Home /News /ahmedabad /અમદાવાદ: ફિયાન્સ યુવતીને મળવા હોટલમાં આવ્યો, ચા પીવડાવી, ઉઠી ત્યારે શરીર પર ન હતા કપડાં

અમદાવાદ: ફિયાન્સ યુવતીને મળવા હોટલમાં આવ્યો, ચા પીવડાવી, ઉઠી ત્યારે શરીર પર ન હતા કપડાં

પ્રતિકાત્મક તસવીર (તસવીર: Shutterstock)

Ahmedabad Crime: આ યુવક આવ્યો અને વાતો કરતા કરતા આજે હું તને ચા બનાવીને પીવડાવીશ તેમ કહીને બે કપ ચા બનાવી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરમાં રહેતા એક યુવકે લગ્નની લાલચ આપી તાજ સ્કાયલાઇન હોટલમાં યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. મેટ્રિમોનિયલ સાઇટ  પર બંને યુવક યુવતી વચ્ચે પરિચય થયો હતો. બાદમાં પરિવારજનોએ મળીને સગાઇ પણ નક્કી કરી દીધી હતી. એકાદ માસ પહેલા યુવતી અમદાવાદ આવી ત્યારે તાજ સ્કાયલાઇન હોટલમાં રોકાઇ ત્યારે યુવક તેને ત્યાં મળવા ગયો અને કોઇ પીણું પીવડાવી બેહોશ કરી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં યુવતી હૈદરાબાદની હોવાથી ત્યાં ગઇ હતી અને પરિવારને આખી ઘટનાની જાણ કરતા ત્યાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ ત્યાંની પોલીસે ઝીરો નંબરથી ટ્રાન્સફર કરતા સરખેજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

મુળ કલકત્તાની એક યુવતી વર્ષ 2020માં હૈદરાબાદ ગઇ હતી. જ્યાં આ યુવતી રહીને નોકરી કરવા લાગી હતી. અમદાવાદના સરસપુર ખાતે રહેતા એક યુવક સાથે લગ્ન માટે યુવતીના માતા પિતાએ મિટીંગ નક્કી કરી હતી. જે મિટીંગમાં આ યુવતી અને યુવકની સગાઇ નક્કી થઇ હતી.  બાદમાં યુવતીના પરિવારજનોને યુવકના પિતાએ અમદાવાદ આવવા આમંત્રણ આપ્યું હતું. જે આમંત્રણ પર યુવતીના પરિવારજનો અમદાવાદ ખાતે રહેતા યુવકના ઘરે ગયા હતા. જ્યાં તેઓએ આ યુવકને 11,786 રૂપિયા શગુનના આપ્યા હતા.

આ પણ વાંચો : મહેશ વસાવાએ ફોર્મ પરત ખેંચ્યુ, પિતાને આપશે સમર્થન

બાદમાં યુવતી આઇ.આઇ.એમ ખાતે એક સેમિનારમાં ગઇ હતી. આ યુવતીએ સિંધુભવન પર આવેલી તાજ સ્કાયલાઇન હોટલમાં રૂમ લઇ ચેકઇન કર્યું હતું. જ્યાં આ યુવક યુવતીને મળવા આવ્યો અને બાદમાં હવે તું મારી પત્ની થવાની છે તેમ કહી ડિનર ડેટની ઓફર કરી હતી. બાદમાં બંને બહાર જઇને પરત આવ્યા હતા. ત્યારે યુવતીએ પોતાને  ડોક્યુમેન્ટેશનનું કામ હોવાનું કહી યુવકને જવાનું કહેતા તે ત્યાંથી નીકળી ગયો હતો.

આ પણ વાંચો: 'કાર્યકર્તાઓને હાથ લગાડ્યો તો ઘરમાં ઘૂસીને ગોળી મારી દઇશ'

બાદમાં બીજા દિવસે આ યુવક આવ્યો અને વાતો કરતા કરતા આજે હું તને ચા બનાવીને પીવડાવીશ તેમ કહીને બે કપ ચા બનાવી હતી. બાદમાં ચા પીતા જ યુવતીને માથામાં દુખાવો શરૂ થયો અને ચક્કર આવવા લાગ્યા હતા. જેથી યુવકે સ્ટ્રેસ ના લીધે આવું થતું હશે તેમ કહી આરામ કરવા સલાહ આપી હતી. બાદમાં આ યુવતીને ઘેન ચઢતા જ બેભાન થઇ ગઇ અને જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેના શરીર પર એક પણ કપડા નહોતા. તેની સાથે શું ઘટના બની તેની તેને જાણ થઇ ગઇ અને તે રડવા લાગી અને બુમો પાડવા લાગી હતી.
" isDesktop="true" id="1285582" >

ત્યારે યુવકે કાંઇ ખોટુ નથી કર્યું કહીને હવે પતિ પત્ની થવાના છીએ તેમ કહી કાંઇ ખોટુ નથી કર્યું તેમ કહેતા જ યુવતીને ખરાબ લાગ્યુ હતુ. જેથી બાદમાં યુવતીએ આ યુવકને તેના માતા પિતાને વાત કરી લગ્નની તારીખ નક્કી કરવાનું કહેતા યુવકે આજે જ વાત કરવાનો વાયદો કરી શારિરીક સંબંધ બાંધ્યા હોવાની વાત કોઇને ન કહેવા યુવતીને કહ્યું હતું.બાદમાં લગ્નની તારીખ બાબતે યુવક સરખી વાત ન કરી યુવતીની ઇગ્નોર કરી હતી. જેથી આ યુવતીએ આખી ઘટનાની જાણ તેની બહેનને કરી હતી. યુવકના પિતાએ પણ લગ્નની મનાઇ કરી દેતા યુવતી ડિપ્રેશનમાં આવી ગઇ અને તેણે ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની ફરિયાદ યુવતીએ અન્ય રાજ્યમાં કરતા તે પોલીસે સરખેજ પોલીસસ્ટેશનની હદમાં ગુનો બન્યો હોવાથી ફરિયાદ ટ્રાન્સફર કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन