અમદાવાદ: અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં પતિએ પત્ની અને સાસરિયાઓના ત્રાસને કારણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. આ યુવકે જીવન ટૂંકાવ્યા પહેલા પત્ની અને સાસરિયાઓ સામે ફરિયાદ કરતો વીડિયો બનાવ્યો હતો. જે બાદ તેણે પોતાની પત્નીની સાડીથી જ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. હાલ પોલીસ એ 12 લોકો વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ટોરેન્ટ પાવર હાઉસના સબ સ્ટેશનમાં નોકરી કરતો હતો યુવાન
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ ચૌધરીના પુત્રના લગ્ન શાહપુર આર.સી હાઇસ્કુલની સામે રહેતા પ્રવીણભાઈ શિકારીની દીકરી સાથે થયા હતા. દિનેશભાઈનો દીકરો સિક્યુરિટી ગાર્ડ તરીકે સરખેજ ટોરેન્ટ પાવર હાઉસના સબ સ્ટેશનમાં નોકરી કરતો હતો. સગાઈ બાદ તેના દીકરાને સાસરીયા ઓએ તેમના તરફથી કરી લીધો હતો અને સગાઈ બાદ તે સાસરીમાં રહેતો હતો. લગ્ન દરમિયાન તેણે 25 દિવસની રજા લીધી હતી અને લગ્નના બીજા દિવસથી તેની પત્ની તેને સાથે પિયર લઈ ગઈ હતી. જ્યાં 25 દિવસ રોકાયા બાદ તેમના ઘરે પરત આવ્યા હતા અને એકાદ અઠવાડિયું ઘરે રહ્યા બાદ ફરિયાદીના દીકરાની પત્ની તેના મામાના ત્યાં ઘરે જમવા માટે ગયા હતા તે સમયે તેમના પત્નીએ કહ્યું હતું કે, મામાના ઘરેથી રીતરિવાજ મુજબ તળનો ઘડો લઈ આવજે.
જોકે, બાદમાં 15 દિવસો સુધી તેઓ ઘરે આવ્યા ન હતા. 15 દિવસ બાદ જ્યારે ફરિયાદીના બહેને ફોન કર્યો ત્યારે અક્ષય તેમના ઘરે આવ્યો હતો અને રડયા કરે છે તેમ જણાવ્યું હતું. જેથી ફરિયાદી એ પણ તેમના દીકરા સાથે ફોન પર વાતચીત કરી સમજાવીને તેમના ઘરે બોલાવ્યા હતા. જ્યાં તેણે કહ્યું હતું કે, પંદર દિવસ પહેલા તેની પત્નીના મામાના ઘરે જમવા માટે ગયા હતા. તે દરમિયાન પિત્તળના ઘડા બાબતે તેઓની સાથે ઝઘડો થયો હતો અને ત્યાંથી તેને માતા પિતાના ઘરે લઈ જઈ અને જ્યાં પણ તેના સાસુ સસરાએ તારી માતા આવી માંગણી કેમ કરે છે. તેમ કહી બોલા ચાલી ઝઘડો કરીને હવે તારે અહીંયા સિવાય અન્ય કોઈ સગા સંબંધી સાથે સંબંધ રાખવાના નહીં તેમજ સાસુ સસરાનું પૂરું પાડવાનું તેમ જણાવી તેની સાથે ગાળાગાળી કરી મારઝૂડ કરી હતી.
bye bye all ... મારા મા બાપનો ખ્યાલ રાખજો. હું જાઉં છું. મારી વાઇફ અને એમના ઘરવાળાએ મારું જીવવું હરામ કરી નાંખ્યુ છે. મને ઊંઘ પણ નથી આવતી બરાબર. આઇ લવ માય ફેમિલી મેમ્બર. મારી સાસરી વાળાને કડકથી કડક સજા અપાવજો નહીં તો મારી આત્માને શાંતિ નહિ મળે. એમને હું બહુ જ કગર્યો પણ એક ના બે ના થયા અને હંમેશા મારી ઇન્સલ્ટ કરી.
તેમના દીકરાની પત્ની પ્રેગનેટ હોય તેમનો દીકરો ઘરે લઈ આવવા માટે સાસરે ગયો હતો. પરંતુ તેને લીધા વગર જ પરત આવ્યો હતો. દીકરાની પત્નીએ તેને કહ્યું હતું કે, તારે મારી સાથે રહેવું હોય તો મારા માતા-પિતાના ઘર પાસે બીજું મકાન લેવું પડશે. તું અહીંયા રહેવા નહીં આવે તો તને તારા સંતાનનું મોઢું પણ નહીં જોવા દઇએ. તેમ કહીને તેની પત્ની તથા સાસુ સસરાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. અને છૂટાછેડા આપી દેવાની પણ વારંવાર ધમકી આપતા હતા.
ફરિયાદીના દીકરાએ ૨૯મી માર્ચના દિવસે ઓફિસના પહેલા માળે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જોકે આત્મહત્યા કરતા પહેલા તેમણે વીડિયો પણ બનાવ્યો હતો અને મેસેજ પણ તેઓના whatsapp ગ્રુપમાં મોકલી આપ્યા હતા. જેના આધારે પોલીસે 12 લોકો વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણા નો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.