Home /News /ahmedabad /Power Corridor: અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર એજ બનશે જેના પર અમિત શાહ કળશ ઢોળશે!

Power Corridor: અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર એજ બનશે જેના પર અમિત શાહ કળશ ઢોળશે!

આગામી 13 તારીખે અમિત શાહ ગુજરાત આવશે.

Power Corridor News: આગામી 13 તારીખે અમિત શાહ ગુજરાત આવશે ત્યારબાદ એમની પસંદગી અનુસાર અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નરનું નામ જાહેર થશે. ત્યા સુધી આ જગ્યા ચાર્જ પર ચાલશે.

આઇએએસ અધિકારી લોચન સહેરાની ઇસરોમા ટ્રાન્સફર બાદ નવા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર કોણ? એ મુદ્દે અટકળો શરુ થઇ હતી. આ જગ્યા વધુ સમય ખાલી રાખી શકાય નહી એટલે એક તબક્કે ત્યા સિનિયર આઇએએસ અધિકારી એમ.થેનારસન અથવા રાજકુમાર બેનીવાલ આ બે માંથી કોઇ એક અધિકારીની નિમણુંક તાકીદના ધોરણે કરાશે એમ મનાતું હતું. પરંતુ તાજેતરમાં બનેલી કેટલીક પોલિટીકલ હેપનિંગ બાદ કેટલાક વધુ નામો આ હોદ્દા માટે ચર્ચામાં આવ્યા છે.

પીએમ મોદી એ અમદાવાદની મેટ્રો વિઝીટ કર્યા બાદ હાયર એજ્યુકેશનનાં કમિશ્નર નાગરાજનની ટ્વીટને રી-ટ્વીટ કર્યા બાદ નાગરાજન આ સ્થાન માટે ઘણાં જુનિયર હોવા છતા હવે એમનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.

બાકી વધતું હતું તે - સી.આર.પાટીલના બંછાધિપાની મુદ્દેના જાહેર નિવેદન બાદ હવે તેમનું નામ પણ અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર તરીકે રેસમા મનાઇ રહ્યું છે. આ તમામ વચ્ચે સૌથી વધુ શક્યતા રાજકુમાર બેનીવાલની જોવાઇ રહી છે. પરંતુ ચર્ચા કે દાવેદારી કોઇની પણ હોય, અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નર એજ બનશે જેના પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પસંદગી ઉતારશે.

આગામી 13 તારીખે અમિત શાહ ગુજરાત આવશે ત્યારબાદ એમની પસંદગી અનુસાર અમદાવાદ મ્યુનિસપલ કમિશ્નરનું નામ જાહેર થશે. ત્યા સુધી આ જગ્યા ચાર્જ પર ચાલશે.

ટુરીઝમના કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરીમાં પૂર્ણેશ મોદી કેમ ગેરહાજર રહ્યા ?

મોઢેરા સૂર્ય મંદિર ખાતે હેરીટેજ લાઇટીંગ અને થ્રીડી પ્રોજેકટ મેપીંગ શો નો લોકાર્પણ સમારોહ એ રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત હતો. સ્વાભાવિક પણે જ આ પ્રસંગે રાજ્યના ટુરીઝમ કેબિનેટ મિનિસ્ટર પૂર્ણેશ મોદીની ઉપસ્થિતિ હોવી જોઇતી હતી. પરંતુ તેમના બદલે પ્રવાસન વિભાગના આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીની બાજુની ખુરશીમાં રાજ્ય કક્ષાના ટુરીઝમ મિનિસ્ટર અરવિંદ રૈયાણી એ સ્થાન શોભાવ્યુ હતું.

આ પણ વાંચો: ફટાકડા ફોડી શકાશે નહીં, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ હટાવવાનો કર્યો ઇનકાર

દેશના વડાપ્રધાન જે કાર્યક્રમમાં હાજરી આપવાના હોય એવા કાર્યક્રમમાં વિપક્ષનો મિનિસ્ટર હોય તોય હાજર રહે, જયારે ભાજપ પાર્ટીનાં જ કેબિનેટ મિનિસ્ટર ગેરહાજર રહેતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. એક તબક્કે માર્ગ મકાન વિભાગ છીનવી લીધા પછી કદાચ પૂર્ણેશ મોદીને પીએમની હાજરીમાં ઉપસ્થિત નહી રહેવાની અંદર ખાને સૂચના અપાઇ હોઇ શકે એવી પણ અટકળો વહેતી થઇ હતી. પરંતુ વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો પૂર્ણેશ મોદી હાઇ વાયરલ ફીવરનો ભોગ બનતા તેઓ રવિવારે હોસ્પિટલાઇઝડ હતા અને તેમને રવિવારે બપોરે જ હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. જેને લઇને તેઓ મોઢેરા ખાતે યોજાયેલ ટુરીઝમના કાર્યક્રમમાં હાજરી આપી શકયા નહોતા.

સચિવાલયમાં એજન્ટ રાજ!

આજકાલ પેન્ડીગ ફાઇલો કલીયર કરવા માટે સચિવાલયમાં એજન્ટો નો રાફડો ફાટ્યો છે એટલું જ નહી છેલ્લી ઘડી એ કામ નિપટાવાના ભાવ પણ અધિકારીઓએ અને એજન્ટોએ વધારી દીધા હોવાની લોકોમાં ચર્ચા છે. 11 મહિનાની નવી પટેલ સરકારના બિન અનુભવી મંત્રીઓ અને એમને ફળવાયેલા સાવ નવા બિનઅનુભવી અધિકારીઓને એટલો સમય નથી મળ્યો કે જેથી તેઓ તેમના વિભાગને પૂરતો ન્યાય આપી શકે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યમાં 2600 વિદ્યા સહાયકોની ભરતી કરાશે

એક રાજનેતા તરીકે મંત્રીઓ એ તેમનો વિસ્તાર સાચવવો પણ એટલો જ જરુરી છે અને મંત્રી ઓફિસમાં હાજરી આપી વિભાગ સંભાળવો પણ એટલો જ જરુરી છે ને આ બંન્ને વચ્ચે બેલેન્સ કરીને વિભાગને સમજવાના પ્રયાસો ઓલમોસ્ટ તમામ મંત્રીઓ એ કર્યા છે - તેમ છતાં આજે સ્થિતિ એ છે કે કેટલાય કાર્યો પેન્ડીગ છે. આવા સમયે હાલ સચિવાલયમાં એજન્ટ રાજ ફુલ્યુ ફાલ્યું છે. ના તો મંત્રીઓ ને ફરીથી ગાદી પર આવાનો વિશ્વાસ છે ના તો તેમના નવા સવા અધિકારીઓને ફરીથી મંત્રી ચેમ્બરમાં સ્થાન મળવાનો સધિયારો છે. એટલે બંન્ને પક્ષે અસમંજસ રહેતાં એજન્ટોને ઘી કેળા થઇ ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આજકાલ સચિવાલયમાં આંટાફેરા કરનારાઓમાં સામાન્ય પ્રજાની સંખ્યા કરતા એજન્ટોની સંખ્યા વધી પડી છે.

દશેરાના દિવસે જ ઘોડું ના દોડ્યું…

ગત દશેરાએ આઇપીએસ બદલીઓનું વધુ એક લિસ્ટ બહાર આવાની તીવ્ર શક્યતાઓ હતી. કેટલાય આઇપીએસ ઓફિસરો વિજય મુહુર્તમાં તેમના પોસ્ટીંગ વિશે કોઇ સારા સમાચાર તેમને મળે તેની રાહમાં હતા. ને મોટા ભાગના ઓફિસરોએ તો એમના પેન્ડીંગ કામો પણ આજ પોસ્ટીંગ જાહેરાતની આશામાં વહેલા નિપટાવી લીધા હતા. પરંતુ દશેરાએ આઇપીએસ બદલીઓનું નાનુ-મોટુ પણ કોઇ લિસ્ટ જાહેર નહી થતા તમામની આશાઓ ઉપર ઠંડું પાણી ફરી વળ્યુ છે. મનાઇ રહ્યું છેકે આઇપીએસ બદલીઓની ફાઇનલ જાહેરાત પણ હવે અમિત શાહની 13મી ઓક્ટોબરની મુલાકાત બાદ જ થશે.
Published by:rakesh parmar
First published:

Tags: AMC latest news, AMC News, Amit shah, Amit Shah news, Amit Shah visit Gujarat

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन