Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદની રૂંવાટા ઉભા થઇ જાય એવી ઘટના: માતાને મરવા મજબૂર કરી પુત્ર- પતિએ જમીનના ટુકડા માટે આપ્યો હતો ત્રાસ

Ahmedabad News: અમદાવાદની રૂંવાટા ઉભા થઇ જાય એવી ઘટના: માતાને મરવા મજબૂર કરી પુત્ર- પતિએ જમીનના ટુકડા માટે આપ્યો હતો ત્રાસ

મણિનગર પોલીસ સ્ટેશન

પોલીસે શિક્ષણ અધિકારી એવા પુત્ર અને મહેસુલ વિભાગમાં સર્કલ ઓફિસર તરીકે નિવૃત થયેલા પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: શહેરના મણિનગર રેલવે ટ્રેક પરથી એક લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે મહિલાની લાશની ઓળખ કરી તેના પરિવારને જાણ કરી હતી. જે મામલે વધુ તપાસ કરાતા મૃતક મહિલાના પતિ અને પુત્રના ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. મહિલાના નામે જે જમીન હતી તે જમીન પુત્રના નામે કરવા પતિ દબાણ કરી ત્રાસ આપતો હતો. જે મામલે હવે પોલીસે શિક્ષણ અધિકારી એવા પુત્ર અને પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના મણીનગર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય જગદીશચંદ્ર ઠક્કર નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓને સંતાનમાં બે દીકરા તથા ચાર દીકરીઓ છે. તેમાની કાશ્મીરા બહેન મુકેશભાઈ ઠક્કર નામની 54 વર્ષીય દીકરી મૂળ ધોળકાની હાલ સોલા ખાતે પતિ સાથે રહેતી હતી. આ કાશ્મીરા બહેનના લગ્ન વર્ષ 1991ની સાલમાં ધોળકા ખાતે રહેતા મુકેશકુમાર ઠક્કર સાથે થયા હતા. કાશ્મીરાબેનને બે બાળકો પણ છે. જેમાં મોટો દીકરો યશ અને એક દીકરી શિવાંગી છે.

કાશ્મીરાબેનના પતિ મુકેશકુમાર અગાઉ ધોળકા ખાતે મહેસુલ વિભાગમાં સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. જોકે હાલ તેઓએ ગત ઓગસ્ટ મહિનામાં રાજીનામું આપી દીધું હતું. જ્યારે તેમનો દીકરો યશ ભાવનગર ખાતે શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. વર્ષ 1996ની સાલમાં મુકેશકુમારએ કાશ્મીરાબેનના નામે ધોળકાના એક ગામમાં છે.

આ પણ વાંચો : ગીર સોમનાથના ગામમાં બે દીપડા વચ્ચે ખેલાયો જંગ

વીઘા જમીન ખરીદી હતી. પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી આ જમીન તેઓના દીકરા યશના નામ પર કરવા બાબતે મુકેશકુમાર કાશ્મીરાબેન ઉપર દબાણ કરતા હતા અને માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા. આટલું જ નહીં કાશ્મીરાબેનનો દીકરો યશ પણ જમીનનો સીધે સીધો માલિક થઈ જાય તે હેતુથી માતા કાશ્મીરા બહેનને જેમ ફાવે તેમ ગાળો બોલી માર મારતો હતો અને ખોટી રીતે હેરાન પરેશાન કરતો હતો. પતિ અને દીકરાના માનસિક શારીરિક ત્રાસથી કાશ્મીરના બહેન ખૂબ જ કંટાળી ગયા હતા. તેમના પિતા પાસે જતા રહ્યા હતા. જોકે, સગા સંબંધી મારફતે સમજાવી તેઓને પરત સાસરે મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો : સાચવજો! હજી ત્રણ દિવસ છે ભારે વરસાદની આગાહી

ગત 23 એપ્રિલના રોજ કાશ્મીરાબેન તેમના પિતા પાસે આવ્યા હતા તેમના પતિ અને દીકરાના ત્રાસથી ચારેક મહિનાથી ત્યાં જ રહ્યા હતા અને બાદમાં ફેમિલી કોર્ટ તથા મેટ્રો કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. કાશ્મીરા બહેન કોર્ટમાં દરેક મુદ્દતે હાજર રહેતા હતા. પરંતુ તેમનો પતિ કોર્ટમાં હાજર રહેતો નહોતો. એક દિવસ કાશ્મીરા બહેન કોર્ટમાં હાજર હતા ત્યારે તેમનો પતિ પણ હાજર થયો હતો. ત્યારે કાશ્મીરા બહેને તેમના પતિને જણાવ્યું કે, તમારે જમીન જોઈતી હોય તો હું તમને અત્યારે કોર્ટમાં લખી આપું પરંતુ એક પત્ની તરીકે તમે મને સોલા ખાતેના મકાને રહેવા દો અને મારું ભરણપોષણ મને આપો અને મારા અવસાન બાદ તે મકાન મારું જ રહેશે તેમ કહ્યું હતું. પરંતુ તેના પતિએ આ બાબત સ્વીકારવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. જેના કારણે કાશ્મીરા બહેન ખૂબ હતાશ થઈ ગયા હતા.

27 ઓગસ્ટના રોજ કાશ્મીરા બહેને નોકરીની શોધમાં જઉં છું તેમ કહી બપોરથી નીકળી ગયા હતા. અનેક કલાકો સુધી પરત ન આવતા પરિવારજનોએ તેમની શોધખોળ કરી હતી પરંતુ તેઓ મળી આવ્યા નહોતા. જેના કારણેથી મણીનગર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ અરજી આપી હતી. બાદમાં કાશ્મીરાબેનનું આધારકાર્ડ મળી આવતા મણિનગર પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી હતી. મણિનગર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર એક પાસે પરિવારજનો ગયા હતા ત્યાં જોયું તો કાશ્મીરાબેનની લાશ રેલવે ટ્રેકની ઉપર કપાયેલી હાલતમાં પડેલી હતી. જેથી કાશ્મીરા બહેને ચાલુ ટ્રેનની આગળ પડતું મૂકી આપઘાત કર્યો હોવાનું સામે આવતા તેઓના પિતાએ કાશ્મીરાબેનના પતિ અને પુત્ર સામે દુષપ્રેરણા અને માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ આપતા પોલીસે ગુનો નથી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married women, અમદાવાદ, ગુજરાત