Home /News /ahmedabad /અમદાવાદ: પતિ બાંધી રહ્યો હતો જેઠાણી સાથે સંબંધ, અચાનક જ આવી ગઇ પત્ની અને...

અમદાવાદ: પતિ બાંધી રહ્યો હતો જેઠાણી સાથે સંબંધ, અચાનક જ આવી ગઇ પત્ની અને...

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

Ahmedabad News: થોડા સમય બાદ યુવતીના સાસરિયાઓએ કહ્યું કે, આ ઘર તારું નથી તારે અહીં રહેવા આવવું નહીં તેમ કહી ગાળો બોલી હતી. યુવતીની સાસુ અને જેઠાણીએ આ બાબતે ઝઘડો કરી યુવતીના કપડા ફાડી નાખ્યા હતા.

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, લગ્નના છ મહિના પછી તેના સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં થોડા સમય પછી તેને જાણવા મળ્યું કે, તેના પતિ અને જેઠાણીને આડા સંબંધો છે અને એક દિવસ આ યુવતી તેના પતિ અને જેઠાણીને સંબંધો રાખતા નરી આંખે જોઈ ગઈ હતી. જે બાબતને લઈને તેના પતિએ તેને માર પણ માર્યો હતો. સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 32 વર્ષીય યુવતીના વર્ષ 2013માં લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. લગ્નના છ મહિના બાદ પતિ, સાસુ, સસરા, જેઠાણી મળીને શારીરિક અને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. વર્ષ 2014માં આ યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાબતને લઈને વર્ષ 2018માં સાસરીયાઓ સાથે સમાધાન કર્યું અને બાદમાં પતિના ઘરે રહેવા ગઈ હતી.

આ પણ વાંચો: તહેવારો ટાણે જ સીએનજીના ભાવમાં ઉછાળો

વર્ષ 2021માં આ યુવતીના સસરાએ મકાનના ઉપરના માળે ધાબુ ભરી મકાન બનાવ્યું હતું અને મકાન બનાવવા માટે યુવતી પાસે દહેજની માંગણી કરતા હતા. જે બાબતે યુવતીએ તેની માતાને જાણ કરતા માતાએ બે લાખ રોકડા યુવતીના પતિને આપ્યા હતા. ત્યારબાદ યુવતીનો પતિ વધારે પૈસાની માંગણી કરતા તેની માતાએ દાગીના વેચી ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા.

આ પણ વાંચો: વડોદરામાં 'બબીતાજી' નવરાત્રીના રંગમાં રંગાયા

યુવતીનો પતિ ઘરમાં હતો ત્યારે તિજોરીમાં કપડાં શોધતા તેને કપડાં ન મળતા તેને ગુસ્સે થઈ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. યુવતીના પતિને તેની ભાભી સાથે અનૈતિક સંબંધો હતા અને ત્રણેક મહિના પહેલા યુવતીએ તેના પતિ તથા જેઠાણીને નરી આંખે સંબંધો બાંધતા જોયા હતા. જે બાબતે યુવતીએ તેના પતિને કહેતા તેને માર માર્યો હતો. થોડા સમય પહેલા તેના પતિ અને જેઠાણી સાથેના આડા સંબંધોની ચર્ચા કરતા તેના પતિએ ઉશેકરાઈ માર મારતા યુવતીએ તેના પતિ વિરુદ્ધમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

થોડા સમય બાદ યુવતીના સાસરિયાઓએ કહ્યું કે, આ ઘર તારું નથી તારે અહીં રહેવા આવવું નહીં તેમ કહી ગાળો બોલી હતી. યુવતીની સાસુ અને જેઠાણીએ આ બાબતે ઝઘડો કરી યુવતીના કપડા ફાડી નાખ્યા હતા. સમગ્ર બાબતને લઈને યુવતીએ કંટાળીને તેના પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી સહિતના લોકો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन