Home /News /ahmedabad /અમદાવાદ: હેવાન સસરાની ગંદી હરકત, વહુને લીપ કિસ કરી અડપલા કર્યા અને પછી...

અમદાવાદ: હેવાન સસરાની ગંદી હરકત, વહુને લીપ કિસ કરી અડપલા કર્યા અને પછી...

એરપોર્ટ પોલીસ સ્ટેશન

Ahmedabad news: દહેજ બાબતે પણ પતિ સાસુ અને સસરા યુવતીને ત્રાસ આપતા હતા, સીએના ના લેક્ચર તૈયાર કરનાર યુવતીને કામ ન કરવા દેતા થયું લાખોનું નુક્શાન

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ સાસુ અને સસરા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ યુવતી સીએનો અભ્યાસ કર્યા બાદ પ્રેક્ટિસ કરતી હતી. આ સાથે તે લેક્ચર તથા બુક તૈયાર કરતી હતી અને તેના માટે તેણે લાખો રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. જેથી તેણે લગ્ન થોડા સમય પછી કરવાનું કહેતા સાસરિયાઓ લગ્ન બાદ તે કામ કરવા દેશે તેમ કહી કામ ન કરવા દેતા તેને લાખોનું નુક્શાન ગયુ હતુ. વાત આટલેથી અટકી નહોતી પણ સાસરિયાઓએ માતા પિતા ફંક્શનમાં ન આવતા તેઓની સાથે સંબંધ ન રાખવું કહી દહેજની માંગ કરી માનસિક ત્રાસ આપ્યો હતો. સસરાએ એક દિવસ પુત્રવધુને પકડી હોઠ પર કિસ કરી છાતી પર હાથ ફેરવી તેની છેડતી કરી ધમકીઓ આપી હતી. જેને લઇને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરે છે તેમજ ઓનલાઇન સીએના વિદ્યાર્થીઓને લેક્ચર આપે છે અને તેના માટે તેને સીએ કોર્સની બુક પણ છપાવી છે. જેની પાછળ આશરે તેને પાંચ લાખ રૂપિયા નો ખર્ચો થયો હતો અને તેનું ઓનલાઈન વેચાણ કરવાની સાથે ઓફલાઈન વેચાણ પણ કરે છે. આ યુવતી ઓનલાઇન લેક્ચરર રેકોર્ડ કરે છે. થોડા મહિના પહેલા આ યુવતી ની એક યુવક સાથે સગાઈ થઈ હતી. ત્યારબાદ સાસરીયાઓ ખૂબ જ વહેલા લગ્ન કરવાની ઉતાવળ કરતા હતા તે વખતે આ યુવતીએ જણાવ્યું હતું કે તેના લેક્ચર રેકોર્ડિંગ ચાલુ છે અને જો તે લેક્ચર સમયસર રેકોર્ડ કરીને નહીં આપે તો તેને આર્થિક નુકસાન થશે અને જે ચોપડીઓ તેણે છપાવી હતી તેનું વેચાણ પણ ચાલુ હતું. જેથી તેના સાસરીયાઓએ તેને લગ્ન પછી લેક્ચર રેકોર્ડ કરાવવા સાથ સહકાર આપશે તેવી ખાતરી આપતા વર્ષ 2022 ના જુલાઈ મહિનામાં લગ્ન કરી આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્નના દસેક દિવસ પછી તેના સસરા નો જન્મદિવસ હોવાથી ઘરે ફંકશન રાખ્યું હતું. ત્યારે યુવતીના પિતાની તબિયત સારી ન હોવાથી તેના માતા પિતા ન આવતા સસરા અને પતિએ આ યુવતીને કહ્યું કે, તારા માતા-પિતા ફંક્શનમાં આવ્યા નથી જેથી અને કોઈ સંબંધ રાખવાનો નથી.

આ પણ વાંચો: નિર્માણાધીન પાંચ માળની બિલ્ડીંગ ઢળી પડી, બિલ્ડરે કરી સ્પષ્ટતા

ત્યારબાદ યુવતીને તેના સાસરીયાઓએ તારા માતા-પિતા રૂપિયાવાળા છે તેમ છતાં પણ દહેજ ઓછું આપ્યું છે તેમ કહી પાંચ લાખ લઈ આવવાનું કહી માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસો પછી યુવતીની સાસુ લેડીઝ ટ્રેલરની દુકાને ગઈ હતી અને તેનો પતિ ઓફિસે ગયો હતો. ત્યારે બપોરે તેના સસરાએ મેઇન હોલમાંથી ફોન કરી યુવતીને બોલાવી હતી. યુવતી બેડરૂમમાંથી બહાર નીકળીને સસરા પાસે હોલમાં સોફા ઉપર આવીને બેઠી ત્યારે તેના સસરાએ વાત કરવી છે તેમ કહી હું તને તારા લેક્ચર રેકોર્ડ કરવા દઈશ અને તારા માતા-પિતાના ઘરે જવા દઈશ તેમ કહી તેને પકડી લીધી હતી અને યુવતી પોતાને છોડવાનો પ્રયત્ન કરે તે પહેલા તેના સસરાએ પુત્રવધુના હોઠ ઉપર કિસ કરી લીધી હતી અને છાતી પર હાથ ફેરવવા લાગ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર

યુવતીએ પોતાને છોડવાનો પ્રયત્ન કરતા તેના સસરાએ સોફા ઉપર તેને પાડી દીધી હતી અને સલવાર ખેંચવા લાગ્યો હતો. ત્યારે ટેબલ ઉપર પડેલો ગ્લાસ નીચે પડતા અવાજ થતાં તેને છોડી દીધી હતી. પરંતુ બાદમાં આ વાત કોઈને કરતી નહીં તેમ કહી ધમકી આપી હતી. બાદમાં યુવતીએ સમગ્ર બાબત તેના પતિને કહેતા તેને પણ વાત સાંભળી નહોતી અને પત્નીની આ વાત ઉપર વિશ્વાસ કર્યો નહોતો.બાદમાં થોડા સમય પછી યુવતીના પતિએ માનસિક તણાવમાં રહેલી પત્નીને છૂટાછેડા આપવાની ધમકી આપી છૂટાછેડાનું લખાણ તૈયાર કર્યું હતું. જેથી કંટાળીને યુવતીએ સાસુ સસરા અને પતિ સામે ફરિયાદ આપતા એરપોર્ટ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन