Home /News /ahmedabad /YMCA ક્લબમાં પબ્લિક બાઉન્સર્સ આમને-સામને, 2 કલાક બાદ ગુરુ રંધાવાની એન્ટ્રી પર નાચ્યા લોકો

YMCA ક્લબમાં પબ્લિક બાઉન્સર્સ આમને-સામને, 2 કલાક બાદ ગુરુ રંધાવાની એન્ટ્રી પર નાચ્યા લોકો

લોકોએ ગુરુ રંધાવાના હિટ સોંગ્સ પર ડાન્સ કર્યો હતો

YMCA કલબમાં આજે બોલિવૂડ સિંગર ગુરુ રંધાવાની મોડી એન્ટ્રીને લીધે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો

અમદાવાદ: કોરોનાકાળના બે વર્ષ પછી લોકો મન ભરીને ધુળેટીની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. પરિવાર, મિત્રો સાથે લોકો ધુળેટીના પર્વ પર રંગ લગાવી એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અમદાવાદમાં YMCA ક્લબમાં આજે સિંગર ગુરુ રંધાવાએ લોકોને ઝુમાવ્યા હતા. બાળકોથી લઈને મોટી વયના લોકોએ પણ આજે ધામધૂમથી ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી. આ અંગે વાતચીત કરતાં રાશીએ જણાવ્યું હતું કે, ગુરુ રંધાવાના સોંગ્સ માટે તેઓ અહીં એન્જોય કરવા માટે આવ્યા છે. જોકે, ગુરુ રંધાવાની એન્ટ્રી હજુ સુધી થઈ નથી.

પબ્લિક બાઉન્સર્સ આમને-સામને

YMCA કલબમાં આજે બોલિવૂડ સિંગર ગુરુ રંધાવાની મોડી એન્ટ્રીને લીધે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જે બાદ લોકો અને બાઉન્સર્સ વચ્ચે એન્ટ્રી માટે બબાલ પણ જોવા મળી હતી. જ્યાં લોકો સાથે બાઉન્સર્સની તકરાર માટે ગુરુ રંધાવાની એન્ટ્રી મોડી થઇ હોવાનું સામે આવ્યું હતું. જોકે, 2 કલાક રાહ જોયા બાદ અનેક લોકો ઘર તરફ નીકળી ગયા હતા, જ્યારે કેટલાક ફેન્સે રાહ જોઈને 2 કલાક બાદ ગુરુ રંધાવાના હિટ સોંગ્સ પર ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચો: આવતીકાલથી માવઠાના મારથી મળશે છૂટકારો, ક્યારથી વધશે ગરમીનું જોર?

રિવરફ્રન્ટ સહિત બાગ બગીચા બંધ

આજે અમદાવાદ શહેરમાં 150 કરતાં પણ વધુ જગ્યાઓ પર રેઈન ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ફાર્મહાઉસ અને ક્લબ ખાતે સવારથી સાંજ સુધી રંગોની રમઝટ જામી હતી. અમદાવાદના એસજી હાઈવે, સિંધુ ભવન રોડ સહિત અનેક જગ્યાઓએ ડીજે અને ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સે લોકોને ઝૂમાવ્યા હતા. આજે ધુળેટીને પગલે સાબરમતી રિવરફ્રન્ટના બાગ-બગીયા બંધ રાખવામાં આવ્યા છે. જેને લઈને લોકો દ્રારા પણ સોસાયટીમાં ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.

આ વખતે વોટર બોમ્બ નવી વેરાયટી

આ વર્ષે ક્લબમાં લોકો માટે વોટરગન પણ જોવા મળી હતી. આ વખતે વોટર બોમ્બ નવી વેરાયટી માર્કેટમાં આવી છે, ત્યારે લોકોએ આ વોટર બોમ્બની મજા લીધી હતી. અમદાવાદના ભાડજમાં આવેલાં હરેકૃષ્ણ મંદિર, ઇસ્કોન મંદિર, પુષ્ટિ માર્ગીય હવેલી સહિત રાધાકૃષ્ણનાં મંદિરોમાં હોળી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જ્યારે મંદિરમાં આજે ભગવાનને કેસૂડાના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News, Holi 2023