અમદાવાદ :શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતીના વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે. મહિલાનો આરોપ છે કે તેના પતિ તેને સંતાન થતું ન હોવાથી વારંવાર મેણા ટોણા મારીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં અને છૂટાછેડા આપવા માટે દબાણ કરતા હતાં. આ કિસ્સામાં મહિલાએ પતિ પર એવો આક્ષેપ પણ કર્યો છે કે તેને સંતાન ન થતું હોવાથી પતિ અવારનવાર ઝઘડો કરતા અને તેને ગડદા-પાટુનો માર મારતા હતા. પતિએ વિકૃતીની હદ વટાવતા મહિલાના પેટમાં અવારનવાર ગડદા-પાટુંનો માર માર્યો હતો.
બનાવની વિગત એવી છે કે અમદાવાદની એક મહીલાના લગ્ન વર્ષ 2001ની સાલમાં સમાજના રીત રિવાજ મુજબ થયા હતાં. જોકે, લગ્નના દોઢ વર્ષ બાદ તેમને કોઇ સંતાન થતું ન હોવાથી તેમના પતિ તેઓને અવાર નવાર મેણા ટોણા મારતા અને ગડદા પાટુનો માર મારીને પેટમાં લાત પણ મારતા હતાં. જોકે, મહીલા પોતાનું લગ્નજીવન ટકાવી રાખવા માટે માંગતી હોવાથી તેણે કોઇને ફરિયાદ કરી ન હતી.
ત્યારબાદ મહીલાના પતિ નોકરી અર્થે ગુજરાત બહાર જતાં તે પણ તેની સાથે રહેવા માટે ગઇ હતીં. જ્યાં પણ તેના પતિ એકલા હોય જેનો લાભ ઉઠાવીને અવાર નવાર 'તારે સંતાન નથી થતું એટલે મારે તારી સાથે રહેવું નથી અને તુ મને છૂટાછેડા આપી દે'
19 વર્ષના લગ્ન જીવનમાં ત્રાસ આપ્યા બાદ મહિલાને ઘરમાંથી કાઢી મૂકી
તેમ કહીને ત્રાસ આપતા હતાં. જોકે,એપ્રીલ 2019માં તેઓ અમદાવાદ પરત રહેવા માટે આવી ગયા હતાં. જ્યાં પણ તેમના પતિ દ્વારા તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં નવેમ્બર મહીનામાં તેમના પતિએ તેમને ઘરમાંથી બહાર કાઢી મુકતા અંતે મહીલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસએ ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.