Home /News /ahmedabad /અમદાવાદ: 'જ્યારે પણ પત્ની શાક લેવા જતી ત્યારે પડોશણ પતિ સાથે બેડરૂમમાં પહોંચી જતી'

અમદાવાદ: 'જ્યારે પણ પત્ની શાક લેવા જતી ત્યારે પડોશણ પતિ સાથે બેડરૂમમાં પહોંચી જતી'

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલા આઠેક મહિનાથી તેના પિયરમાં રહે છે

Ahmedabad News: પાડોશી યુવતી સાથે બીભત્સ મેસેજ પણ મહિલાને મળ્યા, એનિવર્સીએ પતિએ કહ્યું, આ મારા માટે મનહુસ દિવસ છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ તથા પતિની પ્રેમિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી પતિ અવાર નવાર મહેણાં મારી ત્રાસ આપતો હતો. તો સાથે જ પાડોશમાં રહેતી યુવતીને પણ પતિ સાથે બેડરૂમમાં આ મહિલાએ પકડી હતી. તો બંને વચ્ચેના બીભત્સ વોટ્સએપ મેસેજ પણ મહિલાએ જોયા હતા. જેથી કંટાળી આ તમામ લોકો સામે ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલા આઠેક મહિનાથી તેના પિયરમાં રહે છે. તેના બીજા લગ્ન વર્ષ 2017 માં વસ્ત્રાપુર ખાતે રહેતા એક યુવક સાથે આર્ય સમાજમાં થયા હતા. લગ્નના છ મહિના સુધી સાસરીયાઓએ તેને સારી રીતે રાખી હતી. વેકેશનમાં આ મહિલા પિયર ગયા બાદ પરત સાસરે આવતા તેના પતિના વર્તનમાં ફેરફાર લાગ્યો હતો. તેનો પતિ આ મહિલા સાથે વાતચીત કરતો નહીં અને આ મહિલાની પાડોશમાં રહેતી એક યુવતી અવારનવાર તેના ઘરે આવતી અને તેના પતિ માટે જમવાનું પણ બનાવતી હતી.

જેથી મહિલાએ સાસુને વાત કરતા તેઓએ જણાવ્યું કે તેનો પતિ આ પાડોશી યુવતીને બહેન માને છે. જ્યારે જ્યારે મહિલા અને તેની સાસુ શાક લેવા ગયા બાદ ઘરે પરત આવે ત્યારે પાડોશી યુવતી આ મહિલાના પતિ સાથે બેડ રૂમમાં બેઠેલી હતી. જે બાબતે મહિલાએ તેના પતિને વાત કરતા પતિએ બોલાચાલી ઝઘડો કરી બબાલ કરી હતી અને દારૂ પીને માર માર્યો હતો. આટલું જ નહીં મહિલાના સસરા પણ "મેં આખી જિંદગી દારૂ પીધો છે અને મારો દીકરો પણ દારૂ પીશે તને પોસાય તો રહેવાનું નહીંતર જતું રહેવાનું" તેમ કહી ગાળો બોલી માનસિક શારીરિક ત્રાસ આપતા હતા.

આ પણ વાંચો: મોરબી પુલ દુર્ઘટનામાં સૌથી મોટી કાર્યવાહી

મહિલાના નણંદ અને નણંદોઈ પણ મહેણાં મારી તારા રૂપ રંગમાં કોઈ ઠેકાણા તો છે નહીં અને મારો ભાઈ તો હીરો છે અગાઉની બે પત્નીઓ તો હિરોઈન જેવી હતી. મારા ભાઈએ તારી સાથે કેમ લગ્ન કર્યા એ સમજાતું નથી તેમ કહી નણંદોઈએ મારા સાળા માટે તો હું બીજી દેખાવડી છોકરી જોઈ રહ્યો છું તારી સાથે છૂટું કરી દેવાનું છે તેમ કહી અપમાન કરતા હતા.

આ પણ વાંચો: ગિરનાર પરિક્રમાર્થીઓ માટે રૂટ જાહેર

પાડોશી યુવતી આ મહિલાના ઘરે આવે ત્યારે તેની હાજરીમાં તેનો પતિ કહેતો કે "મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કે મેં તારી સાથે લગ્ન કર્યા મારી પથારી બહાર કરજે હું તારી સાથે બેડરૂમમાં સૂવાનો નથી" તેમ કહી ત્રાસ આપતો હતો. મહિલાએ જ્યારે તેની પહેલી મેરેજ એનિવર્સરી પતિને યાદ કરાવી તો તેના પતિએ કહ્યું કે, આ એનિવર્સરી નથી મારા માટે આ મનહુસ દિવસ છે. જેથી મહિલાએ પાડોશી યુવતીને કહ્યું કે મારું ઘર કેમ ભાંગે છે ત્યારે આ યુવતીએ જણાવ્યું કે, તું તો આજકાલની આવેલી છે મારે તારા પતિ સાથે પહેલાથી સંબંધ છે. જેથી મહિલાએ તેના પતિનો મોબાઇલ ફોન તપાસતા તેમાંથી પાડોશી યુવતી સાથેના ગંદા whatsapp મેસેજ મળી આવ્યા હતા.
" isDesktop="true" id="1278427" >જેથી મહિલાના પતિએ આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. સમગ્ર બાબતોથી કંટાળી મહિલાએ સાસરી પક્ષના છ સભ્યો અને પતિની પ્રેમિકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन