Home /News /ahmedabad /અમદાવાદ: પશુપાલકોની ચિંતા દૂર કરશે આ હર્બલ પેસ્ટ, GTUના પ્રોફેસરોને મળી સફળતા

અમદાવાદ: પશુપાલકોની ચિંતા દૂર કરશે આ હર્બલ પેસ્ટ, GTUના પ્રોફેસરોને મળી સફળતા

પશુપાલકોની ચિંતા દૂર કરશે આ હર્બલ પેસ્ટ

Herbal Paste: પશુઓમાં અને ખાસ કરીને ગાયોમાં જોવા મળતા મસ્ટાઈટીસ રોગને નાથવા માટે જીટીયુ દ્વારા હર્બલ જેલ તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદ: પાલતુ પશુ બીમાર પડે છે ત્યારે સૌથી વધુ ચિંતા પશુપાલકોને સતાવે છે, પરંતુ હવે પશુપાલકોની આ ચિંતા ભગાવનારા સમાચાર સામે આવ્યા છે. પશુઓમાં અને ખાસ કરીને ગાયોમાં જોવા મળતા મસ્ટાઈટીસ રોગને નાથવા માટે જીટીયુ દ્વારા હર્બલ જેલ તૈયાર કરવામાં આવી છે. જેને કેન્દ્ર સરકાર દ્વારા 20 વર્ષ માટે પેટન્ટ મળી છે.

હરડે અને બહેડાના ઝાડમાંથી જેલ તૈયાર કરવામાં આવી છે જેલ

દુઘાળા પશુઓમાં જોવા મળતા રોગોમાં હર્બલ દવા કારગત સાબિત થઇ રહી છે. અને આ રિસર્ચ રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુએ કર્યુ છે.  જીટીયુના કુલપતિ, અધ્યાપક અને પીએચડીના વિદ્યાર્થી દ્વારા દુઘાળા પશુઓમાં જોવા મળતા મસ્ટાઇટીસ રોગના નિદાન પર રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે હરડે અને બહેડાના ઝાડમાંથી જેલ તૈયાર કરવામાં આવી છે. જે પશુઓના રોગ માટે કારગત સાબિત થઇ છે.

આ પણ વાંચો: 'અપની ગલી મેં તો કુત્તા ભી શેર,' શ્વાને દિપડા પર હુમલો કરી ભગાડ્યો

આ રોગ થાય ત્યારે ગાય 70 ટકા ઓછુ દૂધ આપે છે

મસ્ટાઇટીસએ ગાયોના આંચળમા થતો રોગ છે. જેમાં વેટરનિટી ડોક્ટર દ્વારા ટેટ્રાસાઇક્લિંગ એન્ટીબાયોટીક દવા આપતા તે દુધમા ભળે છે અને તે આમ આદમીને પણ અસર કરે છે, ત્યારે હર્બલ જેલથી કોઇ આડઅસર જોવા મળતી નથી. જેને કારણે કેન્દ્ર સરકારે જીટીયુને 20 વર્ષ માટે પેટન્ટ આપી છે. મેસ્ટાઇટીસ રોગથી ડેરી ઉદ્યોગને બહુ મોટુ નુકસાન જઇ રહ્યુ છે. આ રોગ થાય ત્યારે ગાય 70 ટકા ઓછુ દૂધ આપે છે અને જો આ રોગ વધી જાય તો ગાય દૂઘ આપતી પણ બંધ થઇ જાય છે.

આ જેલની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામા આવી

લોકોના હેલ્થને ધ્યાનમાં રાખીને યુનિવર્સીટી દ્વારા કાંકરેજ, ગીર અને જર્સી ગાય પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં 50 ટકા જર્સી ગાયોમાં આ રોગ જોવા મળ્યો છે. હાલ તો આ જેલની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવામા આવી છે, પરંતુ આ દવાને ઇન્ડસ્ટ્રી સુધી લઇ જવા માટે તૈયારીઓ શરૂ કરાઇ છે. જો આ દવા બજારમાં મળતી થશે તો ઓછા ભાવે હર્બલ દવાથી પશુઓનો ઉપચાર થઇ શકશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, GTU Exam

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन