Home /News /ahmedabad /ઘરના જ નીકળ્યા ઘાતકી! વહુએ કર્યો એવો કાંડ કે પિયર થયું માલામાલ

ઘરના જ નીકળ્યા ઘાતકી! વહુએ કર્યો એવો કાંડ કે પિયર થયું માલામાલ

ફાઇલ ફોટો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પતિએ પોતાની જ પત્ની સામે ચોરીનો ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્નીએ આશરે 11.25 લાખના દાગીના ચોરી પિયરભેગા કર્યા છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાની જ પત્ની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 33 વર્ષીય યુવક રખિયાલની એક ફેક્ટરીમાં નોકરી કરે છે. વર્ષ 2019માં બરવાળા ખાતે રહેતી એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવક તેના માતા-પિતા અને પત્ની સાથે રહેતો હતો. વર્ષ 2020માં યુવકની પત્નીનું સીમંત તેમના ઘરે કર્યુ હતું અને સીમંતના આશરે બે મહિના બાદ યુવકની માતાએ તેમના રુમની અંદરની તીજોરી ખોલીને જોતા તીજોરીમાંથી ત્રણ દાગીના જેમાં સોનાની ચેઇન, સોનાની વીંટી અને સોનાની લકી ગાયબ હતી.

યુવકની માતાને ત્રણ વસ્તુ ના મળતા તેણીએ યુવકની પત્ની, યુવક અને ઘરના અન્ય સભ્યોને આ અંગે જાણ કરી હતી. પરંતુ બે મહિના પહેલા જ ઘરમાં સીમંતના પ્રસંગમાં આશરે 200 જેટલા લોકો હોવાથી ક્યાંક જતા રહ્યા હશે તેવુ વિચારીને તે વાતને ત્યાં જ પતાવી દેવામાં આવી હતી. બાદમાં સોનાના દાગીના મુકવાનું લોકર લાવેલા અને તિજોરીમાં રાખેલા તમામ દાગીના લોકરમાં મુકી દીધા હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદ: ફિયાન્સ યુવતીને મળવા હોટલમાં આવ્યો, ચા પીવડાવી, ઉઠી ત્યારે શરીર પર ન હતા કપડાં

ત્યારબાદ વર્ષ 2021ના એપ્રિલ માસમાં ઘરની સાફ-સફાઈ દરમિયાન યુવકની માતાએ લોકર ખોલતા મુકેલા દાગીનામાંથી સોનાની ચેઇન તથા એક જાડા સોનાના પાટલા તેમજ બે વીંટી મળી આવી હતી. બીજા દિવસે ઘરમાં સાફ-સફાઈ કરતા સોનાની ચેઈન પણ પરત મળી ગઈ હતી. આ ઘટના બાદ યુવકની માતાને તેવું લાગ્યુ કે તેમના હાથે ક્યાંક મુકાઈ ગયા હશે એટલે વાત ત્યાં જ પૂરી કરી દીધી હતી.

ત્યાર બાદ નવરાત્રી આવતા યુવકના પિતાએ લોકરમા પૈસા રાખ્યા હતા જેની જરૂર હોવાથી તપાસ કરતા લોકરમાં રાખેલા પૈસા સહી સલામત હતા. પરંતુ લોકરમાં રાખેલા સોનાની લક્કી ૨ નંગ આશરે ૩ તોલા વજનની, સોનાની ચેઈન નંગ-6, સોનાના પોટલા ૨ જોડ , સોનાના બાજુબંધ , લોકેટ, સોનાની કાનની કડી તથા અન્ય દાગીના મળી કુલ 45 તોલા દાગીના જે 11.25 લાખના હતાં, તે જણાયા નહોતા. જેથી આ વાતની જાણ યુવકના પિતાએ તમામ સભ્યોને કરી હતી. યુવકે તેની પત્નીને ઘરના સભ્યો તથા તેના મિત્રની હાજરીમાં ચોરી થયેલ સોનાના દાગીના બાબતે પુછતા તેણે જણાવેલ કે તેણે કોઇને પુછ્યા વગર આ સોનાના દાગીના અલગ અલગ સમયે થોડા થોડા કરીને લઈ તેમાથી અમુક દાગીના વેચી દીધા છે, તેમજ અમુક દાગીના યુવતીએ તેના ભાઇને તેમજ માતા પિતાને પણ આપ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રાત્રે નીકળવું સુરક્ષિત નથી? સાબરમતીમાં બની એક ચોકાવનારી ફિલ્મી ઘટના

જેથી આ બાબતે યુવકે તેની પત્નીના પરિવારના સભ્યો સાથે તથા સમાજના લોકોની સાથે સામાજીક રીતે મીટીંગ કરી હતી. જેમા સામાજીક રાહે આ બાબતનો ઉકેલ લાવવાની વાત કરતા આ બાબતે કોઇ ફરિયાદ કરી નહોતી. પરંતુ આજ સુધી કોઈ ઉકેલ ના આવતા અને યુવકની પત્નીએ આ ચોરી કરેલ સોનાના દાગીના પરત ન આપતા આખરે યુવકે પોલીસ ફરિયાદ કરી હતી. જેથી દાણીલીમડા પોલીસે યુવકની પત્ની સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Hemal Vegda
First published:

Tags: Gujarat Crime, અમદાવાદ, અમદાવાદ ક્રાઇમ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन