Home /News /ahmedabad /

અમદાવાદ મેઘ તાંડવ : જનજીવન કર્યું અસ્તવ્યસ્ત, કલાકો બાદ પણ પાણી ન ઓસરતા લોકો પરેશાન

અમદાવાદ મેઘ તાંડવ : જનજીવન કર્યું અસ્તવ્યસ્ત, કલાકો બાદ પણ પાણી ન ઓસરતા લોકો પરેશાન

અમદાવાદ વરસાદની સ્થિતિ

Ahmedabad Heavy Rain : અમદાવાદમાં મેઘ તાંડવ, કલાકો વરસેલો વરસાદ અને ઠેર-ઠેર પાણીનું સામ્રાજ્ય. ગઈકાલે વરસાદે જાણે કે અમદાવાદમાં તારાજી સર્જવાનું નક્કી કર્યું હોય એમ આખું અમદાવાદ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયું હતુ

  અમદાવાદ : શહેરમાં રવિવારે વરસેલા અનરાધાર વરસાદે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી પાણી ભરાઈ ગયા, તો કલાકો સુધી વરસાદી પાણી ન ઓસરતા લોકોએ ભારે પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે.

  અમદાવાદમાં મેઘ તાંડવ, કલાકો વરસેલો વરસાદ અને ઠેર-ઠેર પાણીનું સામ્રાજ્ય. ગઈકાલે વરસાદે જાણે કે અમદાવાદમાં તારાજી સર્જવાનું નક્કી કર્યું હોય એમ આખું અમદાવાદ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયું હતુ. વિસ્તારો ભલે અલગ-અલગ હતા પરંતું તબાહીના દ્રશ્યો હતા એક સરખા હતા. સૌથી પહેલા અમદાવાદનો રેડિયો મિર્ચી રોડ કે જ્યાં દુકાનો આખીયે પાણીમાં ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. દુકાન માલિકોનો લાખોનો સામાન પલળીને તબાહ થઈ ચુક્યો છે. આજે વેપારીઓ દુકાનની બહાર જ ચીજવસ્તુઓ વેચવા મજબુર બન્યા હતા.

  તો શહેરના લગભગ તમામ વિસ્તારોમાં આજ પ્રકારની તારાજીની તસવીરો સામે આવી છે. અમદાવાદનો શ્યામલ વિસ્તાર, જ્યાં આવેલું કોમ્પલેક્ષ કે જેનો નીચેનો આખોય ભાગ પાણીમાં ડૂબી ગયો હતો. એટલે કે ખબર પણ નથી પડી રહી કે, ખરેખર નીચેના એરિયામાં છે શું. દુકાનો આખીયે પાણીમાં ડૂબ હતી તો પાર્ક કરેલી ગાડીઓએ પણ જાણે કે જળ સમાધિ લઈ લીધી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સ્પષ્ટ જોઈ શકાય છે કે, અહીં પાણીમાં કાર સંપૂર્ણ પણે પાણીમાં સમાધિ લઈ ચુકી છે. અહીંના દુકાનદારો તેમજ કારમાલિકોને કેટલું નુકશાન ગયું હશે તેનો અંદાજો લગાવવો પણ મૂશ્કેલ છે.

  દિવસભર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર એટલે શ્યામલ રોડ, અહીં પણ રોડ પર પાણી ભરાયા. રોડ પર આવેલા સીમા હોલ નજીક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. અહીં ગઇકાલ રાત્રિથી ભરાયેલા પાણી કલાકો સુધી ઓસર્યા જ નહીં.

  વધુ એક ખરાબ હાલ છે અમદાવાદના આનંદનગર વિસ્તારની કે જ્યાં પણ બેજમેન્ટમાં પાણી ભરાતા વાહનો ડૂબી ગયા હતા. અહીં તળાવના પાણી રોડ પર ફરી વળ્યા હતા.

  બોપલમાં પણ તારાજીની એવી તસવીરો સામે આવી જેને જોઈને અંદાજો લગાવી શકાય કે અહીં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવવામાં કઈ બાકી નહીં રાખ્યું હોય. સોસાયટીઓમાં પાણી રસ્તાઓ પર પાણી તો દુકાનોમાં પણ ઘૂસેલા ઠેર-ઠેર પાણી.

  ઈસ્કોનથી બોપલ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા. મોંઘીદાટ કાર વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. વરસાદી પાણી ઘૂસી જવાના કારણે ઝુંપડામાં રહેતા લોકોએ BRTSબસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી હતી.

  તો બોપલમાં ભારે વરસાદથી લોકો ત્રાહિમામ પોકોરી ઉઠ્યા, સ્ટર્લિંગ સીટીમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. જેને લઈને લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો, બોપલ નગરપાલિકા કચેરી વિસ્તાર પણ જળમગ્ન થઈ ગયો હતો

  વાત કરીએ ઓગણજની, જ્યાં સમગ્ર શહેર શહેર જળમગ્ન થયું થયું હતું ત્યાં ઓગણજમાં પણ પાણી ભરાયા, ઓગણજના સ્વામિનારાયણ નગરમાં પાણી ભરાયા હતા.

  મક્તમપુરા વોર્ડના જુહાપુરા વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. અહીં હજુ પણ અનેક સોસાયટીમાં ઘૂંટણ સમા પાણી જોવા મળી રહ્યાં છે. વિશાલાથી સરખેજ રોડ સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો.

  અમદાવાદના વેજલપુરમાં આવેલા દેવાસ એપાર્ટમેન્ટમાં લોકોના ઉજાગરા. ગળાડૂબ પાણી ભરાયા દેવાસ ફ્લેટમાં લોકોએ આખી ધાબા પર અને રોડ બેસી રહ્યા. તમને જણાવી દઈએ કે દેવાસ ફ્લેટ પશ્ચિમ વિસ્તારનો સૌથી અસરગ્રસ્ત વિસ્તાર છે. જો કે જ્યાં ઠેર-ઠેર પાણીની તબાહીના દ્શ્યો સામે આવ્યા ત્યાં પોલીસ દ્વારા પણ તમામ મદદ પહોંચાડવાની બાહેંધરી પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવી.
  Published by:kiran mehta
  First published:

  Tags: Ahmedabad rain, Ahmedabad Rains, ગુજરાતમાં વરસાદ, ભારે વરસાદ, વરસાદ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन