Home /News /ahmedabad /મેટ્રીમોનિયલ સાઈટ પર સંપર્કમાં આવેલ યુવતીએ કર્યું કઈક એવું કે યુવકના ઊડી ગયા હોશ
મેટ્રીમોનિયલ સાઈટ પર સંપર્કમાં આવેલ યુવતીએ કર્યું કઈક એવું કે યુવકના ઊડી ગયા હોશ
પ્રતિકાત્મક ફોટો
Ahmedabad matrimonial fraud case: લગ્ન કરી દીધા બાદ પૈસાની વ્યવસ્થા કરી આપશે એવું કહેતા જ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતી એ લગ્ન કરવાની ના પાડતા ફરિયાદીએ તેની પાસે તેણે આપેલા રૂપિયા પરત કરી દેવા માટે કહ્યું હતું જો કે યુવતીએ ઓક્ટોબર 2023 માં પૈસા પાછા આપીશ તમારે કેસ કરવો હોય તો કરો પણ....
અમદાવાદ : શહેર માં વધુ એક યુવક ને મેટ્રો મોનિયલ સાઈટ પર થી જીવન સાથી શોધવું ભારે પડ્યું છે ( Ahmedabad matrimonial fraud case) . યુવક ના સંપર્ક માં આવેલ યુવતી એ વાત ચીત કરી વિશ્વાસ કેળવ્યો અને બાદ માં લગ્ન ની લાલચ આપી ને અલગ અલગ બહાના હેઠળ રૂપિયા 16 લાખ 50 હજાર પડાવી લીધા છે. એટલું જ નહિ જો પોલીસ કેસ કરશે તો પોતે સ્યુસાઈડ કરી લેશે તેવી ધમકી પણ આપી.
શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે વર્ષ 2011 માં તેમના છૂટાછેડા થયા હતા. તેમના માતા-પિતા વૃદ્ધ હોવાથી ગૃહસ્થ જીવનમાં તકલીફ પડી રહી હતી. જેથી તેમણે ફરી લગ્ન કરવાનું વિચાર્યું અને ગુજરાત મેટ્રોમોની નામની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવી હતી. ફેબ્રુઆરી મહિનામાં તેમના સંપર્ક રાજકોટની યુવતી સાથે થયો હતો.
જે યુવતી ફરિયાદીને મળવા માટે અમદાવાદ આવતા બંને એકબીજાને મળ્યા હતા અને યુવતીએ થોડા સમય બાદ તેના માતા પિતા સાથે વાતચીત કરીને લગ્નની તારીખ નક્કી કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ બંને એકબીજા સાથે ફોન પર અને whatsapp પર વાતચીત કરતા હતા. આ દરમિયાન યુવતીએ ફરિયાદીને પોતાની આર્થિક પરિસ્થિતિ સારી નથી, જેથી આર્થિક મદદ કરવા માટે કહ્યું હતું અને આમ અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી તેણે રૂપિયા 16,50,000 પડાવી લીધા હતા. અને બાદમાં બીજા રૂપિયા 10 લાખની માંગણી કરી હતી.
જો કે ફરિયાદીએ લગ્ન કરી દીધા બાદ પૈસાની વ્યવસ્થા કરી આપશે એવું કહેતા જ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતી એ લગ્ન કરવાની ના પાડતા ફરિયાદીએ તેની પાસે તેણે આપેલા રૂપિયા પરત કરી દેવા માટે કહ્યું હતું જો કે યુવતીએ ઓક્ટોબર 2023 માં પૈસા પાછા આપીશ તમારે કેસ કરવો હોય તો કરો પણ એક વાતનું ધ્યાન રાખજો, જો તમે જે દિવસે કેસ કરતો તો તે દિવસે હું સાઈડ કરી લઈશ તેવી ધમકી આપેલ હતી.
જો કે ફરિયાદી ગભરાઈ જતા તેણે આ યુવતી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધેલ હતું. ત્યારબાદ થોડા સમય બાદ ફરીથી યુવતીએ ₹10,00,000 ની માંગણી કરી હતી અને ધમકી આપી હતી કે, જો રૂપિયા નહીં આપો તો ખોટા કેસમાં ફસાવી દઈશ. જેથી અંતે કંટાળીને ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી અને સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી છે.