Home /News /ahmedabad /અમદાવાદમાં લુખ્ખાઓની દાદાગીરી વધી, 'હું કોલોનીનો દાદા છું, હું કહું એમ જ કરવાનું'

અમદાવાદમાં લુખ્ખાઓની દાદાગીરી વધી, 'હું કોલોનીનો દાદા છું, હું કહું એમ જ કરવાનું'

શહેર કોટડા પોલીસ સ્ટેશન ફાઇલ તસવીર

Ahmedabad crime news: જ્યાં હું અહીં કોલોની નો દાદા છું, હું કહું એમ તમારે કરવાનું, તેમ કહીને યુવકને છરીના ઘા મારી દીધાં છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાના ચક્કરમાં કેટલાક લોકો ગંભીર ગુનાઓેને અંજામ આપી દેતા હોય છે. જોકે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવીને કેટલાક અસામાજીક તત્વો પોતાના વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી સ્ટંટબાજી, ફાયરિંગ કે હથિયારો સાથે અનેક લોકોના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. પોલીસને આવા અસામાજીક તત્વો સામે સખ્ત કાર્યવાહી પણ કરી છે. જો કે આવો વધુ એક બનાવ શહેરના નરોડા રોડ પર બન્યો છે. જ્યાં હું અહીં કોલોની નો દાદા છું, હું કહું એમ તમારે કરવાનું, તેમ કહીને યુવકને છરીના ઘા મારી દીધાં છે.

નરોડા રોડ પર રહેતા અનીષ વાઘેલાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, રવિવારે બપોરના બારેક વાગ્યાની આસપાસ તેઓ તેમની કોલોનીમાં આવેલા દશામાંના મંદિર પાસે ઉભા હતાં. તે દરમિયાન દિપક ઉર્ફે લાલો તેમની પાસે આવ્યો હતો. અને કહેવા લાગ્યો હતો કે જા દુકાનેથી રજનીગંધા લઇ આવ. જેથી ફરિયાદીએ રજનીગંધા લઇને તેને આપી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં આ સપ્તાહમાં હવામાન કેવું રહેશે

આ દરમિયાન દિપકે ફરિયાદીનો કોલર પકડીને લાફો મારી દીધો અને બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો કે, 'હું અહીં કોલોનીનો દાદા છું, હું કહું એમ તમારે કરવાનું.' આવી કહીને લાતો મારવા લાગ્યો હતો. તેમજ તેની પાસે રહેલા ચપ્પાથી ગાલ અને ગળાની જમણી બાજુ ઘા મારતા ફરિયાદીને લોહી વહેવા લાગતા તે ચક્કર ખાઇને નીચે પડી ગયા હતા. જોકે તેમના પત્ની ત્યાં આવી પહોચતાં તેમણે ફરિયાદીને વધુ મારમાંથી છોડાવ્યા હતાં.

આ પણ વાંચો: પાળ ગામે લોકડાયરાની રમઝટ, રૂપિયાનો થયો વરસાદ

આ બન્યા બાદ પણ આરોપીએ ધમકી આપી હતી કે, આ બાબતે કોઇ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ. જોકે ફરિયાદી ને ખુબ જ લોહી નીકળતુ હોવાથી તેઓને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad news, Gujarat News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો