Home /News /ahmedabad /લગ્ન પ્રસંગે રસોઇ બનાવવાની જગ્યા નહીં આપતા મહિલાઓ કર્યો પથ્થરમારો, એક મહિલા થઈ ઘાયલ
લગ્ન પ્રસંગે રસોઇ બનાવવાની જગ્યા નહીં આપતા મહિલાઓ કર્યો પથ્થરમારો, એક મહિલા થઈ ઘાયલ
પથ્થરમારામાં એક મહિલા ઘાયલ
Ahmedabad: શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી મોહનલાલની ચાલીમાં રહેતી મહિલાઓ પર અંસારી પરિવારે પથ્થમારો કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. મોહનલાલની ચાલીમાં લગ્ન પ્રસંગ હોવાથી તમામ મહિલાઓ એક મકાન પાસે રસોઇ બનાવવા માટે ગયા હતા.
અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી મોહનલાલની ચાલીમાં રહેતી મહિલાઓ પર અંસારી પરિવારે પથ્થમારો કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. મોહનલાલની ચાલીમાં લગ્ન પ્રસંગ હોવાથી તમામ મહિલાઓ એક મકાન પાસે રસોઇ બનાવવા માટે ગયા હતા. અંસારી પરિવારે રસોઇ બનાવવાની જગ્યા નહી આપતા મહિલાઓ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાઓની એક નહી માનતા અંસારી પરિવારે પથ્થરમારો શરુ કરી દીધો હતો જેમાં એક મહિલાને ઇજા થઇ હતી.
પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાઈ
ગોમતીપુર વિસ્તારમાં આવેલા મોહનલાલની જુની ચાલીમાં રહેતા આધેડ મરીયમબીબી શેખે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા સાજેદાબાનું અંસારી, રેશ્માબાનુ અંસારી અને રીયાજુદ્દીન અંસારી વિરૂદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે મોહનલાલની જૂની ચાલીમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે તે સાજેદાબાનુ અંસારીના મકાનમાં રસોઇ બનાવવા જતા હતા. આજે ચાલીમાં સાજીદભાઇની દીકરીના લગ્ન હતા જેથી મરીયમબીબી રસોઇ બનાવવા માટે સાજેદાબાનુના ઘરે ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, સાજેદાબાનુએ રસોઇ કરવાનો ઇન્કાર કરતા મરીયમબીબી સહિતની અડોશપડોશની મહિલાઓ તેમને સમજાવવા માટે ગયા હતા. સાજેદાબાનુએ રસોઇ બનાવવા માટેની જગ્યા આપવાની ના પાડી દીધી હતી. રસોઇ બનાવવાથી ગંદકી બહુ થતી હોવાથી સાજેદાબાનુએ જગ્યા આપવાની ના પાડી હતી. મરીયમબીબીએ સાજેદાબાનુ સાથે દલીલો કરતા તે ઉશ્કેરાઇ હતી અને ગાળો બોલવા લાગી હતી. દરમિયાનમાં સાજેદાબાનુના પતિ રીયાજુદ્દીન અંસારી અને દિકરી રેશ્માબુન પણ ગાળો બોલવા લાગ્યા હતા અને છુટ્ઠા પથ્થરમારો કરવા લાગ્યા હતા.
નોંધનીય છે કે, પથ્થરમારામાં મરીયમબીબીને માથમાં પથ્થર વાગતા ઇજાગ્રસ્ત થયા હતા અને જમીન પર ઢળી પડ્યા હતા. પડોશી મહિલાઓ મરીયમબીબીને સારવાર માટે લઇ ગયા હતા. મરીયમબીબીએ આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં પોલીસે પતિ પત્નિ અને પુત્રી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તપાસ બાદ સમગ્ર મામલે ખુલાસો સામે આવી શકે છે.