અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકા (Ahmedabad Municipal Corporation)આરોગ્ય વિભાગે (Health Department)શહેરમાં અલગ અલગ ઝોનમાં એક સાથે મીઠાઇ (Dessert)બનાવતા એકમ પર દરોડા (AMC Raids)પાડ્યા હતા. દિવાળી તહેવાર (Diwali-2021)નિમિત્તે લાખો કિલો મીઠાઇનું વેચાણ થતું હોય છે. ત્યારે તહેવારની સિઝનનો (Diwali festival)લાભ લઇ કેટલાક લાલચુ વેપારીઓ સિઝનની આડમાં ખોટા માલનો ઉપયોગ કરી લોકોના હેલ્થ સાથે ચેડા કરતા હોય છે.
અમદાવાદ મહાનગર પાલિકાના ફુડ અધિકારી મહેન્દ્રભાઇ પટેલ જણાવ્યું હતું કે શહેરમાં દિવાળી તહેરવાર નિમિત્તે લોકોને સારું અને સ્વચ્છ ખાદ્ય મળી રહે તે પ્રયાસ માટે શહેરમાં એક સાથે 16થી વધુ જગ્યા પર એક સાથે દરોડા પડી ચેકીંગ હાથ ધર્યું છે. શહેરમાં જાણીતા સ્વીટ માર્ટ જેવા કે બિકાનેર, વિપુલ દૂધિયા, કંદોઈ ભોગીલાલ મુલચંદ્ર ,જય હિન્દ સહિત મીઠાઇ દુકાન પર ચેકીંગ હાથ ધરાયું છે. ત્યાર શંકાસ્પદ લાગતા નમૂના સેમ્પલ અર્થે લઇ લેબ તપાસ માટે મોકલવામા આવ્યા છે.
વધુમાં ફુડ અધિકારી મહેન્દ્રભાઇ પટેલ જણાવ્યું હતું કે કાજૂ કતરી પર લાગેલ સિલ્વર પરખ ઓળખ ગ્રાહકે કરવી જરૂરી છે. કારણ કે સિલ્વર સાથે એલ્યુમિનિમ પરખ આવે છે જે ઘણી સસ્તી અને હલકી ગુણવતાની હોય છે. આ હલકી અને સસ્તી સિલ્વર પરખ વાળી મીઠાઇ ખાવાથી ચોકક્સ નુકશાન થાય છે અને આરોગ્ય ઉપર મોટો ખતરો ઉભો થાય છે. જે સમયે ગ્રાહક સિલ્વર પરખ મીઠાઇ લે છે ત્યારે તેમણે ખાસ તે પરખ હાથમાં લઇ મસળવી જોઇએ. જો સરળતાથી મસળી જાય તો તે પરખ ઓરિજનલ છે. અથવા મસળતી વખતે ઝીણી ગોરડી થાય તો સમજવું કે કઇક ખોટું છે. સત્વરે મીઠાઇ લઇ એએસમી લેબમાં તપાસ કરવી જોઇએ. જેથી આવા એકમ સામે તાત્કાલિક પગલા લઇ શકાય અને અયોગ્ય ખોરાક લોકોના મો મા જતો રોકી શકાય છે. આ પણ વાંચો - આગામી 3 દિવસમાં ગુજરાતમાં વધશે ઠંડી, 3 ડિગ્રી સુધી તાપમાન ગગડી શકે
મહત્વપૂર્ણ છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ તહેવાર નિમિત્તે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે શહેરમા કેટલાક લેભાગુ તત્વો વેપારી બની ઓછી કિંમતે મીઠાઇ વેચી મોટા નફાની લાલચમાં હજાર પરિવારના આરોગ્ય સાથે સીધા ચેડા કરે છે.