Home /News /ahmedabad /અમદાવાદઃ છૂટાછેડા બાદ પ્રેમી સાથે ભાગવા યુવતીએ ઘરમાં કર્યો વિચિત્ર કાંડ, પિતાએ જ નોંધાવી ફરિયાદ

અમદાવાદઃ છૂટાછેડા બાદ પ્રેમી સાથે ભાગવા યુવતીએ ઘરમાં કર્યો વિચિત્ર કાંડ, પિતાએ જ નોંધાવી ફરિયાદ

સરખેજ પોલીસ સ્ટેશન

Ahmedabad Crime: અમદાવાદ: છૂટાછેડા બાદ પ્રેમી સાથે લગ્ન કરવા યુવતીએ ભારે કરી, પિતાને જ બનાવ્યા શિકાર

અમદાવાદઃ શહેરમાં રહેતા એક આધેડે તેમની જ દીકરી અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. ઘટના એમ બની હતી કે, આ આધેડની દીકરીએ છૂટાછેડા લીધા હતા. બાદમાં તે તેના પિયર આવીને રહેતી હતી, પણ બાદમાં એક દિવસ આ આધેડના બેન્ક એકાઉન્ટમાંથી નાણા ઉપડી ગયા હોવાનું તેમના ધ્યાને આ્વ્યુ અને બેંકમાં તપાસ કરતા એટીએમ કાર્ડથી નાણા ગયા હોવાનું સામે આવ્યું હતું. ઘરમાંથી કાર્ડ ન મળતા તપાસ કરી તો કાર્ડ તેમની જ દીકરીએ ચોરી કરી તેના પ્રેમીને આપ્યું હતું અને પ્રેમીએ આ પૈસા ઉપાડ્યા હતા. સાથે જ બંને  લગ્ન કરવાના ઇરાદેથી ભાગી પણ ગયા હતા. સમગ્ર બાબતે પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

છૂટેછેડા બાદ યુવતીના કરતુત

શહેરના સરખેજમાં રહેતા 47 વર્ષીય આધેડ કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને પરિવારમાં પત્ની, બે દીકરા અને બે દીકરીઓ છે. બંને દીકરીઓના લગ્ન શેલા ગામ ખાતે રહેતા યુવકો સાથે કરાવ્યા હતા. જોકે, તેમાંથી એક દીકરીને સાસરે પતિ સાથે ન ફાવતા વર્ષ 2022માં તેણે છૂટાછેડા લીધા હતા. આ દરમિયાન થોડા દિવસ પહેલા આ આધેડના બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપડી જતા તેમણે પોલીસને અરજી આપી હતી.

આ પણ વાંચો: હવે એન્જિનિયરિંગ માતૃભાષામાં, ગુજરાતીમાં અનુવાદ કરવા GTUના અધ્યાપકોની મહેનત રંગ લાવી

એટીએમ કાર્ડ યુઝ ન કરવા છતાં કોણે ઉપાડ્યા પૈસા?

જે અરજી બાબતે પોલીસે તપાસ કરી તો આ આધેડએ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા બાદ તેઓને એટીએમ કાર્ડ આપ્યું હતું, પણ તેનો ઉપયોગ ન ફાવતો હોવાથી તેઓએ આ એટીએમ કાર્ડ ઘરે રાખી મૂક્યુ હતું. ગત જુલાઇ માસમાં આધેડને બેન્કમાંથી રૂપિયા ઉપડી જવાનો મેસેજ આવ્યો હતો. જે મેસેજ તેમણે દીકરાને બતાવ્યા બાદ તેઓ રૂપિયા ન ઉપાડ્યા હોવા છતાં બેલેન્સ કટ થયું હોવાથી બેન્કમાં તપાસ કરવા ગયા હતા.  જ્યાં તેમના ખાતામાં 13 લાખ જેટલી રકમ હતી અને 2.68 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું સામે આવ્યું હતું. બેન્કમાંથી જાણવા મળ્યું કે 2.68 લાખ રૂપિયા એટીએમ મારફતે ઉપડી ગયા છે. ત્યારે આધેડે તેઓ એટીએમ કાર્ડ વાપરતા ન હોવાનું કહેતા આધેડે ઘરે એટીએમ કાર્ડની તપાસ કરી હતી. ત્યારે કાર્ડ ન મળી આવતા તેમની દીકરીએ જ આ કાર્ડ ચોરી કરી તેના પ્રેમીને આપ્યું હોવાની કબૂલાત કરી હતી.

લગ્ન કરવા પ્રેમીએ ઉપાડ્યા પૈસા

જેથી આરોપી દીકરીએ એટીએમ કાર્ડની ચોરી કર્યા બાદ તેના પ્રેમીએ લગ્ન કરવા આ એટીએમ કાર્ડથી 2.68 લાખની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આટલું જ નહીં, ફરિયાદી આધેડની દીકરી એટીએમ કાર્ડ ચોરી કરી તેના પ્રેમીએ રૂપિયા ઉપાડી લીધા બાદ લગ્ન કરવાના ઇરાદે ઘરેથી ભાગી જતા હવે સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन