Home /News /ahmedabad /Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા

Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા

અમદાવાદમાં ફરી ગાજવીજ સાથે વરસાદની ધબધબાટી ચાલુ

Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જામી રહ્યો છે

    અમદાવાદ: શહેરમાં આજે ફરી બપોર બાદ વરસાદની શરૂઆત થઇ છે. ગઇકાલની જેમ જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદની શરૂઆત થઇ છે. અમુક વિસ્તારોમાં વીજળીના કડાકા થઇ રહ્યા છે. જીવરાજ પાર્ક, વેજલપુર, શ્યામલમાં વરસાદ RTO સર્કલ, ઈન્કમ ટેક્સ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ જામી રહ્યો છે. ભાદરવમાં વરસાદનો ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, ત્યાં જ વિદાય વેળાએ પણ વરસાદ ગાજવીજ સાથે વરસી રહ્યો છે.

    ગઇકાલે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સાંજના સમયે કાળા ડિંબાગ વાદળોનું સામ્રાજ્ય છવાતા અંધારું છવાયું હતું. જે બાદ વરસાદે ધબધબાટી બોલાવી હતી. ભારે પવન અને વીજળીના ચમકારા સાથે એક કલાક ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ શહેરના સાયન્સ સિટીમાં કલાકમાં 3 ઈંચ, બોડકદેવમાં કલાકમાં અઢી ઈંચ વરસાદ, બોપલમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.


    આ પણ વાંચો: રાજ્યમાં પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ

    બીજી બાજુ, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થશે તો અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. જોકે તાપમાન ઊંચું અને ભેજનું પ્રમાણ વધતા થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. જેના કારણે પવન સાથે વરસદની સંભાવના છે. આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

    રાજ્યમાં સરેરાશ ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો 103% જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને બફારો તો બપોર બાદ વરસાદી માહોલ જામતા ઠંડકનો અહેસાસ થાય છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad rain, Gujarat rain, Gujarat Rain Forecaste

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन