Home /News /ahmedabad /અમદાવાદ: બોપલમાં માતેલા સાંઢની જેમ દોડતું 'મોતનું ડમ્પર' કેમેરામાં કેદ

અમદાવાદ: બોપલમાં માતેલા સાંઢની જેમ દોડતું 'મોતનું ડમ્પર' કેમેરામાં કેદ

બોપલમાં મોતના ડમ્પરનો દિલધડક વીડિયો વાયરલ

Ahmedabad Heartbreaking video: રાતના અંધારામાં અચાનક જ રસ્તા પરથી પૂરપાટ ઝડપે દોડી આવતા ડમ્પરની ટક્કરે ટુ વ્હીલર ફંગોળાય છે. આ અકસ્માતનો વીડિયો દિલધડક છે.

    અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેનો વીડિયો રુંઆટા ઉભા કરી દે તેવો છે. રાતના અંધારામાં અચાનક જ રસ્તા પરથી પૂરપાટ ઝડપે દોડી આવતા ડમ્પરની ટક્કરે ટુ વ્હીલર ફંગોળાય છે. આ અકસ્માતનો વીડિયો દિલધડક છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

    અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા વીઆઇપી રોડ પર સર્જાયા અકસ્માતે ફરી એક વખત બે લગામ ટ્રકચાલકો સામે સવાલ ઉભા કર્યા છે. મોતના ડમ્બરની જેમ પૂરપાટ ઝડપે દોડી આવતાં ડમ્પરે ટુ વ્હીલરચાલકને ફંગળ્યો હતો. આ અકસ્માતમાં ટુ વ્હીલર પર સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.



    અકસ્માતની આ કંપાવતી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, એક ટુ વ્હીચરચાલક રસ્તાની બાજુમાં વાહન હાંકી રહ્યો છે. જ્યારે મેઇન રસ્તાની બાજુમાંથી પસાર થતાં રસ્તા પરથી પલકના ઝપકારે એક ડમ્પર પૂરઝડપે દોડી આવે છે અને ટુ વ્હીલરને ઉડાવી દે છે. એટલું જ નહીં, આ ડમ્ટરની ઝડપ એટલી હતી કે તે ટુ વ્હીલરને ફંગોળી ચાર રસ્તો ક્રોસ કરીને સામેની બાજુ માટીના ઢગલા સાથે ધડાકાભેર અથડાય છે. આ બેલગામ ડમ્પરને લીધે દંપતી હોસ્પિટલના ખાટલે પહોંચ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, ડમ્પર અને બાઇકની ટક્કર વચ્ચે એક કાર માંડ-માંડ બચી ગઇ છે. માઇક્રો સેકન્ટના તફાવતે કાર તો પસાર થઇ જાય છે, પરંતુ મોતનો ડમ્પર ટુ વ્હીલરને ટક્કર મારી દે છે.

    આ વીડિયો જોતાં રસ્તા પર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો થઇ રહ્યા છે. કેમ કે, એક બાજુ રસ્તાઓ પર રખડતાં ઢોરોનો ત્રાસ વધી ગયો છે અને ઘણા લોકોએ ઢોરની અડફેટે જીવ ગુમાવ્યા છે, ત્યારે હવે આ મામલે સાંઢની જેમ દોડતા મોતના ડમ્પરે પણ એક વાહનચાલકને ફંગોળ્યો છે. આ અકસ્માત મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ડમ્પરચાલક નશાની હાલતમાં બેફામ ડમ્પર હાંકી રહ્યો હતો કે કેમ? તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Accident CCTV, Ahmedabad news, Gujarat News, Road Accidnet

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन