Home /News /ahmedabad /અમદાવાદ: પિયર ન લઇ જતા પત્નીએ પતિને અડધી રાત્રે મારી દીધી ઇંટ, આપી વિચિત્ર ધમકી

અમદાવાદ: પિયર ન લઇ જતા પત્નીએ પતિને અડધી રાત્રે મારી દીધી ઇંટ, આપી વિચિત્ર ધમકી

નરોડા પોલીસ સ્ટેશન

Ahmedabad News: આ વખતે થોડો જ માર્યો છે હવે પિયર નહિ લઇ જાય તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપનાર પત્ની સામે નોંધાઇ ફરિયાદ

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરમાં રહેતા એક યુવકે હજુ તો થોડા મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ ખુશીખુશી આ યુવક પત્નીને અમદાવાદ આવી રહેવા લાગ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી પત્ની પિયર જવા જીદ કરતી હતી. પણ યુવક પાસે પૈસા ન હોવાથી તે મનાઇ કરતો હતો. જેથી પત્ની પણ તે વાતને લઇને બબાલ કરતી હતી. ગઇકાલે કામધંધેથી આવીને યુવક થાક્યો પાક્યો ઉંઘી ગયો હતો. ત્યારે જ રણચંડી બનેલી પત્નીએ અડધી રાત્રે ઉંઘમાં રહેલા પતિને ઇંટ મારી દીધી હતી. બાદમાં પત્નીએ ધમકી આપતા સમગ્ર મામલે યુવકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મુળ ઉત્તરપ્રદેશનો અને હાલ નરોડામાં રહેતો 25 વર્ષીય યુવકે છ મહિના પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે તેની પત્ની સાથે અમદાવાદ આવીને રહેવા લાગ્યો હતો. છેલ્લા ઘણાં દિવસથી આ યુવકની પત્નીએ પિયર જવાની જીદ કરી હતી. પણ યુવકે તેની પાસે પૈસા ન હોવાથી બાદમાં જવાનું કહ્યું હતું. જેના કારણે પત્ની તેની સાથે બરાબર બોલતી નહોતી.  ત્યારે પતિ પત્ની વચ્ચે ઝઘડો અને બોલાચાલી પણ થઇ હતી.

આ પણ વાંચો:  પહેલા તબક્કાની આ છ બેઠકો પર ઉમેદવાર નથી કર્યા જાહેર

ગઇકાલે આ યુવક તેના કામથી હિંમતનગર ગયો હતો અને ત્યાંથી રાત્રે આવી આ યુવક સુઇ ગયો હતો. ત્યારે ભરરાત્રે પોણા બે વાગ્યે આ યુવક ઉંઘમાં હતો ત્યારે જ તેની પત્ની ઇંટ લઇને આવી અને આ યુવકને મોઢા પર મારી દીધી હતી. જેથી આ યુવક જાગી ગયો હતો ત્યારે પત્નીએ કેમ મારા પિયર મને નથી લઇ જતો તેમ કહી બબાલ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ પંચાલ સિવાય બધા કપાયા

બાદમાં આ વખતે તો માત્ર થોડો માર્યો છે પણ હવે પિયર નહિ લઇ જાય તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપતા યુવક પત્નીથી ગભરાઇ ગયો હતો. યુવકે ઇજાઓ થતા બુમાબુમ કરતા આસપાસમાંથી પાડોશીઓ આવી ગયા હતા.
" isDesktop="true" id="1281873" >



પાડોશીએ યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં મારામારીનો કેસ હોવાથી નરોડા પોલીસને જાણ થતાં નરોડા પોલીસે આ મામલે યુવકની તેની જ પત્ની સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन