Home /News /ahmedabad /અમદાવાદ: ચૂંટણી પહેલા પોલીસ એક્શનમાં, હથિયાર લઇને ફરતા 50થી વધુ ટપોરીઓ ઝડપાયા

અમદાવાદ: ચૂંટણી પહેલા પોલીસ એક્શનમાં, હથિયાર લઇને ફરતા 50થી વધુ ટપોરીઓ ઝડપાયા

હથિયાર લઇને ફરતા 50થી વધુ ટપોરીઓ ઝડપાયા

ઉમેદવારોના કાર્યાલયો પર હજારોની સંખ્યામાં લોકોની ભીડ થતી હોવાથી પોલીસની વોચઃ ગુનાખોરીને કંટ્રોલમાં કરવા માટે પોલીસનું ઠેરઠેર પેટ્રોલીગ

અમદાવાદ: શહેરમાં લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણે કે માત્ર બે દિવસમાં ત્રણ લોકોની જાહેરમાં હત્યા થઇ છે. વાસણા, રિવરફ્રન્ટ અને શાહપુરમાં ખુની ખેલ ખેલાતા પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે અને હથિયાર લઇને ફરતા ટપોરીઓને ઝડપી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, શહેર પોલીસે પિસ્તોલ, છરી, ચપ્પુ લઇને ફરતા 50થી વધુ શખ્સોની ધરપકડ કરીને લોકઅપમાં પુરી દીધા છે. ચૂંટણી ટાણે કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ એલર્ટ થઇ ગઇ છે.

શહેર પોલીસે ઠેર-ઠેર નાકાબંધી કરી દીધી છે અને પંડાલ પણ બાંધી દીધા છે

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહી તેની જવાબદારી પોલીસના શિરે છે. ચૂંટણીના સંદર્ભે શહેર પોલીસે ઠેર-ઠેર નાકાબંધી કરી દીધી છે અને પંડાલ પણ બાંધી દીધા છે. ચૂંટણીમાં કરોડો રૂપિયાની હેરફેર થતી હોવાના કારણ પોલીસ અવરજવર કરતા તમામ વાહનોનું ચેકિંગ કરી રહી છે. આ સિવાય દારૂની હેરફેર તેમજ ગેરકાયદે ચીજવસ્તુઓની હેરફેરને રોકવા માટે પણ પોલીસ એલર્ટમોડ પર આવી ગઇ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ કરે છે અને શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરી રહી છે. આ સિવાય એક હજારથી વધુ બેરીકેડ પણ ગોઠવી દીધા છે.

આ પણ વાંચો: પતિ લગ્નમાં ગયા અને પત્નીની છેલ્લી અમાનત પણ લૂંટાઇ ગઇ!

ત્રણ હત્યા બાદ પોલીસ એક્શનમાં

શહેરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત હોવા છતાંય લો એન્ડ ઓર્ડરની પરિસ્થીતિ કથળી રહી છે. વાસણામાં પાન-પાર્લરના માલિકની હત્યા થયા બાદ રિવરફ્રન્ટ પર આધેડની લોહીથી લથબથ હાલતમાં લાશ મળી આવી હતી. આ બન્ને હત્યાની સાહી હજુ સુકાઇ પણ હતી નહીં, ત્યારે ગઇકાલે શાહપુર વિસ્તારમાં એક યુવકની ધાતકી હત્યા કરવામાં આવી હતી. શહેરમાં બે દિવસમાં ત્રણ લોહીયાળ ખેલ ખેલાતા પોલીસ પણ અંચભામાં મૂકાઇ ગઇ છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થાય નહીં તે માટે પોલીસે પેટ્રોલિંગ સતત વધારી દીધું છે. શહેરના પુર્વ વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળ્યુ છે ત્યારે પોલીસે કેટલાક શંકમદ લોકોની પુછપરછ પણ શરુ કરી દીધી છે.

19 વર્ષનો યુવક પોલીસને જોઇને ગભરાઇ જતાં શંકા ગઇ હતી

શહેરમાં પોલીસે ગઇકાલે 50થી વધુ ટપોરીઓ પાસેથી પિસ્તોલ, છરી સહિતના ઘાતકી હથિયારો પકડી પાડ્યા છે. હથિયારો રાખવા મામલે તેમની આકરી પૂછપરછ શરુ કરવામાં આવી છે. અમરાઇવાડી પોલીસ ગઇકાલે પેટ્રોલિંગમાં હતી, ત્યારે એક 19 વર્ષનો યુવક પોલીસને જોઇને ગભરાઇ ગયો હતો. પોલીસને શંકા જતા તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં તેણે પોતાનું નામ જય શર્મા હોવાનું જણાવ્યુ હતું. પોલીસે તેની અંગ જડતી કરતા તેની પાસેથી એક ધારદાર છરી મળી આવી હતી. પોલીસે આ મામલે જય શર્મા વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. જ્યારે એસઓજીએ એક પિસ્તોલ અને કારતુસ સાથે ટપોરીને ઝડપી પાડ્યો હતો.

પેટ્રોલિંગ દરમિયાન યુવક પાસેથી પિસ્તોલ, કારતુસ મળી આવ્યો

ગેરકાયદે હથિયાર રાખતા લોકોને ઝડપી પાડવા માટે પોલીસે કોમ્બિંગ હાથ ધર્યુ છે ત્યારે એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમને એક સફળતા મળી છે. એસઓજીની ટીમ ગઇકાલે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમણે બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં એક મુસ્તકીમ અંસારી નામનો યુવક પિસ્તોલ અને કારતુસ લઇને પસાર થવાનો છે. એસઓજીએ બાતમીના આધારે મુસ્તકીમની અટકાયત કરી લીધી હતી. જેની પાસેથી એક પિસ્તોલ અને એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. હથિયાર બાબતે તેણે ખુલાસો કર્યો છે કે, એક વર્ષ પહેલા તે વટવા રેલવે ટ્રેક પરથી આવતો હતો ત્યારે તેને પિસ્તોલ અને કારતુસ મળ્યા હતા. આ હથિયાર છેલ્લા એક વર્ષથી વેચવા માટે ફરતો હતો. જોકે, અંતે તે પોલીસ સકંજામાં આવી ગયો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन