Home /News /ahmedabad /

Ahmedabad: હવે ખારીકટ કેનાલ ભુતકાળ બનશે, AMC કેનાલને બોક્ષ સાથે બંધ કરી ઉપર રોડ બનાવશે

Ahmedabad: હવે ખારીકટ કેનાલ ભુતકાળ બનશે, AMC કેનાલને બોક્ષ સાથે બંધ કરી ઉપર રોડ બનાવશે

અમદાવાદની ખારીકટ કેનાલનું નવીનીકરણ થશે.

મહાનગર પાલિકના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે એક સાથે 1200 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હોય, શહેરના પૂર્વ વિસ્તારમાં અંદાજીત 12.9 કિમી લાંબી ખારીકટ કેનાલ પણ ડેવલ કરાશે.

અમદાવાદ મહાનગર પાલિકા (AMC)ની હદમાં આવેલ નરોડા (Naroda) સ્માશન ગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલ (Kharikat Canal)નું નવીનીકરણ યોજાશે. મહાનગર પાલિકના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે એક સાથે 1200 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હોય, શહેરના પૂર્વ વિસ્તારમાં અંદાજીત 12.9 કિમી લાંબી ખારીકટ કેનાલ પણ ડેવલ કરાશે.

આ માટે રાજ્ય સરકાર (Gujarat Government) ના સિંચાઈ વિભાગ અને એએમસી (AMC) સંયુક્ત આ કામગીરી કરશે. વર્લ્ડ બેંક (World Bank) તરફથી પણ અહીં ફંડની જોવાઇ કરાશે. કેનાલને વિકાસ કરી બોક્ષ કરી બંધ કરાશે. કેનાલ પર રોડ બનશે, જેનાથી એસપી રોગ સમકક્ષ એક નવો રોડ શહેરીજનો માટે મળશે. કેનાલ બોક્ષ ઝડપથી બંને તે માટે 5 અલગ-અલગ કોન્ટ્રાક્ટર કામ કરશે. આગામી 24 મહિનામાં આ કામ પૂર્ણ કરવા સુચના અપાઇ છે. જેથી ખારીકટ કેનાલ હવે ભુતકાળ બનશે.

એએસમી વોટર કમિટી ચેરમેન જતિન પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, શહેરમાં આવેલ દક્ષિણ, પૂર્વ તેમજ ઉત્તર ઝોન વિસ્તારોને સાંકળતી ખારીકેટ કેનાલ પસાર થયા છે. ખારીકટ કેનાલનો 110 વર્ષ પહેલા પૂર્વ અમદાવદાના વરસાદી વહેળાનો ઉપયોગ કરી દક્ષિણ અમદાવાદના ખેતી વિસ્તારોમાં સિંચાઈ માટે 22 કિમીની લંબાઇમાં બનાવેલી હતી.

આ પણ વાંચો-અમદાવાદમાં રથયાત્રાના પહેલા કોરોનાએ સ્પીડ પકડી

વધુમા ચેરમેન જતિન પટેલ જણાવ્યુ હતું કે એએમસી દ્વારા નરોડા સ્માશન ગૃહ થી વિમઢેલ વહેળા સુધીની આશરે 12,960 મીટર લાંબી કેનાલને વિકાસ કરી પ્રિકાસ્ટ બોક્ષ કેનાલ અને આરસીસી સ્ટ્રોમ વોટર બોક્ષ તેમજ ડ્રેનેજના પાણીના નિકાલ માટે પાઇપ લાઇન નાંખવા આવશે. ટ્રાન્સપોર્ટૈશનની સુવિધા વધારવા કેનાલ પર રોડ અને સ્ટ્રીટ લાઇટ બનાવાનુ આયોજન હાથ ધરવામાં આવેલ છે. ખારીકટ ડેવલોપમેન્ટને કારણે શહેરીજનોની સુવિધામાં વધારો થશે.

ખારીકટ કેનાલ નવીનીકરણ

કેનાલની જગ્યાએ શહેરને ખાસ જરૂરી એવી અન્ડગ્રાઉન્ડ સ્ટોર્મ વોટર લાઇનની તેમજ ડ્રેનેજ લાઇનની કનેક્ટીવીટી કરી શકાય તેમ છે. કેનાલની આજુબાજુ જમીનને લેવલે લાવી રોડ નેટવર્ક પણ ઉભુ કરી શકાશે. કેનાલની આસપાસ નિચાણવાળા વિસ્તારમાંથી વરસાદી પાણીનો સત્વરે નિકાલ થશે. પૂર્વ વિસ્તારમાં આવેલા અનેક વોર્ડની ડ્રેનેજ ઓવર ફલો સમસમ્યા મહદ અંશે નિકાલ થશે.

આ પણ વાંચો- કેવી રીતે રથયાત્રામાં ગજરાજનું મેડિકલ ચેકઅપ થાય છે, જાણો અહીં

સિંચાઈ માટે પ્રિકાસ્ટ બોક્ષની કેનાલ

વરસાદી પાણીના વહન માટે આરસીસી સ્ટોમ વોટર ડ્રેનેજ બોક્ષ બનશે. કેનાલને બંને કાઠે જરૂરિયાત મુજબની પાણીની પાઇપ લાઇવ નાખવામા આવશે, તેમજ ડ્રેનેજ લાઇવ પણ નાખવામા આવશે. કેનાલ બોક્ષ બનાવી બંધ કરી ઉપર 30 મિટરના ડામર રોડ બનશે. જીઆઇડીસી મેગા લાઇન જેવી લાઇનોનું શિફ્ટીગ પ્રથમ કરવામાં આવશે.કેનાલ ડેવલપમેન્ટ પાંચ પેકેજ તૈયારી કરી કરવામાં આવશે, એક સાથે પાંચ એજન્સીઓ આ કામ કરશે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, AMC general meeting, AMC latest news, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन