Home /News /ahmedabad /અમદાવાદની પરિણીતાની ફરિયાદ,'અધિકારીના ઘરે તો છોકરીઓ કેટલા રૂપિયા લઇને આવે, જા તું પણ લઇ આવ'

અમદાવાદની પરિણીતાની ફરિયાદ,'અધિકારીના ઘરે તો છોકરીઓ કેટલા રૂપિયા લઇને આવે, જા તું પણ લઇ આવ'

શાહીબાગ પોલીસ સ્ટેશન

Ahmedabad News: ફરિયાદી યુવતીનો પતિ એરફોર્સમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. લગ્નના બીજા જ દિવસથી યુવતીના પતિએ દહેજ માંગી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. યુવતીનો પતિ એરફોર્સમાં નોકરી કરતો હોવાથી અધિકારીના ઘરે તો છોકરીઓ કેટલા બધા રૂપિયા લઇને આવે જા તું પણ લઇ આવ તેમ કહી માર મારવાનું શરૂ કર્યું હતું. સમગ્ર બાબતને લઇને યુવતીએ અનેક અરજીઓ આપ્યા બાદ હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના ઇસનપુરમાં રહેતી 33 વર્ષીય યુવતી હાલ તેની માતા સાથે રહે છે. આ યુવતી એ.એસ.સીમાં પાણી વિભાગમાં પાણી ફિલ્ટર કરવાનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. આ યુવતીના લગ્ન વર્ષ 2014માં એક યુવક સાથે થયા હતા. યુવતીનો પતિ એરફોર્સમાં મેટ સેક્શનમાં એક હોદ્દા પર અધિકારી તરીકે નોકરી કરે છે. લગ્નના બીજા જ દિવસથી યુવતીનો પતિ કામકાજને લઇને વાંક ગુના કાઢી શંકાઓ રાખી તેની સાથે ઝઘડો કરતો અને માર પણ મારતો હતો.

આ પણ વાંચો: ભાજપની સૌથી યુવા મહિલા ઉમેદવાર છે ડો.પાયલ કુકરાણી

બાદમાં તારા પિતાના ઘરેથી કાંઇ લાવી નથી, અધિકારીના ઘરમાં તો છોકરીઓ કેટલા બધા રૂપિયા લઇને આવે છે જા તું પણ લઇ આવ તેમ કહી માનસિક શારિરીક ત્રાસ આપવા લાગ્યો હતો. લગ્નના દોઢક વર્ષ બાદ યુવતીએ પુત્રને જન્મ આપતા તે તેના ભવિષ્ય માટે પતિનો ત્રાસ સહન કરતી હતી. યુવતીના ફોન પર તેના માતા પિતાનો ફોન આવે તો પણ પતિ શંકાઓ રાખી વાત કરવા દેતો નહિ. તારા માતા પિતા સાથે વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ યુવતીનો પતિ આપતો હતો.

આ પણ વાંચો: બધા પીવાનાં પાણી માટે ફાંફા મારે પણ આ કુંટુંબ નિરાંતે જીવે છે

વર્ષ 2021માં યુવતીના પિતાનું અવસાન થતા તેની માતા એકલી પડી જતા આ યુવતી તેની માતા સાથે રહેવા લાગી ત્યારે તેનો પતિ ત્યાં જઇને પણ ઝગડા કરતો હતો. વર્ષ 2022ની નવા વર્ષની ઉજવણી માટે યુવતીનો પતિ ગાંધીનગર લઇ ગયો હતો ત્યાં મારી સાથે રહેવું છે કે નહિ તેમ કહી બબાલ કરી હતી. જેથી યુવતી તેની માતા પાસે જઇને રહેવા લાગી હતી. એક દિવસ યુવતીનો પતિ યુવતીની માતાના ઘર પાસે જઇ દરવાજે છુટાછેડાના કાગળો નાખી જતો રહ્યો હતો.



આટલું જ નહિ, યુવતીની જાણ બહાર તેના પુત્રને સ્કુલેથી પણ તે લઇ જતો હતો. આમ આટલો ત્રાસ સહન કર્યા બાદ યુવતીથી સહન ન થતા તેણે પોલીસને અનેક અરજીઓ કરી હતી. જે આધારે પોલીસે હવે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन