Home /News /ahmedabad /અમદાવાદ: લતીફના સમયમાં દારૂ વેચનાર અમીનાબાનું ઉર્ફે ડોન 'એમડી ડ્રગ' સાથે પકડાઇ

અમદાવાદ: લતીફના સમયમાં દારૂ વેચનાર અમીનાબાનું ઉર્ફે ડોન 'એમડી ડ્રગ' સાથે પકડાઇ

અમીનાબાનું ડ્રગ્સ સાથે ઝડપાઇ

Ahmedabad News: મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ અમીના બાનુંને રખિયાલનો કોઈ ઇકબાલ બાટલી આપી ગયો હતો.

અમદાવાદ: એમડી ડ્રગનું વેચાણ જે રીતે ગુજરાતમાં વધી રહ્યું છે અને જે રીતે ગુજરાતમાં તેનું ઉત્પાદન કરતી કંપની પકડાઈ છે તે ખૂબજ ચિંતાનો વિષય છે. ચરસ, અફીણની સાથોસાથ હેરોઇન જેવી વસ્તુઓ અત્યાર સુધી અન્ય દેશોમાંથી આવતું હતુ અને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવતું હતું. ત્યારે હવે તો એમડી ડ્રગની ફેકટરી પકડાઈ છે. તે એક મોટો ચિંતાનો વિષય છે. અમદાવાદ એસઓજીએ વધુ એક કેસ કર્યો છે. જેમાં એમડી ડ્રગ સાથે એક મહિલા અમીનાબાનું ઉર્ફે ડોન અને તેના સાગરીતને પકડી પાડ્વામાં આવ્યા છે. બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને બન્ને પાસેથી આશરે 31 ગ્રામ જેટલું એમડી ડ્રગ પણ કબ્જે કરવામાં આવ્યું છે.

એસઓજીને માહિતી મળી હતી કે, આરોપીઓ અમીનાબાનું અને તેનો સાગરીત સમીરઉદીન એમડી ડ્રગનું વેચાણ કરે છે. જે માહિતીના આધારે એસઓજીની ટીમ દ્વારા કાળુપુરમાં આવેલી ભંડેરી પોળમાં દરોડા પાડવામા આવેલ અને પંચોને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહી દરિમયાનમાં તેમની પાસેથી આશરે 31 ગ્રામ એમડી જેની કિંમત આશરે 3 લાખથી વધુનો થાય છે તે કબજે કરવામાં આવ્યું છે. જેમની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે.

મુંદ્રાથી મોટા જથ્થામાં ઝડપાયેલા ડ્રગ્સ મામલે દિલ્હીના પ્લેબોય ક્લબ સહિતની જગ્યાઓ પર દરોડા

મળતી માહિતી પ્રમાણે આ ડ્રગ અમીના બાનુંને રખિયાલનો કોઈ ઇકબાલ બાટલી આપી ગયો હતો અને જે હાલ ફરાર છે. જેની તપાસ કરવામાં આવી રહી છે.

કોણ છે અમીના બાનું?

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અમીનાબાનું લતીફના સમયમાં દારૂનો પણ વેપાર કરતી હતી અને તે સિવાય વર્ષ 2002 માં એનડીપીએસ એક્ટના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. જે મામલે તે જેલમાં હતી અને વર્ષ 2011 માં જેલથી બહાર આવી હતી. ત્યાર બાદ વર્ષ 2015માં દારૂના કેસમાં પાસા થઈ હતી સુરત જેલમાં હતી.

ઢોર મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારની કાઢી ઝાટકણી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, છેલ્લા 2-3 વર્ષથી તે ડ્રગનો વેપાર કરે છે અને જેને લઇ બન્ને આરોપીઓને પકડી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ લોકો પાસેથી આ ડ્રગ કોણ લઈ જતું હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ડ્રગ્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन