Home /News /ahmedabad /ચૂંટણી પહેલા દારૂની રેલમછેલઃ SMCની ટીમે 17.77 લાખનો દારૂ કર્યો જપ્ત

ચૂંટણી પહેલા દારૂની રેલમછેલઃ SMCની ટીમે 17.77 લાખનો દારૂ કર્યો જપ્ત

દસ્કોઇમાંથી 17.77 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપાયો

Ahmedabad Crime: મોડીરાતે એસએમસીની ટીમે અસલાલીના ગોડાઉનમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો, છ આરોપીઓની ધરપકડ, સાત વોન્ટેડ

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષના લોકો ચૂંટણી જીતવા માટે અનેક પ્રકારનું જોર લગાવી રહ્યા છે. મતદારો તેમજ કાર્યકર્તાઓને રિઝવવા માટે દારૂ પાર્ટીઓ પણ થતી હોય છે જેના કારણે પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. સ્ટેટ મોનિટરીંગ સેલે ચૂંટણી પહેલા જ અમદાવાદના છેવાડે આવેલા દસ્કોઇમાંથી 17.77 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.

50 લાખનો મુદ્દામાલ જપ્ત

સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે 50 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને 6 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે સાત આરોપીઓને પકડવાના બાકી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, દસ્કોઇ તાલુકામાં આવેલા અશ્વમેઘ ઇન્ડિસ્ટ્રીયલ એસ્ટેટ લાખો રૂપિયાનો દારૂ કટીગ થઇ રહ્યો છે. પાક્કી બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે અસલાલી પોલીસને જાણ કર્યા વગર દરોડા પાડી દીધા હતા. દરોડા પાડતાની સાથે ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને છ શખ્સો લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા. સ્ટેટ મોનિટરીંગ સેલે 17.77 લાખની કિંમતની 8675 દારૂની બોટલો, 15 લાખ રૂપિયાની ટ્રક, દોઢ લાખ રૂપિયાનો છોટા હાથી ટેમ્પો સહિત 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: સવાર પડતાં જ પૂર્વ વિસ્તારમાં દૂધના વિક્રેતાઓની ઊંઘ થઈ જાય છે હરામ

આ રીતે પાયલોટીંગ કરી લવાયો દારૂ

દારૂનો જથ્થો રાજસ્થાનથી આવ્યો હતો અને અમદાવાદના અલગ-અલગ બુટલેગરોએ મંગાવ્યો હતો. દારૂ ભરેલી ટ્રકની આગળ કારચાલક પાયલોટીંગ કરતો હતો અને સતત ટ્રકના ડ્રાઇવરને માહિતી આપતો હતો. રોડ પર પોલીસ નહીં હોવાનો રિપોર્ટ મળતાં જ ડ્રાઇવર ટ્રકને લાવતો હતો. દસ્કોઇના ગોડાઉન સુધી કારનો ડ્રાઇવર માહિતી આપતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલને તમામ માહિતીની જાણ હોવા છતાંય તેમણે ગોડાઉનથી રંગે હાથ ઝડપીને ઓપરેશન પાર પાડ્યુ હતું. ગોડાઉનને સાચવનાર યુવક દારૂ બુટલેગર સુધી પહોચાડવાનું કામ કરતો હતો.

અસલાલી પોલીસ ઉંઘતી ઝડપાઇ

સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડતાની સાથે જ અસલાલી પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. આ પહેલા પણ સ્ટેટ મોનિટરીંગ સેલ અને લોકલ ક્રાઇમ બ્રાંચે અનેક વખત અસલાલીમાં આવેલા ગોડાઉનોમાં દરોડા પાડીને લાખો રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. તેમ છતાંય અસલાલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓના પેટનું પાણી પણ હલતુ નથી. બોર્ડર પર લોંખડી સુરક્ષા તો લાખોનો દારૂ અમદાવાદ સુધી કેવી રીતે પહોચ્યો, વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ જતાની સાથે જ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઇ છે. જ્યારે જ્યારે ચૂંટણીનું રણશિંગુ ફુંકાય ત્યારે ગુજરાતની બોર્ડર પર પોલીસનો પુરતો બંદોબસ્ત ગોઠવાઇ જતો હોય છે.

બોર્ડર પર લોખંડી સુરક્ષા છતાં કેવી રીતે પહોંચ્યો દારૂ?

મતદારોને રિઝવવા માટે લાખો રૂપિયાનો દારૂ મંગાવાતો હોય છે. દસ્કોઇમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે કરેલી રેડ બાદ એક સવાલ ઉભો થયો છે કે, જો બોર્ડર પર પોલીસની લોંખડી સુરક્ષા છે તો 17.77 લાખ રૂપિયાનો દારૂ અમદાવાદ સુધી પહોચ્યો કેવી રીતે? સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપેલા આરોપી યોગેન્દ્રસિંહ સમશેરસિંહ રાજપુત (રહે, ઇસનપુર), શભુંસિગ નાનુસિંગ દરોગા (રહે, રાજસ્થાન), સમપતલાલ પ્રજાપતિ (રહે, રાજસ્થાન), ભવરલાલ ખટીક (રહે, રાજસ્થાન), રામપ્રસાદ ખટીક (રહે રાજસ્થાન), વિકાસ રાજપુત (રહે રાજસ્થાન) જ્યારે રાજુસિંહ તોમર (રહે નરોડા), શંકેતસિંહ દેવડા (રહે, ઇસનપુર), નિલેશ ઠાકોર (રહે, સાબરમતી), કાર્તિક ઉર્ફે લડ્ડુ જાદવ (રહેસ સાબરમતી), બંસીલાલ સિંહ (રહે રાજસ્થાન) તથા કારનો ડ્રાઇવર અને સપ્લાયર એમ સાત આરોપીઓ હજુ વોન્ટેડ છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन