Home /News /ahmedabad /અમદાવાદ: આજથી હોસ્પિટલોમાં કેશલેસની સુવિધા થશે બંધ, જાણો આ પાછળનું કારણ

અમદાવાદ: આજથી હોસ્પિટલોમાં કેશલેસની સુવિધા થશે બંધ, જાણો આ પાછળનું કારણ

અમદાવાદની 150 હોસ્પિટલમાં આ સુવિધા ચાલે છે.

Ahmedabad News: જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ તેમજ ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીને વારંવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ: શહેરની 150થી વધુ હોસ્પિટલોમાં આજથી એટલે 8મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધીમાં કેશલેસની સુવિધા બંધ કરવામાં આવી છે. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન (Ahmedabad Hospitals and Nursing Homes Association - AHNA) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વીમા પોલિસીમાં (Insurance Policy) સર્જરીનો ચાર્જ વધારવા માટેની આહનાએ માંગણી કરી છે. અમદાવાદની 150 હોસ્પિટલમાં આ સુવિધા ચાલે છે. જેમા રોજના બે હજારની આસપાસ દર્દીઓ લાભ લે છે.

કઇ ચાર કંપનીઓ છે સામેલ


જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ ધી ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, નેશનલ ઈન્સ્યોરન્સ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ તેમજ ધી ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપનીને વારંવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે. કેટલીક સર્જરી માટે કંપનીઓએ ફિક્સ ચાર્જ નક્કી કર્યો છે. જેમાં ડાયાબિટીસ, હૃદય રોગ જેવી કો-મોર્બિડિટીને ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેની સાથે જ ચાર્જ ખૂબ જ ઓછા હોવાથી ક્વોલિટી સારવાર આપી શકાતી નથી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, લાંબા સમયથી જે હોસ્પિટલોના ચાર્જ રિવાઈઝ ન કરાયા હોય તે હેલ્થ ઈન્ફેક્શન ઈન્ડેક્સ પ્રમાણે દર વર્ષે 6 ટકા વધારી આપવામાં આવે. દર્દીઓને રિએમ્બર્સમેન્ટમાં પડતી તકલીફોનું નિરાકરણ કરવામાં આવે તેમજ વીમા કંપનીઓ જુદા જુદા ચાર્જ હેઠળ પૈસા કાપી લે છે.

ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં છે ભારે વરસાદની આગાહી

અનકવાર વીમા કંપનીઓને કરી રજૂઆત


આ અંગે આહના દ્વારા પહેલા પણ જણાવવામાં આવ્યુ હતુ કે, 'છેલ્લા કેટલાક મહિનાથી અનેકવાર જાહેર ક્ષેત્રની વીમા આ કંપનીઓને રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ આ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. જેથી કંપનીઓના આરોગ્ય વીમાધારકોની કેશલેસ સુવિધા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની ઈન્સ્યોરન્સ કંપનીઓના પ્રતિભાવથી એમ જણાય છે કે, તેમને હોસ્પિટલો કે તેમના વીમાધારકોની કોઇ પરવા નથી. આ સમસ્યાઓ સતત વધી રહી છે. આહના દ્વારા દર્દીઓ જે જાહેરક્ષેત્રની કંપનીના વીમા ધારકો છે તેમને સારી સુવિધાઓ મળે તે બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા હોસ્પિટલો સાથે કરેલા એમઓયુમાં છેલ્લા ઘણા વર્ષથી ચાર્જમાં કોઇ રીવિઝન કરવામાં આવ્યો નથી.'

અમદાવાદ: અક્ષય કુમારે પોતાની બહેનોને આપી રંગબેરંગી બાંધણીની સાડી

હોસ્પિટલોના પ્રશ્નો


- હોસ્પિટલોનાં ચાર્જ હેલ્થ ઇન્ફેકશન ઇન્ડેકસ પ્રમાણે દર વર્ષે 6 ટકા મુજબ વધારવામાં આવે.
- દર્દીઓને રિએમ્બર્સમેન્ટમાં પડતી સમસ્યાઓનું નિવારણ કરવામાં આવે.
- કોમ્પ્લેકસ સર્જરીમાં ઇકવિમેન્ટનાં ચાર્જીસ કાપી લેવાય છે.
- એડવાન્સ નિદાન માટેનાં ચાર્જીસ પણ કાપી લેવાય છે.
- કેન્સર જેવા રોગોની આધુનિક સારવારનાં પૈસા કાપી લેવાય છે.

- કલેઇમ માટે બિનઆવડત ધરાવતાં સ્ટાફ દ્વારા બિનજરૂરી સવાલો ઉપસ્થિત કરી વીમાનાં નાણાંની ચૂકવણીમાં વિલંબ કરવામાં આવે છે.
- હોસ્પિટલો દ્વારા અપાયેલી કેશલેસ સારવારનાં ક્લેઇમમાં પણ ખોટી રીતે પૈસા કાપવામાં આવે છે.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત