Home /News /ahmedabad /અમદાવાદ: લિવ ઇન રિલેશનશિપની કરુણતાં, તરછોડતાં રઝળતી રહી યુવતી અંતે ભગવાન પાસે પહોંચી

અમદાવાદ: લિવ ઇન રિલેશનશિપની કરુણતાં, તરછોડતાં રઝળતી રહી યુવતી અંતે ભગવાન પાસે પહોંચી

લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો

Ahmedabad Crime: લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો શહેરના બાપુનગર વિસ્તારમાં સામે આવ્યો છે.

અમદાવાદ: લિવ ઇન રિલેશનશિપમાં રહેતી યુવતીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો શહેરના બાપુનગર વિસ્તારમાં સામે આવ્યો છે. યુવક અને તેના નાનીએ ઘરકામની નાની-નાની બાબતોમાં ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જોકે, બાદમાં યુવતીને ખેંચ આવતા તેની સારવાર કરાવવાના બદલે પૈસા નથી, તેમ કહી ઘરની બહાર કાઢી મૂકી હતી અને વારંવાર 'તું મરી જા કે અહીંથી જતી રહે,' તેવા મહેણા-ટોણા મારતા અંતે કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી લીધી છે.

બીમાર પડતાં જ યુવતીને ઘરમાંથી કાઢી મૂકી

બાપુનગર વિસ્તારમાં રહેતી એક યુવતી તેની નજીકમાં રહેતા યુવક સાથે લિવ ઈન રિલેશનશિપનો કરાર કરીને તેની સાથ રહેતી હતી. જોકે, યુવતી જ્યારે પણ તેની માતાને મળે ત્યારે આ યુવક અને તેના નાની ઘરકામ બાબતે અવારનવાર તેની સાથે બોલાચાલી ઝઘડો કરતા હોવાનું તેણે જણાવ્યું હતું. યુવતીને ખેંચ આવતી હોવાથી તેણે યુવક અને તેના નાનીને આ બાબતે જાણ કરતા તેમણે કહ્યું હતું કે, અમારી પાસે તારી સારવાર કરાવવાના પૈસા નથી, તારે જ્યાં જવું હોય ત્યાં જા, તેમ કહીને ઘરમાંથી કાઢી મૂૂકી હતી. જેથી યુવતી તેની સાથે નોકરી કરતી તેની મિત્રને ત્યાં ગઈ હતી અને તેણે તેનીની સારવાર કરાવી હતી.

આ પણ વાંચો: પતિ સવારે ચાર વાગે ગર્લફ્રેન્ડ સાથે કરતો હતો ચેટિંગ, અચાનક પત્ની જાગી ગઇ અને...

'તું મરી જજે પણ અહીંયા આવતી નહીં'

એટલું જ નહીં, યુવતીએ તેની માતાને કહ્યું હતું કે, આ યુવક અને તેની નાની અવારનવાર તેને, તારે ગળે ફાંસો ખાઈ મરી જવું હોય તો, શરીરે કેરોસીન છાંટી બળી મળવું હોય તો મરી જા અને દવા પીને મરી જવું હોય તો મરી જા, તેમ કહીને છેલ્લા છ મહિનાથી હેરાન પરેશાન કરતા હતા અને તું મરી જજે પણ અહીંયા આવતી નહીં, તેમ જણાવતા યુવતીએ ફરીથી યુવકના ઘરે જવાની ના પાડી હતી. 30મી ઓક્ટોબરે સાંજના સમયે યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે અંગેની જાણ પોલીને કરતા પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन