અમદાવાદ શહેરના પાલડી ગામમાં રહેતા અંજેશ પટેલને ખરાબ અનુભવ મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમનો થયો છે.
પાલડીગામમા રહેતા અંજેશભાઇ પટેલ જણાવ્યુ હતું કે, મારા પિતા દિલીપભાઇ પટેલ વર્ષ 2021ની 14 એપ્રિલના રોજ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા છે. તેઓ દ્વારા 13 માર્ચના 2021 ના રોજ કોરોના વેકિસન પ્રથમ ડોઝ મેળવ્યો હતો.
મદાવાદ મહાનગર પાલિકા (AMC)ના આરોગ્ય વિભાગ (Department of Health)ની બલિહારી સામે આવી છે. મરણ પામેલા વ્યક્તિ મહાનગર પાલિક (AMC Health Department)ના આરોગ્ય વિભાગે કોરોના વેક્સિન (Corona Vaccine)નું બીજા ડોઝ આપી દીધો છે. વેકિસનના બીજા ડોઝનો મેસેજ આવતા પરિવાર પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા છે.
અમદાવાદ શહેરના પાલડી ગામમાં રહેતા અંજેશ પટેલને ખરાબ અનુભવ મહાનગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમનો થયો છે. અંજેશભાઇ પટેલના પિતા દિલીપભાઇ ભલાભાઇ પટેલનું અવસાન ગત વર્ષ 2021માં કોરોનાકાળમાં થયું છે. છતા 2 જૂલાઇ 2022 ના રોજ દિલીપભાઇના મોબાઇલ નંબર પર કોરોના વેક્સિનના બીજો ડોઝ તેમણે લીધો છે તેવો મેસેજ આવ્યો અને ઓનલાઇન માધ્યમથી વેકિસન બંન્ને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ જનરેટ થયું છે. આ જાણી અંજેશભાઇ પટેલ ઘણા આશ્ચર્યમાં મુકાઇ ગયા હતાં. કારણ કે તેમના પિતા મરણ પામે એક વર્ષ ઉપર થયું ગયું છે.
પાલડીગામમા રહેતા અંજેશભાઇ પટેલ જણાવ્યુ હતું કે, મારા પિતા દિલીપભાઇ પટેલ વર્ષ 2021ની 14 એપ્રિલના રોજ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા છે. તેઓ દ્વારા 13 માર્ચના 2021 ના રોજ કોરોના વેકિસન પ્રથમ ડોઝ મેળવ્યો હતો. પરંતુ તેઓ એપ્રિલ મહિનામાં કોરોના થયો હતો અને ઓક્સિઝન લેવલ ઘટતા હોસ્પિટલ દાખલ કરાયા હતા. અને 14 એપ્રિલ 2021 ના રોજ મરણ પામ્યા હતા. પરંતુ અચાનક ગઇ કાલે એટલે 2 જૂલાઇના રોજ મારા પિતાના મોબાઇલ નંબર પરથી વેકિસનનો બીજો ડોઝ દિલીપભાઇ પટેલ લીધો છે. તેવો મેસેજ આવ્યો હતો અને મેસેજ ઓપન કરતા વેકિસનના બીજા ડોઝનું સર્ટિફિકેટ પણ બની ગયું હતું. આ ઘટના જાણી મારા પરિવાર જનો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. આ તો કેવી ભુલ કહેવાય કે જે વ્યક્તિ મરણ પામ્યા એક વર્ષ વિતી ગયું છતા આજે એક વર્ષ બાદ તેઓને વેકિસન બીજો ડોઝ અપાયોનો મેસેજ આવ્યો છે.
વધુમાં અંજેશભાઇ પટેલ જણાવ્યુ હતું કે, જો મારા સ્વ. પિતાના નામે વેકિસન ડોઝ અપાયો છે. તો આવી રીતે કેટલાક લોકોને ખોટા નામ અને ફોન નંબર આપી વેકિસન ડોઝ અપાઇ રહ્યો હશે. ખરેખર જે જરૂરિયાત મંદ વ્યક્તિ કોરોના વેકિસન ડોઝ અપાય તો સારૂ કહેવાય પરંતુ જો અધિકીરીઓ અથવા સ્ટાફ તરફથી ખોટી રીતે ગેરરીતી કરી ડોઝ અપાતો હોય તો એએમસી વિભાગે કાર્યવાહી કરવી જોઇએ.
વધુમાં અંજેશભાઇ પટેલ દ્વારા એએસમી અર્બન હેલ્થ સેન્ટર પર પૂછપરછ કરતા તેઓએ જણાવ્યુ હતું કે, કદાચ ભુલથી નંબર લખાઇ ગયો હશે. ભુતકાળમા પણ આવી ઘટનાઓ બની હોવાનો એએમસી સ્ટાફે સ્વીકાર પણ કર્યો હતો. જો આ ભુલથી અને માનવ સહજ થયું હતો સારી બાબત છે પરંતુ જાણી જોઇએ ખોટી રીતે વક્સિન ડોઝ અપાયા હોય તો ચોકક્સ એએમસી વિભાગ તપાસ કરવી જોઇએ અને જવાબાદ સ્ટાફ સામે કાર્યવાહી કરવી જોઇએ. કારણ કે આ પરિસ્થિતિ પગલે જે ખરેખર વ્યક્તિ હકદાર છે વેકિસન માટે તેઓને મળતી નથી અને ખોટા વ્યક્તિને વેક્સિનના ડોઝ ખોટી રીતે પૈસા આપીને આપવામા આવી રહ્યા છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર