Home /News /ahmedabad /અમદાવાદની પરિણીતાની વ્યથા: લગ્નના પહેલા દિવસથી જ પતિ કરતો અકુદરતી સેક્સની માંગણી

અમદાવાદની પરિણીતાની વ્યથા: લગ્નના પહેલા દિવસથી જ પતિ કરતો અકુદરતી સેક્સની માંગણી

વર્ષ 2016માં આ યુવતી તેના પતિને બેંગ્લોર ખાતે કોમન મિત્ર મારફતે મળી હતી

Ahmedabad News: આરોપી પતિએ છુટાછેડાની નોટિસ મોકલાવતા યુવતી વિદેશમાં ફસાઇ ગઇ હતી. ત્યાં તેને સરકારની મદદ લેવી પડી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પતિ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ આક્ષેપ કર્યા છે કે, તેનો પતિ અવાર નવાર અકુદરતી સેક્સ કરતો હતો જેના લીધે તેને ખુબ જ શારિરીક માનસિક ત્રાસ પડતો હતો. એક દિવસ યુવતીના પતિએ છુટાછેડા માટે નોટિસ મોકલી હતી. જેથી તેને આઘાત લાગ્યો હતો અને બાદમાં તેની ઇમિગ્રેશન ફાઇલ માંથી સ્પોન્સરશીપ પણ પરત લઇ લેતા યુવતી બીજા દેશમાં આધાર વગર એકલી પડી ગઇ હતી. યુવતીને સરકારની મદદથી ભારતમાં પરત આવી જવુ પડ્યુ હતું.

યુવતીના લગ્ન જીવન દરમ્યાન પતિએ અવાર નવાર તેની સાથે મારી મરજી વિરુદ્ધ અકુદરતી સેક્સ એટલે કે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરાવડાવ્યું હતું. અવાર નવાર યુવતીને તેના પતિએ માર મારી ગાળાગાળી કરી માનિસક તેમજ શારીરીક ત્રાસ પણ આપ્યો હતો. યુવતીના સસરા પણ તેમના પુત્રની આ હરકતોમાં સાથ આપી યુવતીને ત્રાસ આપતા યુવતીએ બંને પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મુળ હરિયાણાની અને શહેરના પોશ વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય યુવતી હાલ તેના ભાઇ સાથે રહે છે અને ઘર કામ કરે છે. વર્ષ 2016માં આ યુવતી તેના પતિને બેંગ્લોર ખાતે કોમન મિત્ર મારફતે મળી હતી. બાદમાં તેનો પતિ ઓસ્ટ્રેલિયા ખાતે જતો રહ્યો હતો. જેથી બંને વચ્ચે સોશ્યલ મિડિયા મારફતે વાતચીત થતી હતી. બાદમાં તેનો પતિ પરત ભારત આવતા બંને વધુ નજીક આવેલા અને અવાર નવાર મળવાનું થયા બાદ લીવઇનમાં અમદાવાદ ખાતે રહેવા લાગ્યા હતા. બાદમાં બંનેએ લગ્ન કરવાનુ નક્કી કર્યું હતું પણ યુવતીના બીજા લગ્ન હોવાથી પતિના મા બાપ લગ્ન વિરુધ્ધ હોવાથી વર્ષ ૨૦૧૯માં કોર્ટ મેરેજ કરી લીધા હતા.

બાદમાં યુવતીના સાસુ સસરાને આ લગ્ન બાબતે જાણ થતા તેઓ અમદાવાદ ખાતેના મકાન ખાતે રહેવા આવી સસરાએ અવાર નવાર તેના પતિ ને ચઢામણી કરી હતી. સસરા આ યુવતીને કહેતા કે, તું મારા દીકરાને લાયક જ નથી અને તું ખુબજ કદ રૂપી છે. તેને બજારમાં ઉભી રાખીયે તો તારો ૧૦૦૦ ૫ણ ભાવ ન આવે તેમ કહી માનસિક રીતે હેરાન કરતા હતા. આટલું જ નહિં યુવતીનો પતિ લગ્નની શરુઆતથી તેની પાસે અવાર નવાર અકુદરતી સેક્સની માંગણી કરતો અને જબરદસ્તીથી મુખ મૈથુન તથા ગુદા મૈથુન કરાવતો હતો. તેનાથી યુવતીને ખુબજ શારિરીક તેમજ માનસિક ત્રાસ થતો પણ તેના આ બીજા લગ્ન હોવાથી લગ્ન જીવન ફરીથી ખરાબ ન થાય તે કારણોથી આ બધું સહન કરતી હતી. પરંતુ ઘણો સમય વિતિ જવા છતાં તેનો પતિ કુદરતી સેક્સ ક્યારેક જ કરતો અને અકુદરતી સેક્સની માંગણીઓ સંતોષતો હતો અને જો યુવતી તેના માટે તૈયાર ન થાય તો છુટાછેડા આપવાની ધમકીઓ આપતો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં નલિયાનું તાપમાન કેમ સૌથી નીચું રહે છે?

થોડા વર્ષો બાદ બંને પતિ પત્ની ઓસ્ટ્રેલિયા ખાતે રહેવા જતા રહ્યા હતા અને થોડા સમય બાદ ફરીથી પતિએ તેની હરકતો સુધારી નહોતી અને ત્યાં પણ અકુદરતી સેક્સ કરી તેની ઇચ્છા પુરી કરતો હતો. બાદમાં કોઇ ને કોઇ વાતે ઉશ્કેરાઇ જઇ પતિ માર મારતો હતો. પતિ દ્વારા થયેલા અત્યાચાર બાબતે યુવતીએ તેના સાસુ સસરાને વાત કરતા સસરાએ તેને કહ્યું કે, તારી સાથે આવું જ વર્તન શરૂઆતથી જ થવું જોઇતું હતુ. થોડા મહિના પહેલા યુવતીને તેના પતિએ છૂટાછેડા માટે નોટિસ મોકલેલ હતી.  જેથી તેને આઘાત લાગ્યો અને બાદમાં તેની ઈમિગ્રેશન ફાઇલમાંથી સ્પોન્સરશીપ પણ પરત લઇ લેતા તે બીજા દેશમાં આધાર વગ૨ એકલી પડી ગઇ અને સરકારની મદદથી ભારતમાં પરત આવી જવુ પડ્યુ હતુ.યુવતીના આ બીજા લગ્ન હોવાના કારણે ઘર ન ભાંગે તે માટે પતિ સાથે સમાધાનની કોશિષ કરી હતી. પતિએ અવારનવાર ઓસ્ટ્રેલિયા લઇ જશે તેમ કહ્યુ હતું. પણ બાદમાં ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરેલાની નોટિસ મળતા યુવતીને આઘાત લાગતા તે ડિપ્રેશન માં જતી રહી હતી અને શું કરવુ તેની સમજ પડતી નહોતી. જેથી બાદમાં માતા પિતા સાથે વાતચીત થતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन