Home /News /ahmedabad /અમદાવાદ: પતિની પત્નીને ધમકી, 'લવર સાથે વાત કરવાની ના પાડીશ તો તારા હાથ તોડી નાખીશ'
અમદાવાદ: પતિની પત્નીને ધમકી, 'લવર સાથે વાત કરવાની ના પાડીશ તો તારા હાથ તોડી નાખીશ'
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad Crime news: પતિને પ્રેમિકા સાથે વાતચીત કરતા પત્ની જોઈ ગયી હતી. જેથી તેઓ બે બાળકોના બાપ છે અને આવા કામ સારા ન લાગે તેમ કહી સમજાવી પ્રેમિકા સાથે વાત ન કરવા માટે કહ્યું હતું.
અમદાવાદ: શહેરમાં ફરી એક વખત પતિ પત્ની ઔર વોનો કિસ્સો સામે આવ્યો છે. પતિ પ્રેમિકા સાથે વાત કરતો હતો તે દરમિયાન પત્ની જોઈ જતા તેણે બે બાળકોના બાપ છે અને આવા કામ સારા ન લાગે તેમ કહીને સમજાવી પ્રેમિકા સાથે વાતચીત ન કરવા કહેતા જ પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રેમિકા તેમજ તેના પતિ સાથે મળીને તેની પત્નીને માર માર્યો છે.
વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં જણાવ્યુ છે કે, 21મી ઓક્ટોબરના રાત્રિના 11:30 વાગ્યાની આસપાસ તે તેના પતિ અને બાળકો સાથે ઘરે હાજર હતી. તે દરમિયાન તેના પતિને પ્રેમિકા સાથે વાતચીત કરતા જોઈ ગયી હતી. જેથી તેઓ બે બાળકોના બાપ છે અને આવા કામ સારા ન લાગે તેમ કહી સમજાવી પ્રેમિકા સાથે વાત ન કરવા માટે કહ્યું હતું.
જે બાદ તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો બોલી ગડધાપાટુનો માર મારવા લાગ્યો હતો. તેમજ ધમકી આપી હતી કે, હવે પછી મને મારી લવર સાથે વાત કરવાની ના પાડીશ તો હું તારા હાથ તોડી નાખીશ.
જોકે, ત્યાર બાદ પ્રેમિકા અને તેનો પતિ પણ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો બોલીને ગળદા પાટુનો માર માર્યો હતો. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.