Home /News /ahmedabad /સ્ત્રી મિત્ર સાથે ઉછીના બે લાખનાં ચક્કરમાં યુવકે ગુમાવ્યો જીવ, અમદાવાદની ઘટના જાણી ચોંકી જશો

સ્ત્રી મિત્ર સાથે ઉછીના બે લાખનાં ચક્કરમાં યુવકે ગુમાવ્યો જીવ, અમદાવાદની ઘટના જાણી ચોંકી જશો

મેઘાણીનગર પોલીસ સ્ટેશન

Ahmedabad News: સ્ત્રી મિત્ર અને તેનો પતિ તથા મિત્ર અને તેના બે દીકરાઓ મૃતકે પૈસા આપી દીધા હોવા છતાં કોરા ચેક ન આપી ખોટ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા યુવકે આપઘાત કર્યો હતો

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ મેઘાણીનગરમાં રહેતા એક સિનિયર સિટીઝનના એકના એક પુત્રએ ઉછીના લીધેલા રૂ. 2 લાખ ચૂકવી દીધા હોવા છતાં સામેવાળાઓએ બ્લેકમેઈલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા તેણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. સ્યુસાઈડ નોટના આધારે તેના પિતાએ એક મહિલા સહિત પાંચ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

ગુજરાત હાઈસિંગ બોર્ડમાં રહેતા અશોક દેસાઈ (ઉ.70)ની ફરિયાદ મુજબ, તેમના પુત્ર પંકજભાઈએ ઓળખીતા પાસેથી હાથ ઉછીના રૂ.2 લાખ લીધા હતા, જે પરત ચૂકવ્યા પણ હતા. જોકે પૈસા આપ્યા બાદ સિકયોરિટી પેટે આપેલા કોરા ચેક પરત માગતા તેઓ આપતા ન હતા અને આરોપીઓ પૈકીની એક મહિલા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી.

મહિલાનો પતિ પણ અન્ય આરોપીઓ સાથે મળીને જાનથી મારવાની ધમકી આપતો હતો. ગત 30 નવેમ્બરે પંકજ દેસાઈએ ઘરમાં ઝેરી દવા પીધી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. પરિવારને ઘરમાંથી પંકજભાઈએ લખેલી ચીઠ્ઠી મળી હતી, જેમાં તેમના મરવા પાછળ યોગેશ સોલંકી, તેમના બે દીકરા, પ્રભાબેન પટેલ અને તેમના પતિ સુરેશ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસે તમામ 5 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આ તારીખોમાં કડકડતી ઠંડી વચ્ચે પડશે માવઠું?

ગુજરાત હાઈસિંગ બોર્ડમાં રહેતા અશોકભાઇ દેસાઈના પુત્ર પંકજભાઇના લગ્ન વર્ષ 2001માં થયા હતા અને વર્ષ 2008માં છુટાછેડા થયા હતા. પંકજભાઇ વોશિગ લીકવીડનો ધંધો કરતા હતા. પંકજભાઇને છેલ્લા ઘણા સમયથી પ્રભા નામની મહિલા સાથે સારા સંબંધો હતા. પ્રભાના પણ લગ્ન થઇ ગયા હોવાથી તે તેના પતિ સાથે રહેતી હતી.  છેલ્લા છ માસથી પંકજભાઇ અને પ્રભા વચ્ચે પૈસાની લેતીદેતી પણ થતી હતી. પંકજભાઇએ પ્રભા પાસે ઉછીના બે લાખ ધંધા માટે લીધા હતા જેની સામે કોરા ચેક પણ આપ્યા હતા. ત્યારબાદ પૈસા લીધાના દોઢક માસથી પંકજભાઇ ખુબ જ ટેન્શનમાં રહેતા હતા. પ્રભા અને તેનો કોઇ મિત્ર પૈસા બાબતે અવાર નવાર પંકજભાઇને ધમકાવતા હતા પણ પંકજભાઇ આ વાત કોઇને કરતા નહિ અને સુનમુન રહેતા  અને મનમાં ગુંચવાતા હતા.

આ પણ વાંચો: એક વૃક્ષમાંથી 6 લાખની આવક! કેવી રીતે થાય? 

ત્યારબાદ એક દિવસ પંકજભાઇએ તેના પિતાને તમામ વાતો કરી અને પ્રભા અને તેનો પતિ તથા મિત્ર અને તેના બે દીકરા પૈસા આપી દીધા હોવા છતાંય કોરા ચેક પરત ન આપી ખોટા કેસમાં ફસાવી દેવાની  અવાર નવાર ધમકી આપતા હતા. ગત 30મી નવેમ્બરના રોજ પંકજભાઇનો દીકરો માઉન્ટ ાબુ ફરવા ગયો ત્યારે તા.2 ડિસેમ્બરના રોજ પંકજભાઇએ ઝેરી દવા પી લીધી હતી. તેઓને વોમિટીંગ થતા સારવાર અર્થે ખસેડ્યા હતા.
" isDesktop="true" id="1295450" >

જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. બાદમાં તેમના રૂમમાંથી ખુરશી પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખાણ લખ્યુ હતું કે, હું પંકજ અશોકભાઇ દેસાઇ આત્યમહત્યા કરૂ છું, મારા મરવા પાછળના મુખ્ય આરોપી યોગેશ સોલંકી અને તેમના બે બાળકો, પ્રભા અને તેનો પતિ સુરેશ પટેલ છે. જેથી આ બાબતે હવે પોલીસે પાંચેય લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત

विज्ञापन
विज्ञापन