Home /News /ahmedabad /

અમદાવાદ : જુહાપુરામાં ગુનેગારો બેફામ, પોલીસની હાજરીમાં જ મહિલા પર છરીથી હુમલો કરવા પહોંચ્યો, જુઓ CCTV

અમદાવાદ : જુહાપુરામાં ગુનેગારો બેફામ, પોલીસની હાજરીમાં જ મહિલા પર છરીથી હુમલો કરવા પહોંચ્યો, જુઓ CCTV

વેજલપુર પોલીસ સ્ટેશન

Ahmedabad Crime : જુહાપુરા (Juhapura) માં કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે. અધિકારીઓ બદલાતા માથાભારે તત્વોએ માથું ઉચકયું હોય તેવી ઘટનાઓ બની રહી છે. કાળુ ગરદન, નઝીર વોરાએ હવે માથું ઉચકયું છે

અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) માં વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station) વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. કાળુ ગરદન અને નઝીર વોરાએ ફરી માથું ઉચકયું છે ત્યાં ફતેવાડીમાં પોલીસની હાજરીમાં એક શખ્સે પત્નીને છરા દ્વારા હુમલાના પ્રયાસ કરવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થતા પોલીસે હુમલાખોર શખ્સને ઝડપી લીધો છે.

જુહાપુરામાં કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે. અધિકારીઓ બદલાતા માથાભારે તત્વોએ માથું ઉચકયું હોય તેવી ઘટનાઓ બની રહી છે. કાળુ ગરદન, નઝીર વોરાએ હવે માથું ઉચકયું છે પણ અધિકારીઓની ધાક ન રહેતા હવે ગુનેગારો બેફામ બન્યા છે. તપાસ પણ કરી શકતા ન હોવાથી હવે આ સંવેદનશીલ ગુનાઓની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાઈ છે. મહત્વની વાત એ છે કે, હવે તો પોલીસની હાજરીમાં છરી થી હુમલાનો પ્રયાસ થયો હોવાની ઘટના સીસીટીવી માં કેદ થઈ છે.

વેજલપુર પોલીસની ગિરફતમાં દેખાતા આ શખ્સનું નામ છે તહેસીમ અલીહુસેન કુરેશી. આમ તો આ શખ્સ ઇલેક્ટ્રોનિક વસ્તુઓના રિપેરીંગનું કામ કરે છે. પરંતુ તેણે જાહેરમાં પોતાની બીજી પત્ની પર છરાથી હુમલો કરતા તેની ધરપકડ કરાઈ છે. શુક્રવારના રોજ પોલીસને મેસેજ મળ્યો હતો કે, મસ્તાન મસ્જિદ પાસે એક મહિલાને તેના જેઠ જેઠાણી માર મારે છે, જેથી વેજલપુર પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ જ કરી રહી હતી, તેવામાં અચાનક આરોપી તહેસીમ કુરેશીએ પત્ની પર છરાથી હુમલો કર્યો હતો. જે ઘટનાના CCTV વાયરલ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.વેજલપુર પોલીસે આ ગુનામાં સામેલ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે જાહેરમાં બનેલી સમગ્ર ઘટના કૅમેરામાં કેદ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા હતા. જેથી પોલીસે આ પ્રકારનું કૃત્ય અન્ય કોઈ શખ્સ ન કરે તે હેતુથી ઝડપાયેલા આરોપીનો પત્નીને માફી માંગતો વીડિયો અધિકારીએ જ બનાવડાવી વાહવાહી મેળવી હોવાની ચર્ચા ચાલી છે.

આ પણ વાંચોઅમદાવાદ : હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા વચ્ચે ભારતે પથ્થરનો જવાબ ફુલથી આપ્યો, જુઓ શું છે મામલો?

આ ઘટના પાછળનું કારણ પતિ પત્નીનો પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું હતું. જોકે ફરિયાદી મહિલા આરોપીની બીજી પત્ની હોવાથી પોલીસે ઝઘડા પાછળનું સાચું કારણ જાણવા તજવીજ શરૂ કરી છે. એક તરફ જુહાપુરા સહિતના આસપાસના વિસ્તારમાં કાલુ ગરદન જેવા હિસ્ટ્રીશીટર ગુનેગાર બેફામ બનતા પોલીસની નબળી કામગીરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જે સમગ્ર સંવેદનશીલ મામલાની ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે, ત્યારે આ ગુનામાં પોલીસે આરોપીને ઝડપી પોતાની સારી કામગીરી બતાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યો છે. બીજીતરફ ખુદ પોલીસકર્મીઓ કહે છે કે, સ્થાનિક અધિકારીનો દબદબો ન રહેતા આ ઘટનાઓ બનવા પામી છે. એક જ માસમાં અનેક બબાલો જોવા મળી છે જે ક્યારેય ન બન્યું હોય તેવું પોલીસ બેડામાં ગણગણાટ છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad Crime New, Ahmedabad news, અમદાવાદ ક્રાઇમ, અમદાવાદ ન્યૂઝ, અમદાવાદના સમાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन