અમદાવાદીઓ માટે ખુશખબર! આજથી મીઠાખળી અન્ડરપાસ અને સુભાષબ્રિજ થયા ચાલુ
News18 Gujarati Updated: November 19, 2019, 9:27 AM IST

મીઠાખળી અંડરપાસ
સુભાષબ્રિજ 20 દિવસથી જ્યારે મીઠાખળી અંડરપાસ એક વર્ષથી બંધ હતો જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
- News18 Gujarati
- Last Updated: November 19, 2019, 9:27 AM IST
અમદાવાદ : આજથી અમદાવાદીઓ માટે મીઠાખળી અન્ડરપાસ (Mithakhali Underpass) તથા સુભાષબ્રિજનાં (Subhash Bridge) સમારકામ બાદ ખુલ્લા મુકાયા છે. સુભાષબ્રિજ 20 દિવસથી જ્યારે મીઠાખળી અંડરપાસ એક વર્ષથી બંધ હતો જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ સુભાષબ્રિજ શરૂ થશે તેવી આજે ટ્વિટ કરીને માહિતી આપી છે. બ્રિજનાં રિપેરીંગ કામકાજ માટે 20 દિવસ સુધી બ્રિજને બંધ કરાયો હતો. આ બ્રિજનાં સમારકામ માટે 2.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. મહત્વનું છે કે 19 62માં સાબરમતી નદી પર સુભાષબ્રિજનું નિર્માણ થયું હતું. 56 વર્ષ જૂના બ્રિજની એક્સપાનશન ગેપ થઇ જતા જૂના બેરિંગ બદલ્યા છે.
અમદાવાદ પૂર્વ- પશ્ચિમને જોડતાં માદલપુર અને મીઠાખળી અન્ડરપાસ છેલ્લા એકાદ વર્ષથી બંધ મીઠાખળી અન્ડરપાસ વાહનચાલકો માટે ખુલ્લો મુકાયો છે. જૂના ગરનાળા કરતા નવો અન્ડરપાસ 6.6 મીટર જેટલો વધુ પહોળો થયો છે. જૂનો મીઠાખળી અન્ડરપાસ 12 મીટર જેટલો પહોળો હતો. તે હવે 18.6 મીટર પહોળો થયો છે. રેલવે ખાતા દ્વારા અન્ડરપાસની કામગીરી ચાલતી હોવાથી ઘણી ધીમી ગતિથી કામ થતું હતું એટલે ક્યારે અન્ડરપાસ ખુલશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કેમ કે મીઠાખળી અન્ડરપાસના વિકલ્પે લોકોને માદલપુર અન્ડરપાસ કે નવરંગપુરા ક્રોસિંગનો ઉપયોગ કરવો પડતો હતો.

Loading...