Home /News /ahmedabad /અમદાવાદ: 'મેં એક છોકરી બાવળની જાળીમાં બોલાવી છે તમે આવો,' પછી શું થયું?

અમદાવાદ: 'મેં એક છોકરી બાવળની જાળીમાં બોલાવી છે તમે આવો,' પછી શું થયું?

યુવકનો મૃતદેહ બાવળની જાળીઓમાંથી મળી આવ્યો હતો

Ahmedabad Crime: લૂંટના ઇરાદે સાથે નોકરી કરતા મિત્રે યુવકને બોલાવી હત્યા કરી, ₹5,000 અને મોબાઈલનીકરી લૂંટ

અમદાવાદ: વટવા વિસ્તારમાં રહેતો એક યુવક મહિનાથી ગુમ થયો હતો. જે યુવકનો મૃતદેહ 28મી ઓક્ટોબરે સાઈનાથ ચાર માળિયા રોપડા બ્રિજ પાસેથી બાવળની જાળીઓમાંથી મળી આવ્યો હતો. જોકે, તપાસ દરમિયાન યુવકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

ઘરે પરત ન ફરતાં શોળખોળ શરૂ કરી હતી

વટવા વિસ્તારમાં આવેલા મઢૂલી એપાર્ટમેન્ટમાં રહેતા વસંતભાઈ પટેલ 12મી ઓક્ટોબરે જીઆઇડીસીમાં નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા.  સાંજના સમયે નોકરીએથી ઘરે પરતના ફરતા પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા. જે અંગે વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવેલી હતી.

આ પણ વાંચો: છૂટાછેડા બાદ પ્રેમી સાથે ભાગવા યુવતીએ ઘરમાં કર્યો વિચિત્ર કાંડ

પીએમ રિપોર્ટમાં થયો ખુલાસો

આ દરમિયાન 28મી ઓક્ટોબરે સાઈનાથ ચાર માળિયા રોપડા બ્રિજ પાસેની બાવળની જાળીઓમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. પીએમ રિપોર્ટમાં સામે આવ્યું હતું કે, શરીરના અલગ-અલગ ભાગે આઠ જેટલા તિક્ષ્ણ હથિયારના ઘા મારીને ઇજા પહોંચાડવામાં આવી હતી. જેથી પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

'મેં એક છોકરી બોલાવી છે તમે આવો...'

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૃતકની સાથે નોકરી કરતો દીપક હાલ બિહાર ખાતે જતો રહ્યો છે. જેથી પોલીસ તેને લઈ આવીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક પાસે પગાર અને દિવાળીના બોનસના પૈસા છે. તેવી હકીકત તેને જાણવા મળી હતી. જેથી તેણે ફોન કરીને, મેં એક છોકરી સાઈનાથ રોપડા બ્રિજ પાસે બાવળની જાળીમાં બોલાવેલ છે તો તમે આવો, તેમ કહીને ત્યાં બોલાવ્યા હતા અને તીક્ષ્ણ હથિયાર વડે શરીરના અલગ-અલગ ભાગે ઘા કરીને મોત નિપજાવ્યું હતું અને ખિસ્સામાંથી રૂપિયા 5000 તેમજ મોબાઇલ ફોનની લૂંટ કરીને નાસી ગયો હતો. હાલમાં પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन