Home /News /ahmedabad /અમદાવાદની પરિણીતાની વ્યથા: મારો પતિ ભાભી સાથે આડા સંબંધ રાખે છે અને...
અમદાવાદની પરિણીતાની વ્યથા: મારો પતિ ભાભી સાથે આડા સંબંધ રાખે છે અને...
નિર્ણયનગરમાં રહેતી 24 વર્ષીય યુવતી છેલ્લા છ માસથી તેના પિયરમાં રહે છે.
Ahmedabad News: પતિ પત્નીને ધમકાવતો કે, ભાઇ ભાભીને ચાર દીકરીઓ છે તો તેમને મારો દીકરો પણ આપી દેવો છે અને તું દહેજ નથી લાવી એટલે તારા માતા પિતાના ઘરે રહે.
અમદાવાદઃ સામાન્ય રીતે ભદ્ર સમાજમાં કોઇ યુવકને લગ્ન બાદ બહાર કોઇ અજાણી યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાના અનેક કિસ્સા સાંભળ્યા હશે. પણ અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં એક યુવતીના પતિને ભાભી સાથે જ આડા સંબંધો હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહિ આ યુવકની પત્નીએ પોતાની જેઠાણી સાથે આડા સંબંધ ન રાખવાનું કહેતા તેનો પતિ કહેવા લાગ્યો કે, તેના ભાઇ ભાભીને તો ચાર દીકરીઓ છે તો પોતાનો દીકરો પણ તેઓને આપી દે, તું દહેજ પણ લાવી નથી એટલે પછી તું તારા માતા પિતાના ઘરે જતી રહેજે. આ બધી બાબતોથી કંટાળીને આખરે યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના નિર્ણયનગરમાં રહેતી 24 વર્ષીય યુવતી છેલ્લા છ માસથી તેના પિયરમાં રહે છે. વર્ષ 2016માં તેના લગ્ન રાજસ્થાનના એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદના બે ત્રણ મહિના પછીથી પતિ, જેઠ, જેઠાણી આ યુવતીને ઘરકામ બાબતે ત્રાસ આપવા લાગ્યા હતા. જેઠ જેઠાણી યુવતીના પતિને ચઢામણી કરે તો પતિ આ યુવતી સાથે બબાલ કરી ઝઘડા કરી તેને ત્રાસ આપતો હતો.
યુવતીનો પતિ તેની ભાભીની વાતો પણ પત્ની કરતા વધારે માનતો હતો. જેથી યુવતીને શંકા ગઇ અને તપાસ કરી તો તેની જેઠાણી અને પતિ વચ્ચે આડા સંબંધ હોવાનું સામે આવ્યું હતું. યુવતીએ તેના પતિને જેઠાણી સાથે સંબંધ ન રાખવા કહેતા પતિએ ભાઇ ભાભીને ચાર દીકરીઓ છે તો તેમને મારો દીકરો આપી દેવો છે અને તું દહેજ નથી લાવી એટલે તારા માતા પિતાના ઘરે રહે તેવું કહેતા આ યુવતી ચિંતામાં મૂકાઇ ગઇ હતી.
આ બધી બાબતો ઉભી થતાં યુવતી તેના દીકરાને લઇને પિયર જતી રહી હતી. ત્યારે પણ જેઠ જેઠાણી ફોન પર ધમકીઓ આપતા અને છોકરો આપી જા નહિ તો તને હેરાન કરી નાખીશું જીવવા નહિ દઇએ તેમ કહી ત્રાસ આપ્યો હતો. જેથી સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ આ અંગે પતિ, જેઠ અને જેઠાણી સામે માનસિક શારિરીક ત્રાસની ફરિયાદ આપતા પોલીસે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.