કાગડાપીઠથી ગુમ થયેલ બાળક સુરતથી મળ્યું, લેટ ફરિયાદ નોંધવાથી PI સામે તપાસના આદેશ

News18 Gujarati
Updated: November 12, 2019, 10:38 PM IST
કાગડાપીઠથી ગુમ થયેલ બાળક સુરતથી મળ્યું, લેટ ફરિયાદ નોંધવાથી PI સામે તપાસના આદેશ
કાગડાપીઠથી ગુમ થયેલ બાળક સુરતથી મળ્યું, લેટ ફરિયાદ નોંધવાથી પીઆઇ સામે તપાસના આદેશ

7મી નવેમ્બરે રાયપુરના રામાપીરના મંદિર પાસેથી 4 વર્ષનું બાળક ગુમ થયું હતું

  • Share this:
રુત્વિજ સોની, અમદાવાદ : કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 વર્ષના બાળકના અપહરણના ગુનામાં બાળક હેમખેમ મળી આવતા પોલીસે અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. 7 તારીખે વહેલી સવારે ગુમ થયેલા બાળકની તપાસ દરમ્યાન બાળક સુરત રેલવે સ્ટેશન પરથી બિનવારસી મળી આવ્યુ હતુ.

સુરત બાળ વિકાસ અધિકારી દ્વારા બિનવારસી બાળક મળી આવતા અમદાવાદ પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસ કે પરિવાર પાસે બાળકનો ફોટો ન હોવાથી પોલીસે વોટ્સએપ વિડીયો કોલની મદદથી બાળકનો ચહેરો પરિવારને બતાવ્યો અને બાળકની ઓળખ થતા પોલીસે બાળકનો કબ્જો મેળવ્યો છે. જેથી પરિવારમાં ખુશીનો માહોલ છે. પરંતુ પોલીસ માટે બાળકના અપહરણની તપાસ કામગીરી પર સવાલ ઉભા કરનારી રહી, કારણ કે જોઈન્ટ કમિશ્નરે કાગડાપીઠ પોલીસ મથકના પોલીસ ઈસ્પેક્ટર સામે તપાસના આદેશ આપ્યા છે. બાળક 7 તારીકે ગુમ થયું હતું અને પોલીસે 9 તારીખે એટલે કે બે દિવસ બાદ ફરિયાદ નોંધી હતી. કયા કારણોસર લેટ ફરિયાદ નોંધી તે બદલ તપાસના આદેશ આપ્યા છે. ડીપીસી ઝોન 6 આ અંગે તપાસ કરી જોઈન્ટ કમિશ્નરને અહેવાલ સોંપશે.

આ પણ વાંચો - ટ્રાફિકના નવા નિયમોનો ફફડાટ!, અમદાવાદમાં દંડની આવકમાં ઘટાડો

7મી નવેમ્બરે રાયપુરના રામાપીરના મંદિર પાસે સવારે આ બાળક તેના ભાઇઓ સાથે રમી રહ્યું હતું અને તેના માતા શૌચક્રિયા માટે ગયા હતાં. જોકે તેમણે જ્યારે પરત આવીને જોયું તો તેમનો આ બાળક મળી આવ્યો ન હતો. જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે પણ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં પોલીસે કબ્જે કરેલા સીસીટીવીમા બાળક એક પુરુષની સાથે જતો દેખાય છે. આખરે તે પુરુષ કોણ છે તેની પોલીસે તપાસ હાથ ધરી છે.
First published: November 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...