Home /News /ahmedabad /અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, 20મી જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ

અમદાવાદ: AMCનો મહત્વનો નિર્ણય, 20મી જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ

20મી જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ

AMC ban on paper cups: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20મી જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં ટી સ્ટોલ પર વેપારીઓને સમજાવવામાં આવી રહ્યા છે.

    અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 20મી જાન્યુઆરીથી પેપર કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં ટી સ્ટોલ પર વેપારીઓને સમજાવવામાં આવી રહ્યા છે. આ માટે મનપાના અધિકારીઓ અભિયાન શરૂ કર્યું છે. પેપર કપનો ઉપયોગ ન કરવા સૂચન આપવામાં આવી રહી છે. 20મી જાન્યુઆરી બાદ પેપર કપ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે.

    20મી પછી કડક કાર્યવાહી

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેપર કપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસીનું કહેવું છે કે, પેપર કપથી ગંદકી થાય છે અને પર્યાવરણને નુકસાન પહોંચે છે. સાથે જ આ મામલે એએમસી દ્વારા કડક પગલા પણ ભરવામાં આવશે. 20મી બાદ પેપર કપ મળશે તો દંડ ફટકારવામાં આવે અને સીલની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હાલ મનપાના અધિકારીઓ દ્વારા વેપારીઓને સમજાવવામાં આવી રહ્યા છે કે, પેપપ કપનો ઉપયોગ ન કરવામાં આવે. માટી, કાંચ, સ્ટીલના કપનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી રહી છે.


    આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયન વરરાજો અને ગુજ્જુ લાડી: માટીની મહેક માટે સાત સમંદર પાર ગામડે આવી લગ્ન કર્યા

    શું કહે છે એએમસીના અધિકારી?

    ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે લોકોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 20મી પછી તેનો કડક અમલ ચાલુ કરવામાં આવશે. તેનાથી પર્યાવરણનું જતન થશે. રસ્તા પર ગંદકી નહીં થાય. શહેરમાં રોજ 20થી 25 લાખ કપ રસ્તાઓ પર ફેંકવામાં આવતાં હોય છે, જે બંધ થઇ જશે. સાથે જ તેમણે લોકોને અપીલ કરી હતી કે, તેઓ ચાની કીટલીએ પેપર કપમાં ચા પીવાનું ટાળે. અમે 20મી તારીખ પછી કડક અમલ કરીશું. આવા કપ જોવા મળશે તો દંડ ફટકારીશું. જો પછી પણ નહીં માને તો સીલની કાર્યવાહી કરવામાં આવશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, AMC News, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन