Home /News /ahmedabad /અમદાવાદ: અડધી રાતે યુવતીએ મેસેજ કરી યુવકને મળવા બોલાવ્યો, પછી રોમાન્સને બદલે થયું આવું

અમદાવાદ: અડધી રાતે યુવતીએ મેસેજ કરી યુવકને મળવા બોલાવ્યો, પછી રોમાન્સને બદલે થયું આવું

યુવતીની માતા અને માસીએ પણ લાફા મારી આ યુવકને અધમુઓ કરી નાખ્યો હતો.

Ahmedabad Crime: એક યુવકને ઇન્સ્ટાગ્રામ ઉપર એક તેની ફ્રેન્ડનો મેસેજ આવ્યો હતો અને સોસાયટીની બહાર આવ મળવા આવું છું, તેમ જણાવ્યું હતું. જે બાદ શરૂ થયો ફિલ્મી ડ્રામા...

અમદાવાદ: શહેરમાં રહેતો એક યુવક મોડી રાત્રે જાગતો હતો તે દરમિયાન તેને ઇન્સ્ટાગ્રામ ઉપર એક તેની ફ્રેન્ડનો મેસેજ આવ્યો હતો અને સોસાયટીની બહાર આવ મળવા આવું છું, તેમ કહેતા યુવક આ યુવતીએ મેસેજ કર્યો હોવાનું માની ત્યાં ગયો હતો. બહાર જતા જ યુવતીના ભાઈએ તેને પકડી લીધો હતો. બાદમાં ગાળો બોલી તેને માર માર્યો હતો અને ધમકી આપવા લાગ્યો હતો. બાદમાં તેને માર મારતા ઘરે લઈ ગયા હતા. જ્યાં યુવતીની માતા અને માસીએ પણ લાફા મારી આ યુવકને અધમુઓ કરી નાખ્યો હતો. સમગ્ર બાબતને લઈને યુવકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

શહેરના સૈજપુર વિસ્તારમાં રહેતો 18 વર્ષીય યુવક તેના પિતા તથા દાદા-દાદી સાથે રહે છે અને વસ્ત્રાલ ખાતે ફ્રુટ તથા ફુલની લારી રાખી માતા-પિતા સાથે વેપાર કરે છે. ગઈકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ પ્રેમનગરની પાસે ચાની કીટલી પાસે ઉભો હતો ત્યારે તે અગાઉ તેની એક મિત્રની સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજથી વાતો કરતો હતો. આ યુવતીએ ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી આ યુવકને સોસાયટીની બહાર આવું છું, તું મને મળવા માટે આવ, તેવું કહેતા યુવકને તે યુવતીએ જ મેસેજ કર્યો હોવાનું તેને લાગ્યું હતું. થોડીવાર પછી મોડીરાત્રે ચારેક વાગ્યાની આસપાસ આ યુવક તેને મળવા માટે ગયો હતો. ત્યારે આ યુવતીનો ભાઈ ત્યાં આવ્યો અને તેણે આ યુવકને પાછળથી ગળાના ભાગે પકડ્યો અને ફોન લઈ કહેવા લાગ્યો હતો કે, તું મારી બહેન સાથે કેમ મેસેજ કરી વાતો કરે છે, તેમ કહી યુવતીના ભાઈએ મોબાઈલ ફોન પછાડ્યો હતો અને માર મારવા લાગ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: જાહેર રોડ પર ડ્રગ્સ વેચતો યુવક ઝડપાયો

યુવતીનો ભાઈ મારતા મારતા આ યુવકને તેના ઘરે લઈ ગયો હતો અને ચાકુ કાઢી મારવા માટે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે, આજે તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ગાળો બોલી મારવા લાગ્યો હતો. તેવામાં યુવતીનો નાનો ભાઈ અને તેના માસિ વચ્ચે પડ્યા હતા અને આરોપી પાસેથી ચાકુ લઈ લીધું હતું. બાદમાં યુવતીના ભાઈએ આ યુવકનું માથું પકડી દિવાલ ઉપર ભટકાવવા લાગ્યો હતો. જેના કારણે યુવકને ઇજાઓ થઈ હતી. ત્યાર બાદ યુવતી ની માસી લાફા મારવા લાગી હતી અને તેની માતા પણ લાફા મારવા લાગી અને પટ્ટાથી મારવા લાગી હતી. આ દરમિયાન આસપાસના લોકો ભેગા થઈ જતા પોલીસમાં ફોન કરતા પોલીસે આ મામલે યુવતીના ભાઈ, માસી અને માતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन