Home /News /ahmedabad /

અમદાવાદ: પિતરાઇ ભાઇએ જ 12 વર્ષની સગીરાને ધમકાવી આચર્યું દુષ્કર્મ, માતાએ આ રીતે ફોડ્યો ભાંડો

અમદાવાદ: પિતરાઇ ભાઇએ જ 12 વર્ષની સગીરાને ધમકાવી આચર્યું દુષ્કર્મ, માતાએ આ રીતે ફોડ્યો ભાંડો

પ્રતિકાત્મક તસવીક

Ahmedabad news : થોડા દિવસ પહેલા આરોપી યુવકે 12 વર્ષની બાળકીને ઘરની બહાર મોબાઇલમાં ગેમ બતાવવાના બહાને બોલાવી હતી. તે સમયે કિશોરીનું મોઢું દબાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

  અમદાવાદ: શહેરનો (Ahmedabad news) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાએ જે યુવકેને ઘરમાં આશરો અને કામ આપ્યું તેણે જ મહિલાની સગીર 12 વર્ષની દીકરીને (Molest minor girl) ધમકાવીને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. યુવકે સગીરાને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. મહિલાએ આ અંગે પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  મહિલાએ કૌટુંબિક નણંદના દીકરાને આશરો આપ્યો હતો

  સરદારનગરમાં રહેતી રહેતી 42 વર્ષીય મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદી મહિલાના કૌટુંબિક નણંદની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેના દીકરાને છેલ્લા 5 મહિનાથી તેણે પોતાના ઘરે કામ પર રાખ્યો હતો. આરોપી છોકરાઓને લાવવા મૂકવાનું તેમજ કરિયાણું લાવવાનું કામ કરતો હતો. થોડા દિવસ પહેલા આરોપી યુવકે 12 વર્ષની બાળકીને ઘરની બહાર મોબાઇલમાં ગેમ બતાવવાના બહાને બોલાવી હતી. તે સમયે કિશોરીનું મોઢું દબાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

  નરાધમે સગીરાને આપી ધમકી

  આટલેથી ન અટકતા, આ યુવકે સગીરાને બીજા દિવસે પણ ફોન કર્યો હતો. જોકે, સગીરાએ ફોન ન ઉપાડતા ત્રીજા દિવસે સગીરાને પોતાની સાથે વાત કેમ નથી કરતી તેવું કહીને ધમકાવી હતી. નરાધમે કહ્યું હતુ કે, પોતે બોલાવે ત્યારે મળવા નહીં આવે તો તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ બધાથી ગભરાયેલી કિશોરી યુવકને મળવા ઘરની બહાર ગઈ હતી અને તે સમયે પણ આરોપીએ બીજી વાર તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ ત્રીજા દિવસે આરોપીએ ફરી સગીરાને બોલાવી હતી.

  મહિલાને જોઇ જતા યુવાન ફરાર

  ત્યારે ઘરમાં અવાજ થતા તેનો ભાઇ જાગી ગયો હતો. જેથી તેણે માતાને પમ ઉઠાડી હતી. તે જ્યારે બહાર ગઇ ત્યારે નરાધમ કિશોરીના કપડાં ઉતારી રહ્યો હતો. જે જોતા જ માતાના પગ નીચેથી જમીન ખસી ગઇ હોય તેવો અનુભવ થયો. જોકે, યુવક મહિલાને જોતા જ ત્યાંથી ભાગી ગયો હતો. જે બાદ માતાએ દીકરીની પૂછપરછ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.

  યુવતીએ બાળકને જન્મ આપવાનુ કહેતા પ્રેમીએ તરછોડી દીધી

  અન્ય એક કિસ્સામાં પરિણીતાએ પતિ સામે કરી ફરિયાદ

  શહેરમાં પરિણીતાએ પતિ સામે ફરિયાદ કરી હતી. શહેરમાં એરહોસ્ટેસ પરિણીતાએ પતિ સહિત સાસરાના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. લગ્નના 15 દિવસ બાદ જ પતિ તેને છોડીને દુબઇ જતો રહ્યો હતો. એરહોસ્ટેસ દુબઇ ગઇ તો પતિ ટૂંકા વસ્ત્રો પહેરીને ક્લબમાં જવા દબાણ કરતો હતો. પતિ નશામાં સૂઇ ગયો હતો ત્યારે આ સમયે તેનો મોબાઇલ ચેક કરતાં પતિના અન્ય સ્ત્રી સાથેના સબંધનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે પરિણીતા પર માનસિક તેમજ શારિરીક ત્રાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  આ અંગેની માહિતી પ્રમાણે, શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી 23 વર્ષની એર હોસ્ટેસ મહિલાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત પરિવારના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે. જેમા તેણએ જણાવ્યુ છે કે, મહિલાના છ વર્ષ પહેલા કેરાલા ખાતે લગ્ન થયા હતા. લગ્નના પંદર દિવસ બાદ પતિ તેને મૂકીને દુબઇ જતો રહ્યો હતો. મહિના બાદ મહિલા પણ દુબઇ ગઇ હતી. જ્યાં સાત દિવસ સુધી સારી રીતે રાખી હતી. પતિ દારુ પીવાની ટેવવાળા હોવાથી નાની નાની બાબતે તકરાર કરીને મારામારી પણ કરતો હતો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: અમદાવાદ, ગુજરાત, સગીરા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन