Home /News /ahmedabad /લો બોલો!!! ત્રણ દીકરીઓનો વિચાર કર્યા વગર પતિએ જ પત્નીને ભાડુઆત કહી દીધી, દાદરો ઉતરીને જવાનું કહી ફટકારી

લો બોલો!!! ત્રણ દીકરીઓનો વિચાર કર્યા વગર પતિએ જ પત્નીને ભાડુઆત કહી દીધી, દાદરો ઉતરીને જવાનું કહી ફટકારી

ખાડિયા પોલીસ સ્ટેશન

"હું મારી છોકરીઓ માટે તો રહું ને" તેમ કહેતા તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પટ્ટો કાઢીને યુવતીને ખૂબ જ માર માર્યો હતો.

અમદાવાદ: શહેરમાં રહેતી 40 વર્ષીય યુવતીએ તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીનો પતિ છેલ્લા ઘણા સમયથી તેને માનસિક શારીરિક ત્રાસ આપતો હતો અને પિયરજનો સાથે પણ સંબંધ ન રાખવા ત્રાસ આપતો હતો. પતિ યુવતીને અવારનવાર નાની નાની બાબતોમાં બોલાચાલી કરી ઢોર માર મારતો હતો. એક દિવસ પતિએ તેને પટ્ટાથી માર મારી ઘરના દાદરા ઉતરી જા તેમ કહી તેને નીકળી જવા કહ્યું હતું. પરંતુ યુવતીએ તેની દીકરીઓનો વિચાર કરી ઘરમાં રહે છે તેમ કહેતા તેનો પતિ આવેશમાં આવી ગયો હતો અને ફરી તેને ફટકારી હતી. સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના ખાડીયા વિસ્તારમાં આવેલી એક પોળમાં રહેતી 40 વર્ષીય યુવતી ત્રણ દિવસથી તેની માતાના ઘરે રહે છે. વર્ષ 2001માં આ યુવતીએ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, બાદમાં પતિ સાથે રહેવા ગઈ હતી. જ્યાં તેના પતિથી તેને સંતાનમાં ત્રણ દીકરીઓ જન્મી હતી. યુવતીની સાસુનું આઠેક મહિના પહેલા અવસાન થયું હતું અને યુવતીનો દિયર વાસણા ખાતે અલગ રહે છે. યુવતીએ લગ્ન કર્યા બાદ તેના પતિએ શરૂઆતના પાંચેક વર્ષ સુધી તેને સારી રીતે રાખી હતી.

બાદમાં તેનો પતિ નાની નાની બાબતે ઉશ્કેરાઈ ગંદી ગાળો બોલી માર મારતો હતો. પરંતુ ઘર સંસાર ન બગડે તે માટે યુવતી આ તમામ ત્રાસ સહન કરતી હતી. પરંતુ દિવસે ને દિવસે તેના પતિ નો સ્વભાવ ખૂબ જ ચીડીયાતો થઈ ગયો હતો અને યુવતીને શારીરિક માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. યુવતીનો પતિ માતા અને ભાઈ ભાભી સાથે રહેવા કે બોલવા પણ નહોતો દેતો. જેના કારણે યુવતી પિયરમાં ખૂબ ઓછું જતી હતી.

અમરેલીના સાંસદને આવ્યો યુવતીનો અશ્લીલ વીડિયો કોલ

થોડા દિવસ પહેલા ગણપતિ વિસર્જનના દિવસે યુવતીનો પતિ સામાજિક બાબતને લઈને માર મારવા લાગ્યો હતો. થોડા દિવસ પહેલા આ યુવતી ઘરે એકલી હતી અને તેની ત્રણેય દીકરીઓ કોલેજ અને સ્કૂલે ગઈ હતી તે વખતે તેની દીકરી યુવતીના ભાઈના ઘરે રક્ષાબંધનના દિવસે રાખડી મૂકીને આવી હતી. તે રાખડી યુવતીના ભાઈએ બાંધી નહોતી તે વાતને લઈ યુવતીના પતિએ કહ્યું કે, કેમ તારા ભાઈએ મારી છોકરીઓનું રાખ્યું નહીં? આ જ બાબતને લઈને યુવતી સાથે તેના પતિ આખો દિવસ ઝઘડો કરી માનસિક ત્રાસ આપી લાફા મારી પટ્ટા વડે માર માર્યો હતો.

ભાઈઓએ માતાના નગ્ન ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દીકરી પર પણ દુષ્કર્મ આચર્યુ

બીજા દિવસે યુવતી અને તેનો પતિ ઘરે એકલા હતા તે દરમિયાન સવારના પોરમાં યુવતીના પતિએ "તું હવે ઘરેથી નીકળી જા, મારે તને રાખવી નથી, તારે મરવું છે કે જીવવું છે? તારે જીવવું હોય તો ઘરનો દાદરો ઉતરી જા શું કામ મારા હાથનો માર ખાય છે. તું ઘરમાં ભાડુઆત છે તું ક્યારે નીકળે છે ઘરમાંથી. તેમ કહેતા યુવતીએ હું ક્યાં જાવ હું મારી છોકરીઓ માટે રહું છું તમે મને બોલાવો કે ના બોલાવો હું મારી છોકરીઓ માટે તો રહું ને" તેમ કહેતા તેનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પટ્ટો કાઢીને યુવતીને ખૂબ જ માર માર્યો હતો.
" isDesktop="true" id="1255457" >

ગાળો બોલી યુવતીના પતિએ પોલીસને તો મારા ખિસ્સામાં રાખું છું તેમ કહી માનસિક શારીરિક ત્રાસ આપતા યુવતી કંટાળીને આણંદ ખાતે સ્વામિનારાયણ મંદિર વડતાલ કોઈને કહ્યા વગર જતી રહી હતી. એક દિવસ પછી પરત આવી તેની માતાના ઘરે જતી રહી હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ પતિના ત્રાસમાંથી છૂટવા માટે પોલીસ ફરિયાદ આપતા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन