Home /News /ahmedabad /અમદાવાદ: બુકીઓની ધમકીથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, લોકોએ બચાવ્યો

અમદાવાદ: બુકીઓની ધમકીથી યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, લોકોએ બચાવ્યો

આપઘાતનાં પ્રયાસ બાદનો વીડિયો.

Ahmedabad News: અમદાવાદ પોલીસનાં જણાવ્યા પ્રમાણે, વિપુલનું મકાન આ લોકો પાસે ગિરવે મુકાવીને પૈસા લીધા હતા. જેની ઉઘરાણી માટે આ લોકો વિપુલને હેરાન પરેશાન કરતા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: શહેરનાં નહેરુબ્રિજ પરથી યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, આસપાસનાં સતર્ક લોકો અને વાહન પરથી જઇ રહેલા લોકોએ યુવકને બચાવી લીધો હતો. વ્યાજખોરોના ત્રાસથી આપઘાતના પ્રયાસનો આરોપ કરવામાં આવ્યો છે. યુવકને પોલીસને સોંપાયો છે જે બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.

    આ યુવકને લોકોએ નવરંગપુરા પોલીસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની પૂછપરછ કરતા તેનું નામ વિપુલ વિક્રમભાઈ વ્યાસ હોવાનું જાણવા મળ્યું હતું. તે વ્યક્તિ ઓઢવમાં રહે છે. વિપુલે ક્રિકેટ સટ્ટાના બુકી જિતુ થરાદ, સંદીપ ગુપ્તા, કમલેશ જૈન અને વિકી ગુપ્તા વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પૈસાની ઉઘરાણી માટે ધાકધમકી આપીને હેરાન કરતા હોવાની અરજી આપી હતી.

    આ પણ વાંચો: આજે અમદાવાદ સહિત આ વિસ્તારોમાં પડશે હાડ થીજવતી ઠંડી

    પોલીસે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, કમલેશને રૂ.1 કરોડની જરૂર હોવાથી તેણે વિપુલનું મકાન આ લોકો પાસે ગિરવે મુકાવીને પૈસા લીધા હતા. જેની ઉઘરાણી માટે આ લોકો વિપુલને હેરાન પરેશાન કરતા હતા. આ અંગે નવરંગપુરા પીઆઈ એ. એ. દેસાઈએ જણાવ્યું હતું કે, વિપુલનું મકાન ગિરવે મૂકી જે પૈસા આવ્યા હતા તેમાંથી વિપુલને માત્ર 21 લાખ જ મળ્યા હતા. જ્યારે બાકીના પૈસા કમલેશ જૈને લઇ લીધા હતા.



    આ ઉપરાંત વિપુલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં જે ચાર લોકો સામે અરજી કરી છે, તે તમામ ક્રિકેટ મેચ સહિતના સટ્ટાના મોટા બુકી છે. આથી સીધી કે આડકતરી રીતે વિપુલ પણ સટ્ટાના ધંધામાં સંકળાયેલો હોવાનું પોલીસે જણાવ્યુ છે.



    જોકે વિપુલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાથી ત્યાં ગુનો નોંધ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, આપઘાત, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन