Home /News /ahmedabad /અમદાવાદ: ધોરણ નવનો વિદ્યાર્થી શા માટે થયો ગુમ? સામે આવ્યું મોટું કારણ

અમદાવાદ: ધોરણ નવનો વિદ્યાર્થી શા માટે થયો ગુમ? સામે આવ્યું મોટું કારણ

રધુવીર શાળાનાં સંચાલક અને ગુમ વિદ્યાર્થીનાં સીસીટીવી ફૂટેજ

Ahmedabad CCTV: આ ઘટનાને એક આખો દિવસ પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીની કોઇ ખબર મળી નથી. ત્યારે આ કેસમાં શાળાનાં સંચાલકે વધુ એક ખુલાસો કર્યો છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: શહેરના ઠક્કરબાપા નગરની રઘુવીર સ્કૂલમાંથી ધોરણ નવમાં અભ્યાસ કરતો બાળક ગુમ થયો છે. સીસીટીવીમાં આ આખી ઘટના કેદ થઇ છે. જેમાં દેખાઇ રહ્યું છે કે, આ વિદ્યાર્થી શુક્રવારે સવારે 9:26 કલાકે શાળાનાં મુખ્ય દરવાજામાંથી બહાર જઇ રહ્યો છે. જોકે, આ ઘટનાને એક આખો દિવસ પૂર્ણ થયા બાદ પણ વિદ્યાર્થીની કોઇ ખબર મળી નથી. ત્યારે આ કેસમાં શાળાનાં સંચાલકે વધુ એક ખુલાસો કર્યો છે.

    ગુમ વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીનું એસાઇમેન્ટ લઇ લીધુ હતુ


    આ અંગે શાળાનાં સંચાલકે મોટો દાવો કર્યો છે. તેમણે દાવો કરતાં જણાવ્યું છે કે, આ બાળકે અન્ય વિદ્યાર્થીનાં એસાઇમેન્ટ પર લખેલા નામ પર વ્હાઇટ ઇન્ક મારીને પોતાનું નામ લખી દીધું હતુ. પરંતુ આ અંગે અન્ય બાળકે ફરિયાદ કરતાં શિક્ષકે પૂછ્યું હતુ કે, તારું એસાઇમેન્ટ ક્યાં છે. તો વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે મારું એસાઇમેન્ટ ઘરે છે. એટલે વિદ્યાર્થીને ઓફિસમાં બોલાવીને તેના વાલીને ફોન કર્યો કે, તમે એનું એસાઇમેન્ટ લઇને આવો. વાલી શાળામાં આવે તેટલીવાર વિદ્યાર્થીને બહાર બેસાડ્યો હતો. તેટલીવારમાં રિસેષ પડી ગઇ અને બાળક ગેટમાંથી નીકળી ગયો.

    વાલીઓમાં નારાજગી


    જોકે, આ કેસમાં વાલીઓ અને પરિવારજનોમાં ભારે આક્રોશ દેખાઇ રહ્યો છે. નારાજ લોકો મોટી સંખ્યામાં શાળાનાં પ્રાંગણમાં એકઠા થયા છે અને વિરોધ કરી રહ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો શાળાએ પહોંચી જતા વાતાવરણ તંગ બન્યું છે.


    સીસીટીવીમાં કેદ થયો બાળક


    વિદ્યાર્થી શાળાના દરવાજાની બહાર જતા સીસીટીવીમાં કેદ થયો છે. આ સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે, બાળક ગઈકાલે એટલે શુક્રવારે સવારે 9.24 કલાકે શાળાનાં મુખ્ય દરવાજામાંથી બહાર ભાગી રહ્યું છે. આ બાળકનો 24 કલાકથી વધારે સમયમાં પણ કોઇ પત્તો નથી લાગ્યો. શાળાનાં વાલીઓ તથા પરિવારજનો આ બાળકની શોધખોળ કરી રહ્યું છે. તો બીજી બાજુ વાલીઓ આ અંગે ઘણી જ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. નારાજ વાલીઓએ શાળામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन