Home /News /ahmedabad /

અમદાવાદના તબીબોએ બાળકમાં કિડનીની ત્રણ કિલોની ગાંઠને સર્જરીથી દૂર કરીને રેકોર્ડ સર્જયો

અમદાવાદના તબીબોએ બાળકમાં કિડનીની ત્રણ કિલોની ગાંઠને સર્જરીથી દૂર કરીને રેકોર્ડ સર્જયો

કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ ડૉ.હેમંત મેઘાણીએ બાળકીની તપાસ કરી

Ahmedabad News: 3 વર્ષની બાળકીની ડાબી કિડનીમાંથી 3.1 કિલો વજનની મોટી વિલ્મ્સની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરાઈ હતી. હાલ બાળકી સામાન્ય જીવન જીવી રહી છે.

અમદાવાદ: શહેરના (Ahmedabad) તબીબોની ટીમએ એક બાળકીમાં કિડનીની (Tumor in kidney) સૌથી વજનદાર ગાંઠને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે અને તેને ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ (India Book Of records) દ્વારા સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ટીમે 3 વર્ષની બાળકીની ડાબી કિડનીમાંથી 3.1 કિલો વજનની મોટી વિલ્મ્સની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી હતી. જેનાથી તેને નવું જીવન આપવામાં ડોકટર્સને સફળતા મળી છે.

આ જીવનરક્ષક સર્જરી બાદ ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સમાં દાવો નોંધવામાં આવ્યો હતો. ઇન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સની ટીમ દ્વારા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રયાસ પછીનું સન્માન અને અંતિમ મંજૂરી આપવામાં આવી છે. આ સર્જરી અમદાવાદના એપોલો સીબીસીસી કેન્સર કેરના સિનિયર સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ.નીતિન સિંઘલની આગેવાની હેઠળની ડૉક્ટરોની ટીમે સફળતા પૂર્વક પાર પાડી છે. આ અંગે ડૉ.નીતિન સિંઘલ જણાવે છે કે, અમારા માટે આ એક ખૂબ જ પડકારજનક સર્જરી હતી, પરંતુ સદભાગ્યે, અમે તેને સફળતાપૂર્વક પાર પાડી શક્યા. સર્જરીના દોઢ વર્ષ બાદ બાળક અન્ય બાળકોની જેમ સામાન્ય જીવન જીવી રહ્યું છે."

કોવિડ મહામારીમાં અમદાવાદના ચાંદલોડિયાના મેડિકલ ઓફિસરની સરાહનીય કામગીરી

કેસની વિગતો મુજબ, જ્યારે બાળકીનાં માતાપિતાએ 2-3 અઠવાડિયાના ગાળામાં તેના પેટના કદમાં મોટો વધારો જોયો ત્યારે તેઓ તેને હૉસ્પિટલ લઈ આવ્યાં. કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ ડૉ.હેમંત મેઘાણીએ બાળકીની તપાસ કરી તો તેમને એક દુર્લભ સ્થિતિ જોવા મળી, જેમાં ઘોડાની નાળ આકારની કિડની (એક એવી સ્થિતિ જેમાં બંને કિડની એકરૂપ થઈ જાય છે)માંથી એક મોટો જથ્થો પેદા થઈ રહ્યો હતો. આ ગઠ્ઠો લગભગ આખા પેટનાં પોલાણ પર કબજો કરી રહ્યો હતો અને ડાયફ્રૅમને(છાતી અને પેઢુ વચ્ચેનો પડદો) ધક્કો મારી રહ્યો હતો. જેના કારણે બાળકને શ્વાસ લેવામાં ગંભીર મુશ્કેલીઓ આવી રહી હતી.

હવે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણશે રોબોટિક્સ એન્જીનિયરિંગના પાઠ

ત્યારબાદ આ કેસની ચર્ચા મલ્ટિડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડ સાથે કરવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં, આવા વિશાળ ગઠ્ઠાનું નિદાન બાયોપ્સી દ્વારા કરવામાં આવે છે અને અનુક્રમે કિમોથેરાપી દ્વારા તેની સારવાર કરવામાં આવે છે. પરંતુ આ અભિગમ સાથે અનેક જોખમો હોવાથી, આ કિસ્સામાં એક અપવાદ તરીકે ઇમરજન્સી સર્જરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડૉ.નીતિન સિંઘલએ જણાવ્યું કે, આ એક અતિ કઠિન કાર્ય હતું. જેને પૂર્ણ થવા માટે લગભગ ચાર કલાકનો સમય લાગ્યો હતો. પરંતુ ટીમે એક જીવન બચાવ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन