Home /News /ahmedabad /Ahmedabad Metro: અમદાવાદીઓનો આતુરતાનો અંત, આજથી શરૂ થતી મેટ્રોમાં જતા પહેલા જાણો આ મહત્ત્વની વાતો

Ahmedabad Metro: અમદાવાદીઓનો આતુરતાનો અંત, આજથી શરૂ થતી મેટ્રોમાં જતા પહેલા જાણો આ મહત્ત્વની વાતો

અમદાવાદ મેટ્રો

Ahmedabad Metro News: બન્ને કોરિડોરમાં ટિકિટનો દર અલગ અલગ સ્ટેશન માટે ₹ 5થી 25ની વચ્ચે રહેશે. સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે.

    અમદાવાદ: આજે અમદાવાદીઓનો આતુરતાનો અંત આવ્યો છે. શહેરના પૂર્વ-પશ્ચિમ કોરિડોરમાં થલતેજથી વસ્ત્રાલની મેટ્રો સવારે 9 વાગ્યાથી શરૂ થઇને સાંજે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. દર અડધો કલાકે દરેક સ્ટેશન પરથી મેટ્રો મળશે. જ્યારે ઉત્તર-દક્ષિણ કોરિડોરમાં એપીએમસીથી મોટેરા વચ્ચે મેટ્રો ટ્રેન 6 ઓક્ટોબરથી કાર્યરત્ કરવામાં આવશે. જો તમારે મેટ્રોમાં મુસાફરી કરવી હોય તો આટલી વાતો તમારે જાણવી જરૂર છે.

    ₹ 5થી 25 સુધીની ટિકીટ, દિવ્યાંગો માટે ખાસ સુવિધા


    બન્ને કોરિડોરમાં ટિકિટનો દર અલગ અલગ સ્ટેશન માટે ₹ 5થી 25ની વચ્ચે રહેશે. સ્ટેશન પર નાગરિકો માટે વિવિધ સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને વ્હિલચેરની સુવિધા પણ રહેશે. તે સિવાય નેશનલ બિલ્ડિંગ કોડ (NBC)ની માર્ગદર્શિકા અનુસાર ટેક્ટાઇલ (સ્પર્શેન્દ્રિય) રસ્તો, ઓછી ઉંચાઇ વાળા ટિકિટ કાઉન્ટર, લિફ્ટમાં બ્રેલ કોલ બટન અને હેન્ડરેલ તેમજ રેસ્ટરૂમની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ વોશરૂમ, વિશેષ ક્રૂની સુવિધા આપવામાં આવી છે. બધા સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખમાં રહેશે તેમજ એસઆરપીએફ અને ખાનગી સુરક્ષા સ્ટાફ તહેનાત રહેશે.

    આ પણ વાંચો: નાની વયે આ યુવતીએ સર કર્યા સફળતાના ડુંગર

    પૂર્વ અને પશ્ચિમ કોરિડોરના સ્ટેશન


    પૂર્વ અને પશ્ચિમ કોરિડોરના સ્ટેશન થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગુરૂકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, એસ પીસ્ટેડિયમ, જૂની હાઇકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરેલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ.

    અહીં નહીં મળે મોબાઇલ કનેક્ટિવિટી


    જો તમે મેટ્રોમાં અંડરગ્રાઉન્ડ કાલુપુર સ્ટેશન પરથી જતા હશો તો મોબાઈલનની કનેક્ટિવિટી મળશે નહીં. મેટ્રોમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનમાં એકપણ નેટવર્ક પકડાશે નહીં. મેટ્રોના રૂટમાં કાલુપુર સહિત ઘી કાંટા શાહપુર, કાંકરિયા ઇસ્ટ, અંડર ગ્રાઉન્ડ ટનલમાં આવતા અન્ય ચાર સ્ટેશનો પર હજારો મુસાફરોની અવર જવર દરમિયાન અમુક સમય સુધી મોબાઇલ નેટવર્કથી વંચિત રહેવું પડશે.

    આ પણ વાંચો: ગોધરામાં બાઇક ચાલક રિક્ષામાં ઘુસી ગયો, જુઓ live Video

    બીજા તબક્કામાં મેટ્રો ગાંધીનગર પહોંચશે


    રાજ્યના પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે. તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે. આ તબક્કામાં બે કોરિડોર છે જેમાં 22.8 કિલોમીટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે જેમાં 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU)થી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ રહેશે જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26 કિલોમીટરના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Ahmedabad Metro, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन