વરસાદી પાણી નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અબજો રૂપિયાની સ્ટ્રોર્મ વોટર અને ડ્રેનેજ લાઇન નાંખવામાં આવે છે. તેમ છતાં 107 જેટલા સ્થળો પર વરસાદી પાણી ભરાવાની ફરિયાદો એએમસી મળે છે. એએમસીના ઇજનેર વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ શહેરમાં આજે પણ અનેક સ્થળો છે. જ્યાં સામાન્ય વરસાદ પડે છે અને વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે. ત્યારે હવે એએમસી દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા ઉભી કરી રહી છે. જે અંતર્ગત એએમસી આવા સ્થળોએ સ્પોન્જ સિટી મેથડનો અમલ કરવામાં આવશે. જેમાં વરસાદી પાણી પર કોલેટ થઈ જમીનમાં ઉતરી જશે. દેશમાં એકમાત્ર ચેન્નાઈ શહેરમાં આ સિસ્ટમ અમલી છે.

107 સ્થળે વરસાદી પાણી ભરાય છે


એએમસીના અધિકારીઓ આપેલી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં વર્ષ 2008-09માં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલ માટે સ્ટ્રોર્મ વોટર લાઇનો નાંખવામાં આવી છે. પરંતુ ગેરકાયદે જોડાણોના કારણે સ્ટ્રોર્મ વોટર લાઇનો પ્રવાહ ઘટી જાય છે અને ચોમાસામાં પૂરતી ક્ષમતા મુજબ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ થતો નથી. શહેરમાં આજે પણ એક સર્વે મુજબ 107 સ્થળ એવા છે કે, જ્યાં વરસાદી પાણીના નિકાલ માટે થતો નથી. આ ઉપરાંત સ્ટ્રોર્મ વોટર લાઇન જેમ ડ્રેનેજ લાઇનમાં પણ તેની કેપીસિટી કરતાં વધુ પાણી આવતા પાણીના વહન શક્તિ ઘટી રહી છે. તેમજ પાણી રસ્તાઓ પર બેક મારતા હોય છે.

આ પણ વાંચોઃ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરે દેવાયત ખવડના વખાણ કરતા કહ્યુ...

ખાસ પદ્ધતિથી હોલ બનાવવામાં આવશે


આથી આ સમસ્યાના ઉકેલ માટે એએમસી દ્વારા ખાસ પદ્ધતિનો અમલ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રોડની નીચે ઇકો બ્લોક મૂકવામાં આવશે. જેનાં કારણે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે. સદર પદ્ધતિમાં જે-તે સ્થળે પાણી ભરાય છે. તે સ્થળે કેચપીટની નીચે 4 *4*10 ફૂટના ઇકો બ્લોક મૂકવામાં આવશે. જેની ક્ષમતા 10 હજાર લીટર પાણી રહે. સદર બ્લોકમાં પાણી કેચપીટની નીચે પરકોલેટ થઈ જમીનમાં ઉતરી જાય છે. તેના કારણે અંડરગ્રાઉન્ડ વોટર સોર્સ રિચાર્જ થાય છે. એક અંદાજ મુજબ વરસાદી પાણીના પ્રવાહમાં 15 ટકા જેટલા પાણીના જથ્થાનો નિકાલ સદર બ્લોક દ્વારા થાય છે. બાકીના 85 ટકા પાણીના નિકાલ માટે બ્લોકને નજીકના મેન હોલ સાથે કનેક્ટ કરવામાં આવશે. તેવી જ રીતે તે સ્થળે કેચપીટની નીચે નાની અને મોટી એમ બે પ્રકારની ટાંકીઓ મૂકવામાં આવશે. જેની ક્ષમતા 50 હજાર લીટર અને મોટી ટાંકીની ક્ષમતા 1 લાખ લીટર રહેશે. ટાંકીની ચારે તરફ મોટા હોલ રહેશે. જેના માટે વરસાદી પાણી જમીનમાં ચારે તરફ પરકોલેટ થઇ જશે. નાની ટાંકીનો કિંમત અંદાજ સવા કરોડ અને મોટી ટાંકીની કિંમત અંદાજીત 2 કરોડ છે.


એએમસી દ્વારા કુલ 107 સ્થળોએ આગામી પાંચ વર્ષમાં સ્પોન્જ સિટી મેથડ અંતર્ગત ઇકો બ્લોક અને ટાંકીઓ મૂકવામાં આવશે. જેના માટે કુલ રૂપિયા 250 કરોડનો ખર્ચ થશે. જે વર્ષે 50 કરોડની ગણતરી મુજબ ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથો. ગ્રાટમાંથી પૂર્ણ કરવામાં આવશે. તેમજ એનડીએમએ દ્વારા એએમસીને રૂપિયા 250 કરોડની ગ્રાન્ટ મળશે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad Municiple corporation, AMC latest news, AMC News, AMC project

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો