Home /News /ahmedabad /

મિત્રો સાથે મસ્તીમાં વ્યસ્ત હતા ત્યારે બની ચોંકાવનારી ઘટના, CCTV ફૂટેજમાં થયો ખુલાસો

મિત્રો સાથે મસ્તીમાં વ્યસ્ત હતા ત્યારે બની ચોંકાવનારી ઘટના, CCTV ફૂટેજમાં થયો ખુલાસો

પેડલ રીક્ષા પર આવેલા બે શખ્સો કેવી રીતે કળા કરી ગયા?

મિત્રોને મસ્તીમાં જોતાં એક પેડલ રીક્ષા પર ગઠિયો આવે છે અને પછી જે થયું.... સીસીટીવી ફૂટેજમાં થયો ખુલાસો

અમદાવાદ: સામાન્ય રીતે જ્યારે કોઈ મિત્રો મળે ત્યારે લોકો વાતોમાં ખોવાઈ જતા હોય છે. વાતો-વાતોમાં મોબાઈલ ફોન કે પર્સ ક્યાં મૂકી દીધું છે, એની જાણ હોતી નથી અને આ તકનો લાભ તસ્કરો ઉઠાવી જતા હોય છે. આવી જ ઘટના અમદાવાદ (ahmedabad )ના પોશ વિસ્તારમાં બની છે.


એક યુવતી તેના મિત્રો સાથે ઉભી હતી. તે સમયે વરસાદ (rain) બંધ થઇ જતાં યુવતી છત્રી બંધ કરવા લાગી હતી. છત્રી બંધ કરતાં સમયે  તેણે પોતાનો ફોન મિત્રના વાહન પર મૂક્યો હતો. જ્યારે તેની સાથે ઉભેલા અન્ય મિત્રોનું ધ્યાન વાતોમાં હતું. મિત્રોને મસ્તીમાં જોતાં એક પેડલ રીક્ષા પર ગઠિયો આવે છે અને કોઈનું ધ્યાન ન જાય એમ સેકન્ડોમાં જ ફોન લઈ રફુચકકર (mobile theft) થઈ ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


મૂળ રાજસ્થાનની અને હાલ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતી એસજી હાઇવે પર સીએ તરીકે નોકરી કરે છે. થોડા દિવસ પહેલા તે તેના મિત્રોને મળવા ગઈ હતી. જેમાં એક યુવક અને અન્ય ત્રણ યુવતીઓ હતી. આ સમયે વરસાદ પડી રહ્યો હોવાથી તેઓ વાતોમાં વ્યસ્ત હતા. ત્યારે વરસાદ બંધ થઈ જતાં યુવતી પોતાની છત્રી બંધ કરવા મોબાઇલ વાહન પર મૂકે છે. ત્યારે જ ત્યાંથી એક પેડલ રીક્ષા પર બે લબરમુછીયાઓ આવે છે અને પેડલ રીક્ષા લઇ આગળ નીકળી જાય છે. યુવતી અને તેના મિત્રો વાતોમાં વ્યસ્ત હોવાનું જણાતા જ એક ગઠિયો દોડીને આવે છે અને વાહન પર મૂકેલો ફોન સેકન્ડમાં જ ચોરી ફરાર થઇ જાય છે.


આ પણ વાંચો: રાજ્યમાં લમ્પી વાયરસનો ખતરનાક ભરડો, 6 લાખ પશુઓને બચાવવા 80 ડોક્ટર્સનો મહાઅભિયાન

યુવતી વાહન પર મૂકેલો ફોન લેવા જતાં તેને ફોન ન દેખાતા આસપાસ તપાસ કરે છે. આ દરમિયાન એક દુકાનના સીસીટીવી ફૂટેજ (cctv footage) જોતા પેડલ રીક્ષા પર આવેલા બે શખ્સોમાંથી એક શખ્સ મોબાઈલ ચોરી ફરાર થઇ જતો હોવાનું દેખાયું હતું. સમગ્ર મામલે યુવતીએ ઇ ફરિયાદ કરતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, CCTV footage, Crime news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन