Home /News /ahmedabad /અમદાવાદ: વેપારીઓને છેતરતો મહાઠગ ઝડપાયો, મોડસ ઓપરેન્ડી એવી કે ભલભલા માથું ખંજવાળે

અમદાવાદ: વેપારીઓને છેતરતો મહાઠગ ઝડપાયો, મોડસ ઓપરેન્ડી એવી કે ભલભલા માથું ખંજવાળે

આરોપી મેહુલ પટેલ.

પોલીસ ચોરી કે છેતરપિંડીના ગુનામાં રોકડ રકમ કે સોનાના દાગીના રિકવર કરતી હોય છે. આ કેસમાં પોલીસે સોફાસેટ, LED ટીવી, લોખંડની તિજોરી અને ઘરવખરી માટે વપરાતા તેલના ડબ્બા અને ચોખા પણ કબજે કર્યા છે.

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય LCBએ એક એવા આરોપીની ધરપકડ કરી છે, જે છેતરપિંડી (Cheating)ના ગુનામાં સંડોવાયેલો છે. આરોપી મેહુલ પટેલ (Mehul Patel) હાથીજણ વિસ્તારમાં રહે છે અને અમદાવાદ ગ્રામ્યના ગામડામાં ભાડે દુકાન રાખી વેપારીઓ પાસેથી ઘરવખરીનો માલ-સામાન મંગાવતો હતો. બાદમાં વેપારીઓને ચેક (Cheque) આપી પૈસા ન ચૂકવીને છેતરપિંડી કરતો. વેપારીઓ ઊઘરાણી કરવા આવે ત્યાં સુધી મેહુલ દુકાન બંધ કરીને ચાલ્યો જતો હતો અને જે જે વેપારીઓ પાસેથી ઉધારમાં માલ લીધો હોય તેને વેચીને પૈસા ઊભા કરતો હતો. આરોપી મેહુલ પટેલે માત્ર એક વેપારીને નહીં પરંતુ આજ મોડેસ ઓપરેન્ડી (Modus operandi)થી અનેક લોકોને છેતર્યાં છે. LCBએ ફરિયાદ આધારે આરોપી મેહુલને ઝડપી તેની પાસેથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સામાન્ય રીતે પોલીસ ચોરી કે છેતરપિંડીના ગુનામાં ગયેલી રોકડ રકમ અથવા સોનાના દાગીના રિકવર કરતી હોય છે. પરંતુ આ વખતે છેતરપિંડીના ગુનામાં પોલીસે સોફાસેટ, LED ટીવી, લોખંડની તિજોરી અને ઘરવખરી માટે વપરાતા તેલના ડબ્બા અને ચોખા પણ કબજે કર્યા છે. સાંભળીને નવાઈ લાગશે કે પોલીસ આ પ્રકારનો મુદ્દામાલ પણ કબજે કરી શકે?

આ પણ વાંચો: 'મારા પતિને મારામાં રસ ન હતો, દારૂ પીતો ત્યારે ક્રૂરતાપૂર્વક સંબંધ બાંધતો,' રાજકોટની યુવતીએ કેનેડામાં રહેતા પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

હકીકત એવી છે કે આરોપી મેહુલ પટેલ અનેક વેપારીઓ પાસેથી પોતે દુકાન કરી હોવાનું જણાવી ઉધારમાં માલસામાન મેળવતો હતો. બાદમાં ચેક આપી ભાડાની દુકાન ખાલી કરી મુદ્દામાલને બારોબાર વેચી રૂપિયા ઊભા કરી લેતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવી છે કે માત્ર એક વેપારીને નહીં પરંતુ અનેક વેપારીઓ સાથે મેહુલે આ જ રીતે છેતરપિંડી કરી હતી અને બાદમાં ફરાર થઈ જતો.

તસવીરોમાં જુઓ- વિચિત્ર અકસ્માતમાં રીક્ષા ચાલક આવી સ્થિતિમાં કલાકો સુધી દબાયેલો રહ્યો



અત્યાર સુધીમાં 20થી વધુ મોબાઈલ સીમકાર્ડ બદલી અને નવા નામથી વેપારી બની લોકોને છેતરવાનું કામ કરતો આરોપી આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે. LCB પીઆઈનું કહેવું છે કે હાલ તો એક ગુનાની વિગતો સામે આવી છે પરંતુ તપાસમાં અન્ય ભોગ બનનાર સામે આવી શકે છે. હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
First published:

Tags: Ahmedabad police, LCB, અમદાવાદ, ગુનો, ઠગાઇ