Home /News /ahmedabad /Video: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, ભર બપોરે અંધારપટ!

Video: અમદાવાદમાં સતત ત્રીજા દિવસે કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ, ભર બપોરે અંધારપટ!

અમદાવાદમાં વરસાદ

Ahmedabad Rains Video: અમદાવાદમાં આજે બપોરે ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે એટલે મંગળવારે પણ શહેરમાં ભારે વરસાદની આગાહી છે.

    અમદાવાદ: શહેરમાં આજે પણ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલે એટલે મંગળવારે પણ ભારે વરસાદની આગાહી છે.

    અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસ્યો છે. શહેરમાં આજે ભરબપોરે અંધારપટ છવાઇ ગયો હતો. અંધારપટ્ટ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. શહેરના ઇન્કમટેક્સ વિસ્તાર પાસે વૃક્ષ ધરાશાયી થયુ છે. જેના કારણે અનેક વાહનો દટાયા છે. અંબાવાડી, જોધપુર, પ્રહલાદનગરના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે એક વ્યક્તિ પણ ફસાયો છે. બચાવ કામગીરીના વિઝ્યુઅલ મોકલી આપ્યા છે.



    ગુજરાતમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરેબિયન સીમાં સર્ક્યુલેશનને કારણે ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે જેમા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ રહેશે. જ્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે. આવતીકાલે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન રહેશે. જેના કારણે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat monsoon 2022, Gujarat Weather Forecast, Gujarat weather update, અમદાવાદ, ગુજરાત, હવામાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन