Home /News /ahmedabad /અમદાવાદ: 'તું અભાગણી છું, તે જ દીકરીને મારી નાંખી છે,' પતિ અને સાસરિયાઓ સામે પરિણીતાની ફરિયાદ

અમદાવાદ: 'તું અભાગણી છું, તે જ દીકરીને મારી નાંખી છે,' પતિ અને સાસરિયાઓ સામે પરિણીતાની ફરિયાદ

પરિણીતાની પ્રતિકાત્મક તસવીર

હાલ પરિણીતા પોતાની બેહનના ઘરે રહીને નર્સિંગનો અભ્યાસ કરે છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: શહેરના સરખેજ પોલીસ વિસ્તારમાં એક એવી ઘટના બની જેમાં એક પરિણીતાની એવી હાલત કરી દેવામાં આવી કે,  છેલ્લે તેને પોલીસનો સહારો લેવો પડ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. વિગતવાર વાત કરીએ તો, એક મહિલાના લગ્ન વર્ષ 2019 માં પાટડીમાં રહેતા યુવક સાથે થયા હતા. થોડા મહિના ત્યાં રહ્યા પછી પરિણીતા પોતાના પતિ સાથે અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેવા માટે આવી ગઈ હતી.

એક દિવસ પરિણીતાને સવારે ઉઠવા મોડું થઈ જતા પોતાના પતિનું ટિફિન ના બનાવી શકી જેને કારણે પતિએ ઝઘડો કર્યો હતો. જોકે પરિણીતાએ આ મામલે સાસુ સસરાને વાત કરતા તે લોકોએ પુત્રનો પક્ષ લઈ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. સાસુ ત્યાર બાદ રોજ સવારે વીડિયો કોલ કરીને ટિફિન બનાવ્યુ છે કે કેમ તે ચેક કરતા અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ કરી દીધુ હતુ.

ફરિયાદી ગર્ભવતી થતાં તેમની દવા ચાલુ હતી. જોકે ફરિયાદીને ડિલિવરી સમયે વધુ બ્લિડિંગ થતાં હાલત બગડી ગઈ હતી. જોકે, ફરિયાદીએ પુત્રીને જન્મ આપ્યો હતો. ફરિયાદીની હાલત વધુ ખરાબ થતાં ખાનગી હોસ્પિટલમાંથી એસવીપીમાં દાખલ કરવામાં આવી અને ત્યાં બાળકીનું મોત થયુ હતુ.

આ પણ વાંચો : ભાજપ પૂર્વ મીડિયા કન્વેનર કિશનસિંહ સોલંકી સસ્પેન્ડ

નોંધનીય છે કે, ફરિયાદીનું ગર્ભાશય પણ કાઢી નાખવામાં આવ્યુ હતુ. 2 મહિના બાદ ફરિયાદીને રજા આપવામાં આવી પરંતુ ત્યાર બાદથી ફરિયાદીની જીંદગી નર્ક કરી દીધી હતી. તું અભાગણી છો તે તારી દીકરીને મારી નાખી છે.

આ પણ વાંચો : આ મંદિરમાં ભક્તોને થાય છે મા ના ત્રણ સ્વરૂપના દર્શન

સારવારમાં 10 લાખ ખર્ચો થયો છે. આવી બધી વાતો બોલીને હેરાન કરવામાં આવતી હોય છે. તું ફરી માં નહિ બની શકે જેથી તું છૂટાછેડા લઈ લે તેવી બધી વાતો કહીને હેરાન પરેશાન કરવામાં આવતુ હતુ.હાલ ફરિયાદી પોતાની બેહનના ઘરે રહી ને નર્સિંગનો અભ્યાસ કરે છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन