Home /News /ahmedabad /

અમદાવાદમાં લવ સેક્સ ઔર ધોખા: સગાઇ બાદ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા, એક એગ્રીમેન્ટ મોકલતા યુવતી હેબતાઈ ગઈ

અમદાવાદમાં લવ સેક્સ ઔર ધોખા: સગાઇ બાદ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા, એક એગ્રીમેન્ટ મોકલતા યુવતી હેબતાઈ ગઈ

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News: વર્ષ 2021 માં યુવકે ચાંદખેડા ખાતે મકાન રાખ્યું હતું. સગાઈ થઈ ગઈ હોવાથી યુવતીને ત્યાં રહેવા બોલાવી હતી. તે દરમિયાન પણ બે વખત યુવકે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad news) રહેતી એક યુવતીએ જે યુવક સાથે સગાઈ થઈ હતી તેની સામે જ બળાત્કારની (love fraud) ફરિયાદ નોંધાવી છે. આરોપીએ સગાઈ પહેલા અને બાદમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે અનેકવાર શારીરિક સંબંધ મરજી વિરુદ્ધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો.

શહેરના કુબેરનગર વિસ્તારમાં અને નાના ચિલોડા પાસે રહેતી 24 વર્ષીય યુવતી તેના માતા-પિતા સાથે રહે છે. યુવતીના પિતા કાપડ માર્કેટમાં નોકરી કરે છે અને માતા પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. વર્ષ 2019 માં આ યુવતી તેની ફ્રેન્ડના લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જ્યાં તેને ભાવનગરના એક યુવક સાથે પરિચય થયો હતો .આ યુવક અન્ય કોઈ નહીં પરંતુ જે ફ્રેન્ડના લગ્ન હતા તે આ યુવકના મામાની દીકરી થતી હતી. ત્યારબાદ બંને વચ્ચે પરિચય વધ્યો હતો અને અવારનવાર ફોન પર વાતચીત કરવાનું પણ થતું હતું.

યુવક અને યુવતી અવારનવાર ફરવા પણ જતા હતા. વર્ષ 2020 માં યુવકના માતા-પિતા સગાઈની વાત લઈને યુવતીના ઘરે આવ્યા હતા. બાદમાં બંનેની સગાઈ નક્કી થઈ હતી. ત્યારબાદ યુવતી આ યુવકને ત્યાં ભાવનગર ગઈ હતી. જ્યાં અનેક દિવસો સુધી રોકાઈ હતી તે દરમિયાન યુવકે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં આ યુવતી અમદાવાદ આવી ગઈ હતી. સગાઈ થઈ ગયા બાદ પણ આ યુવકે લગ્નનો ભરોસો આપી યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ચાર લોકોના મોત

અવારનવાર યુવતી શરીર સંબંધ બાંધવાની મનાઈ કરે તેમ છતાં પણ આ યુવક તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો. થોડા સમય બાદ વર્ષ 2021 માં યુવકે ચાંદખેડા ખાતે મકાન રાખ્યું હતું. સગાઈ થઈ ગઈ હોવાથી યુવતીને ત્યાં રહેવા બોલાવી હતી. તે દરમિયાન પણ બે વખત યુવકે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આમ અવારનવાર યુવતીને પોતાના ઘરે રોકાવવા બોલાવી યુવકે તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. થોડા સમય બાદ લગ્નની વાત કરતા યુવકે મનાઈ કરી અને માતા પિતાની ઈજ્જત કરતી નથી કહીને વાત કરવાની બંધ કરી દીધી હતી. યુવક જ્યાં નોકરી કરતો હતો ત્યાં યુવતી પહોંચતા તેની સાથે વાત ન કરી કાઢી મુકી હતી.

થોડા સમય બાદ યુવકના પિતાએ યુવતીના કાકાને એક એગ્રીમેન્ટ વોટ્સએપ પર મોકલ્યો હતો. જેમાં હું લગ્ન કરવા માંગતી નથી તેવું લખાણ લખેલું હતું અને યુવતીની સહી કરાવવા આ એગ્રીમેન્ટ મોકલ્યો હતો. જોકે યુવતીએ સહી ન કરી અને મનમાં લાગી આવતા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી સમગ્ર મામલે યુવક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन